શાહરુખની તમામ ફિલ્મોની ખિચડી એટલે હૅપ્પી ન્યુ ઈયર...
મુંબઈ, 28 ઑક્ટોબર : હૅપ્પી ન્યુ ઈયરની સફળતાના ઝંડા એમ તો ઇંડિયા વાલે ગાડી રહ્યા છે, પણ ઓવરઑલ જોતા લાગે છે કે હૅપ્પી ન્યુ ઈયર શાહરુખ ખાનની તમામ ફિલ્મોનો મેળાવળો છે.
ફરાહ ખાન બૉલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના એકમાત્ર શાહરુખ ખાનના એવા ફૅન છે કે જેઓ ક્યારેય તેમનામાંથી બહાર જ નથી નિકળી શકતાં અને તેથી તેમણે હૅપ્પી ન્યુ ઈયર તરીકે શાહરુખની તમામ ફિલ્મોની ખિચડી બનાવી દીધી. હૅપ્પી ન્યુ ઈયર ફિલ્મ ગત 24મી ઑક્ટોબરે રિલીઝ થઈ છે. ફિલ્મમાં શાહરુખ ખાન અને દીપિકા પાદુકોણે ઉપરાંત અભિષેક બચ્ચન, બોમન ઈરાની, સોનૂ સૂદ અને વિવાન શાહ પણ છે.
ચાલો આપને હૅપ્પી ન્યુ ઈયરના એવા સીન્સ બતાવીએ કે જે શાહરુખની કોઈને કોઈ જૂની ફિલ્મની યાદ અપાવી જાય છે :

પાપ કા બદલા લેકર રહૂંગા
ફરાહની ફિલ્મ હૅપ્પી ન્યુ ઈયરની થીમ છે બદલો. બિલ્કુલ બાઝીગરની જેમ. એક અમીર બાપ, તેનો એક અમીર મિત્ર, ફ્રૉડનો કેસ, હીરોનો બાપ જેલની અંદર અને હીરો બદલાના પ્લાન સાથે જેલની બહાર. હાઉ ઓરિજનલ ફરાહ!

ડાન્સ કૉમ્પીટિશન-રબ ને બના દી જોડી
રબ ને બના દી જોડીમાં શાહરુખ ખાન અને અનુષ્કા શર્માના પાત્રોને નજીક લાવવા માટે આદિત્ય ચોપરા ડાન્સ કૉમ્પીટિશનનો સહારો લે છે. બસ, પછી શું? ફરાહે ત્યાંથી આઇડિયા ચોર્યો અને બનાવી નાંખી વર્લ્ડ ડાન્સ ચમ્પિયનશિપ થીમ.

કિસ્મત બડી ચીજ હૈ
ડાયલૉગ નવો છે, પણ લાગણી તે જ છે. કિસી ચીજ કો અગર શિદ્દત સે માંગો, તો પૂરી કાયનાત ઉસે મિલાને કી સાજિશ કરતી હૈ. અહીં પણ ફરાહ ખાન શાહરુખના હાવભાવથી લઈ ડાયલૉગ સુદ્ધા રિપીટ કરે છે. પછી શાહરુખ ખાન પિક્ચર અભી બાકી હૈ મેરે દોસ્ત કહેવાનું પણ નથી ભૂલતાં.

આગ લગાવતાં શાહરુખ-વાયલિન વગાડતી સુષ્મિતા
હૅપ્પી ન્યુ ઈયરમાં શાહરુખને જોતા જ આગ લાગી જાય છે, દીપિકાને તેઓ આટલા બધા પસંદ છે. બિલ્કુલ એવી જ રીતે મૈં હૂં નામાં સુષ્મિતાને જોતા જ મ્યુઝિક વાગવા લાગતુ હતું કે જે શાહરુખને ખૂબ પસંદ હતું.

દીપિકા પાછળ ઊભા છે-6 દિન લડકી ઇન
કલ હો ના હોનો ડાયલૉગ 6 દિન-લડકી ઇન જો યાદ હોય, તો આપને સમજાઈ જશે કે દરેક વખતે દીપિકા પાદુકોણે દ્વારા પાછળ ઊભા રહી કોઈ રહસ્ય સાંભળવાની પાછળ લૉજિક શું હતું. કલ હો ના હોમાં પણ પ્રીતિ ઝિંટા હીરો પાછળ બરાબર તે જ વખતે ઊભા હોય છે કે જ્યારે તે પ્લાન બતાવી રહ્યો હોય છે. સ્વાભાવિક છે કે હૅપ્પી ન્યુ ઈયરમાં કંઇક જુદુ કેવી રીતે હોઈ શકત?

તુમ ગિરો... મૈં હૂં ના
હૅપ્પી ન્યુ ઈયરના એક સીનમાં ડાન્સ સાથે લડતા-લડતા શાહરુખ ખાન બિલ્ડિંગના ખૂણે પહોંચી જાય છે, પરંતુ પડે છે ડાન્સર અને શાહરુખ તેમને બરાબર તેવી જ રીતે બચાવી લે છે કે જેમ તેમણે મૈં હૂં નામાં ઝાએદ ખાનને બચાવ્યા હતાં.

સિત્તેર મિનિટ
એચએનવાયના ક્લાઇમૅક્સની બરાબર પહેલા દીપિકા ચક દે ઇંડિયનો સિત્તેર મિનિટ ડાયલૉગ કૉપી કરે છે. તે ફિલ્મમાં આ એક ડાયલૉગ રુઆંટા ઊભા કરતો હતો, તો હૅપ્પી ન્યુ ઈયરનો આ ડાયલૉગ બસ દર્શકોને કંટાળો ઉપજાવે છે. જોકે ડાયલૉગ હસાવવા માટે મૂકવામાં આવ્યો છે, પણ એવું કશું થતું નથી.

દેશભક્તિ, તિરંગા અને શાહરુખની બાહો
શાહરુખ ખાન અંતે એક તિરંગા આગળ પોતાના ઓરિજનલ પોઝમાં ઊભા થઈ જાય છે. બિલ્કુલ ફિર ભી દિલ હૈ હિન્દુસ્તાની ફિલ્મની જેમ. એટલુ જ નહીં, આખા સીનની ઇફેક્ટ ફિર ભી દિલ હૈ હિન્દુસ્તાનીની યાદ અપાવી જાય છે.

અભિષેકની ઉલ્ટી-સતીશ શાહનું થૂંક
મૈં હૂં નામાં સતીશ શાહના થૂંકે સૌના માટે મુશ્કેલી સર્જી હતી. અહીં અભિષેક બચ્ચનને અવાર-નવાર ઉલ્ટી કરવાની વિચિત્ર ટેવ છે કે જે કોઈ હ્યૂમર નથી ઉપજાવતી. કંઈ પણ કરવાની એક હદ હોય છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
