તો આ અભિનેતાના પ્રેમે કાળી-ભદ્દી રેખાને બનાવી દીધી કામુક રેખા!
રેખાની મુલાકાત એક એવા અભિનેતા સાથે થઈ જેણે જાડી-ભદ્દી ભાનુરેખાને સુંદર રેખાના નામથી પરીચિત કરાવી. આવો જાણીએ તેના વિશે.
દક્ષિણ ભારતના સુપરસ્ટાર જેમની ગણેશન અને તેલુગુ અભિનેત્રી પુષ્પા પલ્લવીની દીકરી ભાનુરેખા જેને આખી દુનિયા રેખાના નામથી જાણે છે આજે તેમનો જન્મદિવસ છે. રેખાનો જન્મ 10 ઓક્ટોબર 1954માં થયો હતો. પોતાના ડીએનએમાં પ્રેમ હોવાનો દાવો કરનાર રેખાને 14 વર્ષની ઉંમરમાં જ હિંદી ફિલ્મ સાવન ભાદોમાં લીડ રોલ મળી ગયો હતો. ફિલ્મ તો ચાલી પરંતુ રેખા ના ચાલી શકી. ચાલતી પણ કેવી રીતે કારણકે એક જાડી અને કાળી અભિનેત્રીની કોઈએ પણ પ્રશંસા કરી નહિ. હાલત તો એ હતી કે રેખાને હિંદી પણ નહોતી આવડતી. જો રેખા પર કોઈ હિંદીમાં કમેન્ટ કરતુ તો તો કોઈને જવાબ પણ નહોતી આપી શકતી.

આજે પણ રાઝ છે અમિતાભ-રેખાનો સંબંધ
પરંતુ 6 વર્ષ બાદ અચાનક બધુ બદલાઈ ગયુ. 6 વર્ષ બાદ રેખાની મુલાકાત એક એવા અભિનેતા સાથે થઈ જેણે ભાનુરેખાને સુંદર રેખાના નામથી પરીચિત કરાવી. બસ પછી શું હતુ રેખા બોલિવુડમાં એ રીતે ચમકી કે બધાને પાછળ છોડી દીધા. કહેવાય છે કે જે અભિનેતાએ ભાનુરેખાને સુંદર રેખામાં બદલી તેમનુ નામ અમિતાભ બચ્ચન છે.

તો અમિતાભના કારણે રેખાએ પોતાની બદલી હતી
અમિતાભ બચ્ચન અને રેખાનુ નામ બોલિવુડની દુનિયામાં હિટ જોડીઓની લિસ્ટમાં શામેલ છે. આ બંનેએ છેલ્લી વાર યશ ચોપડાની રોમેન્ટિક ડ્રામા ફિલ્મ સિલસિલામાં એક સાથે કામ કર્યુ હતુ પરંતુ શું તમે જાણો છો કે ફિલ્મ દો અનજાનેમાં અમિતાભ અને રેખાએ પહેલી વાર એકસાથે કામ કર્યુ હતુ. અમિતાભ બચ્ચનનો સાથ મળતા જ રેખાનુ ફિલ્મી કરિયર ઉડાન ભરવા લાગ્યુ જાણે અમિતાભ તેમના માટે નસીબની લૉટરીની ટિકિટ લઈને આવ્યા હોય. જાણીતા ફિલ્મ નિર્દેશક પ્રકાશ મહેરાની ફિલ્મ મુકદ્દર કા સિકંદરમાં રેખા અને અમિતાભની જોડીએ પહેલી વાર શોહરતના આકાશને આંબ્યુ અને પછી જોતજોતામાં આ જોડીએ હિન્દી સિનેમાના ઈતિહાસમાં પોતાનુ નામ નોંધાવ્યુ હતુ.

અમિતાભ માટે બોલ્ડ દેખાવા લાગી હતી રેખા
અભિનેત્રી તરીકે પહેલી હિંદી ફિલ્મ સાવન ભાદોમાં જાડી દેખાતી રેખા, અમિતાભ સાથે તથાકથિત પ્રેમ બાદ ઘણી બોલ્ડ દેખાવા લાગી હતી પરંતુ ફિલ્મ કુલીના શૂટિંગ દરમિયાન થયેલી દૂર્ઘટના બાદ ફિલ્મી દુનિયાના બે પરિન્દા (અમિતાભ બચ્ચન અને રેખા)ની તથાકથિક પ્રેમ કહાનીનો અંત થઈ ગયો હતો. આજે પણ એ વાત રાઝ જ છે કે ફિલ્મ કુલી દરમિયાન બનેલી ઘટના બાદ એવુ શું થઈ ગયુ હતુ કે અમિતાભ અને રેખાને એકબીજાનો સાથ છોડવો પડ્યો.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
