કંગનાના પર્સનલ બૉડીગાર્ડ પર રેપનો કેસ, બળજબરીથી બનાવતો અપ્રાકૃતિક સંબંધ
કંગના રનોતના પર્સનલ બૉડીગાર્ડ કુમાર હેગડે પર રેપ અને અપ્રાકૃતિક સંબંધ બનાવવાનો કેસ નોંધવામાં આવ્યો છે.
મુંબઈઃ બૉલિવુડ અભિનેત્રી કંગના રનોતના પર્સનલ બૉડીગાર્ડ કુમાર હેગડે પર રેપ અને અપ્રાકૃતિક સંબંધ બનાવવાનો કેસ નોંધવામાં આવ્યો છે. હેગડે પર આ આરોપ મુંબઈની એક બ્યુટિશિયન અને મેકઅપ આર્ટિસ્ટે લગાવ્યો છે. તેણે કહ્યુ છે કે હેગડેએ લગ્નનો ઝાંસો આપીને ઘણી વાર શારીરિક સંબંધ બનાવા અને અપ્રાકૃતિક યૌન શોષણ કર્યુ. એટલુ જ નહિ પીડિતાએ હેગડે પર એ પણ આરોપ લગાવ્યો છે કે તેણે 50 હજાર રૂપિયા વસૂલ્યા. મુંબઈની ડીએન નગર પોલિસે આ અંગે કેસ નોંધી લીધો છે અને પીડિતાને મેડિકલ ચેકઅપ માટે મોકલી છે.

પ્રપોઝ કર્યુ અને પછી બનાવવા લાગ્યો શારીરિક સંબંધ
કેસ 19 મેની રાતે નોંધવામાં આવ્યો છે. પીડિતાએ પોલિસને જણાવ્યુ કે કુમાર હેગડે હાલમાં કંગના રનોતના બૉડીગાર્ડ તરીકે કામ કરે છે. હેગડેએ સાથે તેની મુલાકાત વર્ષ 2013માં થઈ હતી. ગયા વર્ષે હેગડેએ પીડિતાને પ્રપોઝ કર્યુ. આ પ્રપોઝના જવાબમાં હા થયા બાદ હેગડે ઘણી વાર પીડિતાના ફ્લેટ પર જવા લાગ્યો. ધીમે ધીમે બંને વચ્ચે શારિરીક સંબંધ બનવા લાગ્યા. આ દરમિયાન ઘણી વાર તેણે પીડિતા સાથે અનનેચરલ સંબંધ પણ બનાવ્યા. 27 એપ્રિલે હેગડે ફરિયાદકર્તા મહિલાના ઘરેથી 50 હજાર રૂપિયા લઈને જતો રહ્યો.

કુમાર હેગડે યુવકો સાથે પણ બનાવતો હતો શારીરિક સંબંધ
પીડિતાની દોસ્તે એક ન્યૂઝ ચેનલ સાથે ખાસ વાતચીતમાં જણાવ્યુ કે કુમાર હેગડેને માત્ર છોકરીઓમાં જ નહિ પરંતુ છોકરાઓમાં પણ રુચિ હતી. તે તેમની સાથે પણ શારીરિક સંબંધ બનાવતો. તેણે જણાવ્યુ કે આ વિશે મારી દોસ્તને ખબર હતી પરંતુ તેને લાગતુ હતુ તે મજાક કરે છે. ત્યારબાદ બીજા લોકોએ પણ તેને આ વિશે માહિતી આપી.

ઘણી છોકરીએ સાથે કરી ચૂક્યો છે ગંદુ કામ
પીડિતાની દોસ્તે જણાવ્યુ કે લગ્નનો ઝાંસો આપીને કુમાર હેગડેઅ બીજી પણ ઘણી છોકરીઓ સાથે આવુ કરી ચૂક્યો છે. આ તેની આદત બની ચૂકી હતી. તે છોકરીઓને લગ્નનો ઝાંસો આપતો અને પછી તેમના પર રેપ કરતો. એટલુ જ નહિ તે એમની પાસેથી પૈસા પણ લેતો. તેમણે જણાવ્યુ કે કુમાર હેગડેએ કંગના રનૌતના બૉડીગાગ્ડ હોવાનો બહુ ફાયદો ઉઠાવ્યો અને આ રીતે તે માસૂમ છોકરીઓને પોતાના ઝાંસામાં લેતો હતો.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
