2 States First Look : સરહદો નહીં, આ તો 2 સ્ટેટ્સનો કેસ છે!
મુંબઈ, 24 ફેબ્રુઆરી : જાણીતા નવલકથાકાર ચેતન ભગતની ચોથી નવલકથા 2 સ્ટેટ્સ પર આધારિત ફિલ્મનો ફર્સ્ટ લુક રિલીઝ થઈ ગયો છે. આ ફિલ્મનું નામ પણ 2 સ્ટેટ્સ જ રાખવામાં આવ્યું છે. ફિલ્મનો ફર્સ્ટ લુક ખૂબ જ ઇમ્પ્રેસિવ તથા ઘણુ બધુ કહી જાય તેવો છે. ફિલ્મના પોસ્ટર ઉપર ભારતનો નક્શો બનેલો છે અને તેની ઉપર પેટના બળે અર્જુન કપૂર તથા આલિયા ભટ્ટ સૂતેલા છે. બંને એક-બીજાનો હાથ પકડવાની કોશિશ કરી રહ્યાં છે.
2 સ્ટેટ્સ ફિલ્મના ફર્સ્ટ લુકને જોઈ લાગે છે કે ફિલ્મ દેશના બે જુદા-જુદા ભાગોમાં રહેતા પ્રેમી-પંખીડાની પ્રણય-કથા છે કે જેમને મિલનમાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હશે. એમ કહેવું ખોટુ નહીં ગણાય કે 2 સ્ટેટ્સ ફિલ્મું પોસ્ટર જ ઘણુ બધુ કહી જાય છે. કરણ જૌહર અને સાજિદ નડિયાદવાલા નિર્મિત તથા અભિષેક વર્મન દિગ્દર્શિત 2 સ્ટેટ્સ ફિલ્મ 18મી એપ્રિલે રિલીઝ થવાની છે.
સ્ટુડન્ટ ઑફ ધ ઈયર ફિલ્મ સાથે બૉલીવુડ કૅરિયર શરૂ કરનાર આલિયા ભટ્ટની હાઈવે બાદ આ ત્રીજી ફિલ્મ હશે, તો અર્જુન કપૂર પણ ગુન્ડે ફિલ્મમાં તાજેતરમાં જ હિટ રહ્યાં છે. અર્જુન સાથેની આલિયાની નિકટતાઓએ ફિલ્મ પ્રત્યે લોકોમાં રસ જગાવ્યો છે. લોકોને આ લવ-સ્ટોરી ફિલ્મ પાસે ઘણી આશાઓ છે. 2 સ્ટેટ્સ બે એવા યુવાનોની વાર્તા છે કે જે જુદા-જુદા પરિવેશમાં ઉછર્યાં છે. એક સાઉથની યુવતી છો, તે એક પંજાબનો યુવક. કહે છે કે 2 સ્ટેટ્સ ચેતન ભગતની રીયલ લવ-સ્ટોરી છે.
ચાલો જોઇએ 2 સ્ટેટ્સ ફિલ્મની તસવીરી વિગત :

ફર્સ્ટ લુક
આલિયા ભટ્ટ અને અર્જુન કપૂરની ફિલ્મ 2 સ્ટેટ્સનો ફર્સ્ટ લુક તાજેતરમાં જ રિલીઝ થયો છે. કરણ જૌહર અને સાજિદ નડિયાદાવાલા નિર્મિત તથા અભિષેક વર્મન દિગ્દર્શિત 2 સ્ટેટ્સ ફિલ્મના પોસ્ટર ઉપર ભારતનો નક્શો બનેલો છે અને તેની ઉપર પેટના બળે અર્જુન કપૂર તથા આલિયા ભટ્ટ સૂતેલા છે. બંને એક-બીજાનો હાથ પકડવાની કોશિશ કરી રહ્યાં છે.

ચેતનની નવલકથા પર બીજી ફિલ્મ
2 સ્ટેટ્સ જાણીતા નવલકથાકાર ચેતન ભગતની ચોથી નવલકથા 2 સ્ટેટ્સ પર આધારિત ફિલ્મ છે. આ અગાઉ ચેતનની નવલકથા 5 મિસ્ટેક્સ ઑફ માય લાઇફ ઉપર કાઇ પો છે ફિલ્મ બની હતી.

રોમાંટિક કપલ
2 સ્ટેટ્સ ફિલ્મમાં અર્જુન કપૂર અને આલિયા ભટ્ટ રોમાંટિક કપલની ભૂમિકા ભજવી છે.

પંજાબી-સાઉથ યુગલની કહાણી
2 સ્ટેટ્સ એક પંજાબી યુવાન અને દક્ષિણ ભારતીય યુવતીની પ્રણય-કથા છે.

અમદાવાદમાં શૂટિંગ
2 સ્ટેટ્સ ફિલ્મ માટે અમદાવાદમાં પણ શૂટિંગ થયુ હતું.

ગોળલીમડા જ્યૂસની મજા
શૂટિંગ દરમિયાન આલિયા-અર્જુને ગોળલીમડા ખાતે જ્યુસની લિજ્જત માણી હતી.

રસ જગાવતી નિકટતાઓ
અર્જુન કપૂર સાથેની તેમની નિકટતાઓએ ફિલ્મ પ્રત્યે લોકોમાં રસ જગાવ્યો છે. લોકોને આ લવ-સ્ટોરી ફિલ્મ પાસે ઘણી આશાઓ છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?










Click it and Unblock the Notifications
