ગુજરાત સહિત ઉ. ભારતમાં રિલીઝ થઈ વિશ્વરૂપમ
અમદાવાદ, 1 ફેબ્રુઆરી : કમલ હસનની મોસ્ટ અવેટેડ ફિલ્મ વિશ્વરૂપમનું હિન્દી વર્ઝન આજે ગુજરાત સહિત સમગ્ર ઉત્તર ભારતમાં રિલીઝ થઈ ગયું છે. અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં આ ફિલ્મ અંગે કોઈ વિવાદ નથી અને ફિલ્મ શાંતિપૂર્વક રિલીઝ થઈ છે. ફિલ્મ અંગે ક્યાંય પણ કોઈ પ્રકારનો ઉહાપોહ નથી દેખાતો, જ્યારે ગુજરાત ઉપરાંત ઉત્તર ભારતના અન્ય રાજ્યોમાં પણ ફિલ્મ શાંતિપૂર્વક રિલીઝ થઈ છે. જોકે ઉત્તર પ્રદેશમાં ફિલ્મ રિલીઝ અંગે થોડીક મુંઝવણ હતી, પરંતુ ત્યાં પણ ફિલ્મ રિલીઝ થઈ ચુકી છે. લખનૌમાં પ્રિન્ટ ન પહોંચતા ફિલ્મનો પ્રથમ શો રદ્દ કરાયો હોવાનું જાણવા મળ્યું છે.

મળતી માહિતી મુજબ વિશ્વરૂપમ ફિલ્મની રિલીઝિંગ અંગે ન્યાયિક પ્રક્રિયા ચાલી રહી છે. જોકે ફિલ્મ શરુઆતમાં તેલુગુ અને તામિળ ભાષામાં રિલીઝ થઈ હતી અને મુસ્લિમ સંગઠનોના વિરોધના પગલે દક્ષિણ ભારતમાં આ બંને ભાષાઓમાં ફિલ્મની રિલીઝ ઘોંચમાં પડી છે, પરંતુ ઉત્તર ભારતમાં હિન્દી વર્ઝન આજે નિર્વિઘ્ને રિલીઝ થઈ ગયું છે. તેના માટે એડવાંસ બુકિંગ પણ ચાલુ છે.
જ્યાં સુધી ગુજરાતનો સવાલ છે, તો ગુજરાતમાં આ ફિલ્મ અંગે ક્યાંય કોઈ પણ જાતનો વિવાદ કે વિરોધ દેખાયો નથી અને દક્ષિણ ભારતમાં આટલા મોટા ઉહાપોહ છતાં ગુજરાતમાં ક્યાંયથી પણ વિરોધના સૂર ઉઠ્યા નથી. તેથી ફિલ્મ રિલીઝ અંગે કોઈ શંકા હતી જ નહીં. અપેક્ષા મુજબ જ ફિલ્મ અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં શાંતિપૂર્વક રિલીઝ થઈ છે. જોકે પ્રથમ દિવસે થિયેટરોમાં ભીડ ઓછી પ્રવર્તે છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
