ઇલિયાનાને લાઈવ સેશનમાં યુઝરે પૂછ્યું, વર્જિનિટી ક્યારે ગુમાવી?
ઇલિયાના ડિક્રુઝ બોલિવૂડની ખૂબ જ સુંદર અભિનેત્રીઓમાંની એક છે. તે સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે
ઇલિયાના ડિક્રુઝ બોલિવૂડની ખૂબ જ સુંદર અભિનેત્રીઓમાંની એક છે. તે સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે. તે તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ દ્વારા તેના ચાહકો સાથે જોડાયેલી રહે છે. તે ઘણીવાર વીડિયો અને ફોટા મૂકીને તેના ચાહકો સાથે વાતચીત કરે છે. તાજેતરમાં, ઇલિયાનાએ તેના ફેન્સ માટે 'મને પૂછો' (Ask Me Anything) સેશન રાખ્યું હતું. આ દરમિયાન અભિનેત્રીના ચાહકોએ તેમને વિવિધ પ્રશ્નો પૂછ્યા. આ પ્રશ્નો તેની આગામી ફિલ્મ, પસંદ અને નાપસંદ વગેરેને લગતા છે. પરંતુ તે દરમિયાન, અભિનેત્રીને એક સવાલ પૂછવામાં આવ્યો જેનાથી તે ગુસ્સો થઇ અને યુઝરને યોગ્ય જવાબ આપ્યો.

ઇલિયાનાને પૂછ્યું, વર્જિનિટી ક્યારે ગુમાવી?
ઇન્સ્ટાગ્રામ પરના સેશન દરમિયાન, યુઝરે ઇલિયાનાને પૂછ્યું, 'તમે વર્જિનિટી ક્યારે ગુમાવી? પ્રશ્નના જવાબમાં, ઇલિયાનાએ જવાબ આપ્યો, "તમારી માતા શું કહેશે." અભિનેત્રીએ ઇન્સ્ટા સ્ટોરી પર સવાલ-જવાબ સેશનનો ફોટો પણ શેર કર્યો છે. તમને જણાવી દઇએ કે આ માત્ર ઇલિયાના સાથે જ બન્યું નથી. થોડા દિવસો પહેલા જ એક્ટર ટાઇગર શ્રોફ સાથે કંઈક આવું જ બન્યું હતું.

મૂળ ગોવાની છે ઇલિયાના
ઇલિયાના ડી'ક્રૂઝ મૂળ ગોવાની છે. 30 વર્ષીય આ મોડેલ-એક્ટ્રેસનો જન્મ 1 નવેમ્બર, 1986ના રોજ થયો હતો. બોલિવૂડ પહેલાં તે તેલુગુ સિનેમામાં પોતાનું નસીબ અજમાવી ચૂકી છે.

બેસ્ટ ડેબ્યૂ એવોર્ડ
વર્ષ 2006માં આવેલી તેની તેલુગુ ફિલ્મ દેવાદાસુ માટે તેને ફિલ્મફેર એવોર્ડ ફોર બેસ્ટ ફીમેલ ડેબ્યૂ એનાયત કરવામાં આવ્યો હતો. ઇલિયાના તેલુગુની બેસ્ટ લીડિંગ એક્ટ્રેસિસમાંની એક છે. જો કે, બોલિવૂડમાં ઝંપલાવ્યા બાદ તે મુંબઇમાં જ રહે છે.

બોલિવૂડ ડેબ્યૂ એવોર્ડ
વર્ષ 2012માં તે અનુરાગ બાસુની ફિલ્મ બરફીમાં રણબીર કપૂર સામે જોવા મળી હતી. તેના આ રોલને ક્રિટિકલ એપ્રિસિએશન તો મળ્યું જ હતું, સાથે જ ફિલ્મફેર એવોર્ડ ફોર બેસ્ટ ફીમેલ ડેબ્યૂ પણ તને મળ્યો હતો.

પહેલી ફિલ્મનો અનુભવ
પોતાની પહેલી ફિલ્મ અંગે વાત કરતાં તેણે જણાવ્યું હતું કે, પહેલી ફિલ્મ દેવાદાસુના શૂટિંગ વખતે હું ખૂબ રડી હતી. મારાથી પ્રેશર હેન્ડલ નહોતું થઇ શક્યું, હું ફિલ્મ છોડવા માંગતી હતી. પરંતુ મારી મમ્મીએ મને હિંમત આપી. રાત્રે લગભગ 3 વાગ્યા સુધી તેણે મને લેક્ચર આપ્યું. દેવાદાસુ ફિલ્મ હિટ રહી અને ત્યાર બાદ મારે પાછું વળીને જોવાની જરૂર નથી પડી.

ઇલિયાના અને એન્ડ્રૂ
ઇલિયાનાના બોયફ્રેન્ડનું નામ છે એન્ડ્રૂ અને તે ખૂબ સારો ફોટોગ્રાફર છે. તેનું ઇન્સ્ટાગ્રામ પેજ ઇલિયાનાના સુંદર ફોટોઝથી ઉભરાય છે. ઇલિયાના પોતે પણ એ વાત સ્વીકારે છે કે, અન્ડ્રૂ સિવાય કોઇ તેને વધારે સારી રીતે કેમેરામાં કેપ્ચર નહીં કરી શકે.

ડોનાલ્ડ ટ્રંપને સપોર્ટ નથી કરતી
અમેરિકાના પ્રેસિડેન્ટ ઇલેક્શન સમયે ઇલિયાનાએ કહ્યું હતું કે, તે ડોનાલ્ડ ટ્રંપને સપોર્ટ નથી કરતી. ઇલિયાના યુએસમાં એક મેગા કોન્સર્ટમાં પર્ફોમ કરવા પહોંચી હતી. આ સમયે જ તેણે ડોનાલ્ડ ટ્રંપ અંગે નિવેદન આપ્યું હતું.

હું પોતાની જાતને ફેર નથી ગણતી
થોડા સમય પહલાં જ અભય દેઓલે ફેરનેસ ક્રિમ પ્રમોટ કરતાં સ્ટાર્સને આમ ન કરવા જણાવ્યું હતું. એ પહેલાં જ ઇલિયાનાએ આ અંગે નિવેદન આપ્યું હતું. તેણે જણાવ્યું હતું કે, હું મારી જાતને ગોરી નથી માનતી. ઘણી એવી એક્ટ્રિસિસ છે, જેનો સ્કિન ટોન ડસ્કી છે, પણ ખુબ સુંદર છે. મારું વ્યક્તિગત રીતે માનવું છે કે, સ્કિન કલરને સુંદરતા સાથે કોઇ લેવાદેવા નથી.

હેલ્ધી એ જ સુંદર
તેણે આગળ કહ્યું હતું કે, મારા મતે જો તમે હેલ્ધી છો અને ખુશ છો, તો તમે સુંદર છો. આ કારણે જ હું તે એન્ડોર્સ કરું છું. ઇલિયાના એક ફેરનેસ ક્રિમની ઇવેન્ટ પર પહોંચી હતી, જ્યાં તેણે આ વાત જણાવી હતી.

ફૂડ
ઇલિયાનાને તેની મમ્મીની રસોઇ ખૂબ જ પ્રિય છે. જો કે તે સિવાય તે ઇટાલિયન અને ચાયનીઝ ખાવાની પણ ઇલિયાના શોખીન છે.
આ પણ વાંચો: સાઉથની આ એક્ટ્રેસે પાણીમાં લગાવી આગ, જુઓ હૉટ પિક્સ
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
