રિલીઝ પહેલા જ વિવાદોમાં ફસાઈ અજય દેવગણની ફિલ્મ ‘તાનાજી', HCમાં થઈ ફરિયાદ
બોલિવુડ અભિનેતા અજય દેવગણ અને કાજોલ સ્ટારર ફિલ્મ તાનાજી-ધ અનસંગ વૉરિયર રિલીઝ પહેલા જ વિવાદોમાં પડી ગઈ છે.
બોલિવુડ અભિનેતા અજય દેવગણ અને કાજોલ સ્ટારર ફિલ્મ તાનાજી-ધ અનસંગ વૉરિયર રિલીઝ પહેલા જ વિવાદોમાં પડી ગઈ છે. ફિલ્મ સામે દિલ્લી ઉચ્ચ ન્યાયલયમાં એક અરજી દાખલ કરવામાં આવી છે જેમાં ફિલ્મ નિર્દેશક પર આરોપ લગાવવામાં આવ્યો કે તેમણે ફિલ્મની કહાનીમાં તાનાજી માલુસરેના અસલી વંશને છૂપાવી દેવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે ફિલ્મના વિરોધમાં અખિલ ભારતીય ક્ષત્રિય કોળી રાજબૂત સંઘ દિલ્લીએ અરજી કરીને એ દાવો કર્યો છે. આ મુદ્દે દિલ્લી હાઈકોર્ટે 19 ડિસેમ્બરના રોજ સુનાવણી કરશે.

ઉલ્લેખનીય છે કે ફિલ્મ તાનાજીને ઓમ રાઉતે ડાયરેક્ટ કરી છે. આ ફિલ્મમાં તેમણે મરાઠા સરદાર અને છત્રપતિ શિવાજી મહારાજના પાક્કા મિત્ર રહેલા તાનાજી માલસુરેની જિંદગીને દર્શાવવામાં આવી છે. અજય દેવગણ ઉપરાંત આ ફિલ્મમાં તેમની પત્ની કાજોલ, સૈફ અલી ખાન મુખ્ય ભૂમિકામાં છે. કોર્ટમાં અરજીકર્તાએ દાવો કર્યો છે કે અઝય દેવગણની આગામી ફિલ્મમાં તાનાજી માલસુરેના અસલી વંશજોને છૂપાવવામાં આવ્યા છે તેમના વિશે કોઈ માહિતી આપવામાં આવી નથી.
ટ્રેલર પર પણ થયો હતો વિવાદ
અજય દેવગણની ફિલ્મ તાનાજીનુ ટ્રેલર રિલીઝ થવા સાથે જ આ અંગે એનસીપી નેતાએ વિવાદ ઉભો કરી દીધો અને તેમણે ફિલ્મના નિર્માતાને ખુલ્લી રીતે ધમકી દીધી હતી. એનસીપી નેતા અને ધારાસભ્ય જિતેન્દ્ર અવ્હાડે તાનાજી ફિલ્મ માટે એક ધમકીભર્યુ ટ્વિટ કર્યુ અને ફિલ્મના ટ્રેલરમાં બતાવેલા પ્રસંગોને બિનઐતિહાસિક ગણાવી છે અને સંપૂર્ણપણે ખોટુ છે. તમે તેમાં ત્વરિત ફેરફાર કરો નહિતર હું મારી રીતે આના પર ધ્યાન આપીશ.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
