Gauahar Khan Ramp Walk : બેબી બમ્પ સાથે રેમ્પ પર ઉતરી ગૌહર ખાન, જુઓ વીડિયો
Gauahar Khan Ramp Walk : અભિનેત્રી ગૌહર ખાન ફરીથી મા બનવા જઈ રહી છે. બીજી પ્રેગ્નન્સીની તેણીએ હાલમાં જ જાહેરાત કરી છે. પ્રેગનન્સીની જાહેરાત બાદ હાલમાં જ ગૌહર ખાન એક ફેશન શોમાં રેમ્પ વૉક કરતી જોવા મળી હતી.
અહીં ગૌહર ખાન આત્મવિશ્વાસપૂર્વક પોતાનો બેબી બંપ પણ ફ્લોન્ટ કરતી નજરે આવી. તેની આ ઝલક સોશિયલ મિડિયા પર વાયરલ બની થઈ રહી છે અને ચાહકો તેમની ખુબ પ્રશંસા કરી રહ્યા છે.

ગૌહર ખાન એક પ્રસિદ્ધ ફેશન શોમાં ભાગ લેતી જોવા મળી હતી, જ્યાં તેમણે ઇન્ડો-વેસ્ટર્ન લૂકમાં રેમ્પ પર ધમાકેદાર એન્ટ્રી કરી હતી. વાત એ હતી કે તેણી પોતાના બેબી બમ્પ સાથે ખૂબ આત્મવિશ્વાસ સાથે ચાલતી નજરે આવી. તેમના આ વીડિયોને તેમણે તેમના ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર પણ શેર કર્યા છે.
વીડિયોમાં ગૌહરનો મેટર્નિટી ગ્લો તેમના ચહેરા પર સ્પષ્ટ દેખાઈ રહ્યો છે, જે તેના સૌંદર્યમાં ચાર ચાંદ લગાવી રહ્યો છે. તેમના પહેરવેશ અને પોઝિટિવિટી ભરેલા અંદાજે ચાહકોને પણ આશ્ચર્યમાં મૂકી દીધા છે.
ગૌહરના આ વીડિયો પર ચાહકોના મિશ્ર પ્રતિસાદ મળ્યા છે. ઘણા લોકોએ તેમની હિંમત અને આત્મવિશ્વાસની પ્રશંસા કરી છે. જો કે, કેટલાક યૂઝર્સએ ગૌહરને હાઈ હીલ્સ પહેરવા માટે ટ્રોલ પણ કરી.
ગૌહર ખાને હાલમાં જ પોતાના પતિ જાયદ દરબાર સાથે એક વીડિયો શેર કરીને બીજી વખત માતા બનવાની ખુશખબરી આપી હતી. વીડિયોમાં બંને મસ્તીભર્યા અંદાજમાં જોવા મળ્યા હતા, જ્યાં તેમણે પ્રેગ્નન્સીની ઘોષણા કરી હતી.
ઉલ્લેખનીય છે કે ગૌહર પહેલાંથી એક પુત્રની માતા છે, જેને તેમણે 10 મે 2023ના રોજ જન્મ આપ્યો હતો. હાલ તેનો પુત્ર લગભગ બે વર્ષનો થઈ રહ્યો છે. ગૌહર અવારનવાર તેના દીકરાની તસવીરો સોશિયલ મીડિયા પર પણ શેર કરતી રહે છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે









Click it and Unblock the Notifications
