Pics : જેનેલિયા સગર્ભા હોવાની અફવા, પીઆરે કર્યું ખંડન
મુંબઈ, 5 એપ્રિલ : દક્ષિણની ફિલ્મોમાં મોટું નામ ગણાતાં જેનેલિયા ડિસૂઝા સગર્ભા હોવાની અફવાઓ ફેલાઈ છે, પરંતુ તેમના પીઆરે આ અફવાઓનું ખંડન કર્યું છે. છેલ્લા કેટલાંક દિવસોથી જેનેલિયા સગર્ભા હોવાની અટકળો ચાલતી હતી.
જેનેલિયાના પીઆરે આ તમામ અટકળો અંગે ખુલાસો કરતાં જણાવ્યું કે જેનેલિયા ડિસૂઝા સગર્ભા નથી. જેનેલિયા વાસ્તવમાં સગર્ભા નથી. જેનેલિયા માને છે કે પરિવારનો વિસ્તાર મોટી બાબત છે અને તેઓ આ બાબતને સમજે પણ છે, પરંતુ તેઓ અને તેમના પતિ રીતેશ દેશમુખ હાલ બાળક નથી ઇચ્છતાં.
તેમણે જણાવ્યું - જેનેલિયા રીતેશ સાથે અનેક વિષયો ઉપર કામ કરી રહ્યાં છે. તેમાં તાજેતરમાં યોજાયેલ સીસીએલ સાથે તેમના ફિલ્મ પ્રોડક્શનને જોડ્યું હતું. ઉપરાંત જેનેલિયા પાસે અનેક સ્ક્રિપ્ટ્સ આવી છે અને તેઓ ટુંકમાં જ રૂપેરી પડદે દેખાશે.
રીતેશ અને જેનેલિયાએ પોતાના નવ વરસના પ્રેમને ગત વર્ષે ફેબ્રુઆરીમાં લગ્નનું નામ આપ્યુ હતું. બંનેના લગ્ન 3જી ફેબ્રુઆરી, 2012ના રોજ પ્રથમ મરાઠી રીત-રિવાજ મુજબ થયા અને પછી 4થી ફેબ્રુઆરીએ ખ્રિસ્તી ધર્મ પ્રમાણે ચર્ચમાં પણ થયાં.
આવો તસવીરો વડે વધુ જાણીએ જેનેલિયા ડિસૂઝા અંગે.

પંદર મહીનાથી કોઈ ફિલ્મ નથી કરી
જેનેલિયા ડિસૂઝાનો તેમના દક્ષિણ ભારતીય ફૅન્સને ઇંતેજાર છે. તેઓ જેનેલિયાને વર્ષમાં બે ફિલ્મોમાં જોવા ટેવાયેલાં છે. લગ્ન બાદ જેનેલિયાએ એકેય ફિલ્મ કરી નથી.

નાની ઉંમરમાં શરૂ કર્યું કૅરિયર
જેનેલિયાએ થોડા વખત અગાઉ જ કહ્યુ હતું કે તેઓ હાલ નાનકડા બ્રેક ઉપર છે. હાલ તેમણે કોઈ ફિલ્મ સાઇન કર નથી. તેમણે જણાવ્યું હતું - મેં બહુ નાની ઉંમરમાં ફિલ્મી કૅરિયર શરૂ કર્યુ હતું. દસ વરસમાં 365 દિવસો મેં વગર બ્રેકે કામ કર્યુ હતું.

એક બ્રેક તો બનતા હૈ
જેનેલિયાએ જણાવ્યુ હતું - હું બૉલીવુડ સહિત પાંચ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઓનો ભાગ હતી અને લગ્ન બાદ નાનકડા બ્રેક લેવો મને યોગ્ય લાગે છે.

લગ્ન પણ કંઈ જ બદલાતું નથી
તેમણે જણાવ્યુ હતું - લગ્ન બાદ કંઈ પણ બદલાતું નથી. જીવન પહેલા જેવું જ રહે છે. હા એટલો ફરક પડે છે કે હવે હું ટીવી ઉપર નાની દેખાઉ છું. રીતેશે સીસીએલની ટીમ ખરીદી અને અમે હમારા હોમ પ્રોડક્શનની ફિલ્મ બાલક પાલક તેમાં પ્રોડ્યુસ્ડ કરી હતી.

ઇટ્સ માય લાઇફ તથા રૉક ધ શાદીથી કમબૅક
હાલ જેનેલિયા પાસે તેલુગુ, તામિળ, કન્નડ તથા મલયામમાંથી કોઈ પણ ફિલ્મ નથી. તેઓ આગામી હિન્દી ફિલ્મ ઇટ્સ માય લાઇફ તથા ઝોમ્બી કૉમેડી રૉક ધ શાદી માં દેખાશે. રૉક ધ શાદીમાં તેઓ અભય દેઓલ સાથે કામ કરી રહ્યાં છે. દક્ષિણ ભારતીય ફિલ્મોની ઑફર્સ મળે છે, પરંતુ હાલ તેમણે કોઈ ફિલ્મ સાઇન કરી નથી.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
