શાહરુખ કરતા તેની પત્ની ગૌરી ખાન પાસે છે વધારે પૈસા, જાણો કેટલા કરોડની છે માલિક
Gauri Khan Net Worth: બૉલિવુડના કિંગ ખાન એટલે કે શાહરૂખ ખાન માત્ર એક સારા અભિનેતા જ નથી પરંતુ તેની ગણતરી દુનિયાના અમીર કલાકારોની યાદીમાં થાય છે. બૉલિવુડના બાદશાહે ઘણી હિટ ફિલ્મોમાં કામ કર્યું છે. તે પોતાની નેટવર્થ અને કમાણીને લઈને ઘણીવાર લોકોમાં ચર્ચાનો વિષય બને છે.
શૂન્યથી કરિયર શરૂ કરનાર શાહરૂખ ખાને ખૂબ જ મહેનત કરી છે અને તેના કારણે આજે તે કરોડોની સંપત્તિના માલિક બની શક્યા છે. પરંતુ તમને જણાવી દઈએ કે શાહરૂખની પત્ની ગૌરી ખાન પાસે પણ કરોડોની સંપત્તિ છે.

ગૌરી ખાને પણ પોતાની મહેનતના આધારે પોતાનો બિઝનેસ સ્થાપિત કર્યો અને આજે તે એક સફળ બિઝનેસવુમન છે. ગૌરી ખાન પણ તેના પતિ શાહરૂખ ખાનની જેમ વાર્ષિક કરોડોની કમાણી કરે છે. ગૌરી ખાન માત્ર શાહરૂખ ખાનની પત્ની નથી પરંતુ તેની પોતાની એક અલગ ઓળખ પણ છે. તે એક પ્રખ્યાત ઇન્ટિરિયર ડિઝાઇનર છે.
ગૌરી ખાને ઘણા બૉલિવુડ સ્ટાર્સ, બિઝનેસમેન અને વીઆઈપીના ઘરોને સુંદર બનાવવાનું કામ કર્યું છે. ગૌરી ખાને બૉલિવુડ અભિનેત્રી જેકલીન ફર્નાન્ડિસ, રણબીર કપૂર, સિદ્ધાર્થ મલ્હોત્રા અને કરણ જોહર જેવા સ્ટાર્સના ઘર અને પેન્ટહાઉસ ડિઝાઇન કર્યા છે. એટલું જ નહીં, તેણે મુકેશ અંબાણી, રોબર્ટો કેવલી અને રાલ્ફ લોરેન જેવા વિશ્વ વિખ્યાત લોકોના ઘર પણ ડિઝાઇન કર્યા છે.
એક બિઝનેસવુમન હોવા ઉપરાંત, ગૌરી ખાન એક સફળ નિર્માતા પણ છે અને તેણે વર્ષ 2002માં ફિલ્મોનું નિર્માણ કરવાનું શરૂ કર્યું હતું. તેણે તેના પતિ શાહરૂખ ખાન સાથે 2002માં પ્રોડક્શન હાઉસ 'રેડ ચિલીઝ'ની શરૂઆત કરી હતી. આ પ્રોડક્શન હાઉસે ઘણી બ્લૉકબસ્ટર ફિલ્મો આપી છે.
શાહરૂખ ખાનની જેમ ગૌરી ખાન પણ કરોડોની સંપત્તિની માલિક છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તે 1725 કરોડ રૂપિયાની કુલ સંપત્તિની માલિક છે. શાહરૂખ ખાન 760 મિલિયન ડૉલરની સંપત્તિનો માલિક છે.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
