રામ ગોપાલ વર્મા કી આગ ઑન Twitter : જુઓ ગણપતિ પર કરેલા 12 હુમલા!
મુંબઈ, 30 ઑગસ્ટ : રામ ગોપાલ વર્મા, એક સમયે ફિલ્મી દુનિયાનું ખૂબ જ સફળ નામ હતું. તેમના નામે ફિલ્મો વેચાતી હતી, તો બાળકથી લઈ વૃદ્ધ સુધી સૌ તેમની ફિલ્મોની રાહ જોતા હતાં. આમિર ખાનથી લઈ અમિતાભ બચ્ચન સાથે શાનદાર ફિલ્મો આપનાર બિચારા રામૂને કદાચ છેલ્લા થોડાક સમયથી કંઇક થઈ હયું છે અને તેથી તેમની ફિલ્મો ઓછી અને જીભ વધારે ચાલવા લાગી છે.
એટલે જ રામ ગોપાલ વર્મા ટ્વિટર ઉપર વિચિત્ર વાતો લખતા રહે છે અને બકવાસ કરતા રહે છે. ઐશ્વર્યા રાયથી લઈ સુચિત્રા કૃષ્ણમૂર્તિ અંગે ટ્વિટર પર અશ્લીલ મજાક કરનાર રામૂએ ગણેશ ચતુર્થીના દિવસે ભગવાન ગણપતિને પણ ન બખ્શ્યા. જોકે જ્યારે ટીકાઓનો વરસાદ થયો તો તેમણે માફી માંગી લીધી.
નોંધનીય છે કે રામૂએ પોતાની પહેલી ટ્વીટમાં લખ્યુ હતું - એક વ્યક્તિ કે જે પોતાનુ માથુ ન બચાવી શકી, તે બીજાના જીવવની રક્ષા કઈ રીતે કરશે? આખરે ગણેશે એવુ કયુ કામ કર્યુ હતું કે જેથી તેઓ ભગવાનની શ્રેણીમાં આવી ગયા, જ્યારે તેમના ભાઈ માત્ર એક સામાન્ય માણસ બની રહી ગયાં. જોકે હોબાળો મચતા રામૂએ માફી માંગી લીધી છે.
ચાલો આપને બતાવીએ રામ ગોપાલ વર્મા દ્વારા ગણેશ ચતુર્થીના દિવસે કરવામાં આવેલી 12 વિવાદાસ્પદ ટ્વીટ્સ :

Tweet 1
કોઈ મને કહેશે કે આજે (ગણેશ ચતુર્થીના દિવસે) ગણેશનો સાચે જ જન્મ થયો હતો કે આ દિવસે તેમના પિતાએ તેમનું માથુ કાપ્યુ હતું?

Tweet 2
ગણેશે એવુ શું કર્યું કે જે તેમના ભાઈ કુમારે ન કર્યું કે માત્ર ગણેશ જ ભગવાન બન્યાં? એટલા માટે કે કુમારનુ માથુ નહોતુ કપાયું?

Tweet 3
ભગવાન ગણેશ માથાથી ખાય છે કે સૂંઢથી?

Tweet 4
શું ભગવાન ગણેશ બીજા ભગવાન કરતા વધુ ખાય છે? મને એટલા માટે શંકા છે, કારણ કે બીજા ભગવાન ટ્રિમ અથવા મસ્ક્યુલર છે.

Tweet 5
મારો એક નિર્દોષ પ્રશ્ન છે... કોઈ મને પ્લીઝ કહેશે કે જે ભગવાન પોતાનુ માથુ ન બચાવી શકે, તે કઈ રીતે બીજાના માથા બચાવી શકશે?

Tweet 6
મને સાચે જ ભગવાન ગણેશના ભક્તો પાસેથી એ જાણવાનું ગમશે કે આટલા વર્ષોની ભક્તિ દરમિયાન ભગવાન ગણેશે તેમના કયા કયા વિઘ્નો દૂર કર્યા?

Tweet 7
કોઈ મને સમજાવી શકે કે પોતાના માતાની આબરૂનું રક્ષણ કરતા બાળકનુ માથુ કોઈ કઈ રીતે કાપી શકે? મને વિશ્વાસ છે કે ભક્તો સારી રીતે જાણતા હશે.

Tweet 8
શું ભગવાન ગણેશનું પેટ બાળપણથી જ મોટુ હતું કે પછી હાથીનુ માથુ બેસાડવાના ઑપરેશન બાદ રિકવરી દરમિયાન પેટ મોટુ થઈ ગયું?

Tweet 9
મને લાગે છે કે મારી ફિલ્મો ભગવાન વિરુદ્ધ આચરણના કારણે ફ્લૉપ થાય છે. હું ભક્ત બનવાનો પ્રયત્ન કરીશે.

Tweet 10
ગણેશ વિશેની મારી પૃચ્છાઓ અંગે સન્માનિત નિષ્ણાંતો જવાબ આપશે, તો મને ગમશે કે જેથી લોકો પણ શિક્ષિત થાય.

Tweet 11
તમામ સંબંધિતોએ સમજવુ જોઇએ કે ગણેશ ઉપર મારા પ્રશ્નો અને નિરીક્ષણ વિષય અંગેની મારી નિખાલસતા અને મારા અજ્ઞાનતાના કારણે ઉદ્ભવ્યા છે.

Tweet 12
ધર્મ અને દારૂ બે મહાન નશા માણસ દ્વારા બનાવવામાં આવ્યા છે... Friedrich Nietzsche
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
