Flashback 2020: આ સેલેબ્ઝ ન સંભાળી શક્યા પોતાના રિલેશન, ઈન્સ્ટા પર શેર કર્યુ દુઃખ
આવો જાણીએ કોણ છે એ સ્ટાર્સ જેમનુ 2020માં દિલ તૂટ્યુ અને તે પોતાના પાર્ટનરથી અલગ થયા..
Flashback 2020: કોરોના કાળમાં 2020માં ઘણા બૉલિવુડ સ્ટાર્સ અને સેલેબ્ઝે અચાનક પોતાના લગ્નના સમાચાર સંભળાવીને ચોંકાવી દીધા. વળી, ઘણા સ્ટાર્સે પોતાના પાર્ટનર સાથે રિલેશનમાં એટલી કડવાશ અનુભવી કે તેમણે અલગ થવાનો નિર્ણય લઈ લીધો. તૂટેલા દિલની દાસ્તાન સેલિબ્રિટીઝે ઈન્સ્ટા પર શેર કરીને લોકો સાથે પોતાનુ દુઃખ શેર કર્યુ. કહે છે કે પ્રેમનો પહેલો અક્ષર અધૂરો હોય છે એટલા માટે દરેક પ્રેમમાં પડનારાના નસીબમાં સફળતા નથી હોતી. આવો જાણીએ કોણ છે એ સ્ટાર્સ જેમનુ 2020માં દિલ તૂટ્યુ અને તે પોતાના પાર્ટનરથી અલગ થયા..

કૃષ્ણા અને એબન હાયમ્સ
બૉલિવુડ અભિનેતા જેકી શ્રોફની દીકરી કૃષ્ણા અને એબન હાયમ્સનુ હમણા થોડા દિવસ પહેલા જ બ્રેકઅપ થયુ હતુ. કૃષ્ણા શ્રોફ ફૂટબૉલ પ્લેયર એબન હાયમ્સ સાથે લાંબા સમયથી રિલેશનશિપમાં હતી. ઘણી વાર બંનેને સાથે જોવામાં આવ્યા હતા અને તેમના ફોટા સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થયા. થોડા સમય પહેલા જ કૃષ્ણાએ પોતાના બ્રેકઅપની સ્ટોરી સોશિયલ મીડિયા પર શેર કરી હતી. કૃષ્ણાએ પોતાના ઈન્સ્ટા પર આ માહિતી આપીને લખ્યુ હતુ કે તમે બધા એબન સાથે મારો ફોટો એડિટ કરીને મને ટેગ કરવાનુ બંધ કરી દો. અમે બંને સાથે નથી માટે અમને સાથે જોડવાનુ બંધ કરી દો.

પૂજા ગૌર અને રાજ સિંહ
અભિનેત્રી પૂજા ગૌરે રાજ સિંહથી અલગ થવાના સમાચાર સોશિયલ મીડિયા પર શેર કર્યા હતા. જ્યારે પૂજા ગૌર અને રાજ સિંહ 10 વર્ષથી રિલેશનશિપમાં હતા. 10 વર્ષ બાદ બંનેના રિલેશનમાં ખટાશ એટલી વધી ગઈ કે બંનેએ અલગ થવાનો નિર્ણય કર્યો. પૂજા ગૌરે એ વાતની માહિતી આપીને પોતાની પોસ્ટમાં લખ્યુ કેઆ વિશે જણાવવામાં થોડો સમય લાગ્યો અને હિંમત ભેગી કરવી પડી.

સના ખાન અને મેલ્વિન લૂઈ
સના ખાન અને મેલ્વિન લૂઈનુ બ્રેકઅપ આ વર્ષે સૌથી વધુ ચર્ચામાં રહ્યુ હતુ. સના ખાનનુ બ્રેકઅપ વિશે સાંભળીને લોકોને મોટો ઝટકો લાગ્યો હતો. સના ખાને મેલ્વિન લૂઈ પર ચીટિંગનો આરોપ લગાવ્યો હતો એ કહાનીથી પણ સના ઘણી ચર્ચામાં રહી હતી. આ બ્રેકઅપના થોડા દિવસ બાદ સના ખાને એક્ટિંગની દુનિયાને અલવિદા કહીને ગુજરાતના મૌલવી મુફ્તી અનસ સઈદ સાથે નિકાહ કરીને સૌને ચોંકાવી દીધા. આ બંનેના નિકાહનો ફોટો અને વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થયો હતો.

રિત્વિક અને આશા નેગી
રિત્વિક અને આશા નેગી છેલ્લા 6 વર્ષથી રિલેશનશિપમાં હતા. તેમણે 2020માં બ્રેકઅપ કરી લીધુ. જો કે તેમના બ્રેકઅપ વિશે કોઈ પુષ્ટ થઈ નથી. આશા નેગીએ પોતાના એક ઈન્ટરવ્યુમાં કહ્યુ હતુ, 'લોકો અલગ થઈ જાય છે, રિલેશન તૂટી જાય છે પરંતુ લાઈફની ખાસ વાત એ છે કે તમારા મનમાં તેના માટે પ્રેમ ક્યારેય નથી મરતો.' આશા નેગીના આ નિવેદન બાદ લોકો અટકળો લગાવવા લાગ્યા કે બંનેનુ બ્રેકઅપ થઈ ગયુ છે પરંતુ આની અધિકૃત પુષ્ટિ આશાએ કરી નથી.

કરણ કુંદ્રા અને અનુષા દાંડેકર
કરણ કુંદ્રા અને અનુષા દાંડેકરનો સંબંધ 6 વર્ષ જૂનો હતો. એ બંને લિવ-ઈનમાં લાંબા સમયથી રહેતા હતા પરંતુ આ વર્ષે તેમની વચ્ચે એટલુ અંતર વધી ગયુ કે આ બંનેએ બ્રેકઅપ કરવાનો નિર્ણય લઈ લીધો. અનુષાએ પોતાના બ્રેકઅપની સ્ટોરી ઈન્સ્ટાગ્રામ પર શેર કરી હતી.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
