Box Office: ફોર્સ 2ની એક્શન કે તુમ બિન 2 કોની કેટલી કમાણી?
બોક્સ ઓફિસ પર કંઇ ફિલ્મ કેટલું કમાશે? ફોર્સ 2 કે પછી તુમ બિન 2ની કોની કેટલી કમાણીની સંભાવના છે જાણો અહીં.
શુક્રવારેના રોજ, બે ફિલ્મો રિલિઝ થઇ રહી છે. બન્ને ફિલ્મો બે સુપરહિટ ફિલ્મોની સીક્વલ છે. ફોર્મ અને તુમ બિનની સીક્વલ તેવી આ બન્ને ફિલ્મોની પોત પોતાની ખાસિયત અને પોત પોતાની ફેન ફોલોઇંગ છે. એકમાં દમદાર એક્શન છે તો એક ફિલ્મમાં ફુલ ટુ રોમાન્સ. ત્યારે બોક્સઓફિસ પર આ બન્ને ફિલ્મો કેવો કમાલ દેખાડે છે તે તો હવે જોવું જ રહ્યું.

ત્યારે દર્શક તરીકે આ બન્ને ફિલ્મમાંથી કંઇ ફિલ્મ જોવી કે પછી બન્ને જોઇ લેવી તેવા સવાલો જો તમારા મનમાં થતા હોય તો જાણો આ રિલિઝ બાદ દર્શકો અને ક્રિટિક આ ફિલ્મ વિષે શું કહે છે. અને શું છે આ ફિલ્મની ખાસિયત વાંચો અહીં...

ફોર્સ ટુનું કલેક્શન વધારે
જ્હોન અબ્રાહ્મના ફેન ફોલોઇંગને જોતા ફોર્સ 2નું કલેક્શન વધારે છે. સોનાક્ષી અને જ્હોન અબ્રાહ્મ સાથે એક્શનનો દમદાર તડકો દર્શકોને આ ફિલ્મ માટે શરૂઆતી રૂઝાનમાં ખેંચી રહ્યો છે. પણ ક્રિટિકનું માનવું છે કે તુમ બિન 2ની સ્ટોરીમાં દમ હશે તો પાછળથી તે પણ પોતાનો ખર્ચ નીકાળી દેશે.

ઓપનિંગ
ફોર્સ 2ના ટેલેરને સારો રિપોન્સ મળ્યો છે. અને આ ફિલ્મ 5 કરોડનું ઓપનિંગ કરે તેવો અંદાજ છે. તો બીજી તરફ તુમ બિન નવા ચહેરોના કારણે 2 કરોડની ઓપનિંગની આશ લગાવે છે.

સ્ક્રીન
ફોર્સ 2 હાલ 2000 જેટલી સ્ક્રીન પર રિલિઝ થઇ છે. અને ફિલ્મનું બજેટ 50 કરોડની આસપાસ છે. ત્યારે માનવામાં આવી રહ્યું છે કે આ ફિલ્મ 85 કરોડ તો સરળતાથી કમાઇ લેશે. તો બીજી તરફ તુમ બિન 2 નું બજેટ 15 કરોડનું છે. અને તેને હિટ થવા માટે બીજા 35 કરોડ જોયશે.

ફોર્સ 2ની ખાસ વાત
ફોર્સ 2 જ્હોન અબ્રાહ્મના મજબૂત ખભા પર ટકી છે જ્હોન અબ્રાહ્મનું એક મોટું ફેન ફોલોઇંગ છે. દર્શકો તેને ભારે પસંદ કરે છે. વળી સોનાક્ષીનો દબંગ અંદાજ પણ લોકોને પસંદ આવે તેવો છે. અને એક્શનનો તડકો આ ફિલ્મને સરળતાથી હિટ બનાવી શકે તેમ છે.

તુમ બિન 2
તુમ બિન સુપર હિટ ફિલ્મ હતી દર્શકોને ખુબ જ પસંદ આવી હતી. માટે જ લોકોને તેની સિક્વલ જોવામાં મજા આવી શકે છે. આ ફિલ્મના ગીતો પણ સારા છે. વળી ફિલ્મનું બજેટ પણ ઓછું છે.

ફોર્સ 2
નોંધનીય છે કે નોટબંધીની અસર રોક ઓન 2ની જેમ જ ફોર્સ 2 ની બોક્સ ઓફિસ કલેક્શન પર પણ પડી શકે છે. કારણ કે લોકો એટીએમની લાંબી લાઇનોમાંથી ઊભા રહેવાથી નવરા પડે તો જ ફિલ્મ જોવા આવશે તે વાત તો પાક્કી છે. અને જે લોવર મીડલ ક્લાસ લોકો છે તે હાલ પોતાની મૂડી ફિલ્મ જોવામાં ખર્ચ નહી કરે તેવું પણ મનાઇ રહ્યું છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
