TVના જાણિતા અભિનેતા શહીર શેખના પિતાનું નિધન, કોરોનાથી હતા સંક્રમિત
લોકપ્રિય ટીવી એક્ટર શાહીર શેખ પર દુ:ખનો પહાડ તૂટી પડ્યો છે. શાહીર શેખના પિતાનું અવસાન થયું છે. શાહિર શેખના પિતા કોરોનાથી સંક્રમિત હતા. જોકે, શાહીર શેખે હજુ સુધી તેના પિતાના મૃત્યુ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી. પરંતુ
લોકપ્રિય ટીવી એક્ટર શાહીર શેખ પર દુ:ખનો પહાડ તૂટી પડ્યો છે. શાહીર શેખના પિતાનું અવસાન થયું છે. શાહિર શેખના પિતા કોરોનાથી સંક્રમિત હતા. જોકે, શાહીર શેખે હજુ સુધી તેના પિતાના મૃત્યુ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી. પરંતુ તેના મિત્ર અને ટીવી અભિનેતા અલી ગોનીએ ટ્વિટર પર માહિતી આપી છે કે શાહીર શેખના પિતાનું નિધન થઈ ગયું છે. અલી ગોનીએ ટ્વીટ કરીને લખ્યું, "અલ્લાહ અંકલની આત્માને શાંતિ આપે. શાહીર શેખને દુખ સહન કરવાની શક્તિ આપે.

શાહીર શેખે કહ્યું હતું- 'મારા પિતા વેન્ટિલેટર પર છે...'
શાહીર શેખે 18 જાન્યુઆરીએ ટ્વિટ કરીને ચાહકોને તેના પિતાની સ્થિતિ વિશે જણાવ્યું હતું અને લોકોને તેના પિતા માટે પ્રાર્થના કરવાની વિનંતી કરી હતી. શહીરે તેના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પરથી લખ્યું, "મારા પિતા વેન્ટિલેટર પર છે, ગંભીર કોવિડ ચેપથી સંક્રમિત છે... કૃપા કરીને તેમને તમારી પ્રાર્થનામાં રાખો..." શહીરે પિતાનો એક ફોટો પણ શેર કર્યો હતો.

શાહીરના ફેન્સ પણ દુખી
શાહિરના ચાહકો પણ તેના પિતાના નિધનના સમાચાર સાંભળીને દુખી છે. ચાહકોએ દિવંગત આત્માને શ્રદ્ધાંજલિ આપી છે. અલી ગોનીની પોસ્ટ પર પ્રતિક્રિયા આપતા, એક યુઝરે લખ્યું, "મૃત આત્માને સ્વર્ગમાં શાંતિ મળે..અલ્લાહ તેમને સ્વર્ગની શ્રેષ્ઠતા આપે. સમગ્ર પરિવારને સંવેદના. "જ્યારે અન્ય એક યુઝરે લખ્યું, ભગવાન તમને આ દુખ સહન કરવાની શક્તિ આપે. અન્ય એક યુઝરે કહ્યું, "સમાચાર વિશે સાંભળીને ખૂબ જ દુઃખ થયું... મેં થોડા મહિના પહેલા જ કોરોનાને કારણે મારા પિતાને ગુમાવ્યા... હંમેશા પરિવાર સાથે રહો શાહિર. તમારી માતાનું ધ્યાન રાખજો."

શાહીર શેખ કોણ છે?
શાહીર શેખ 'યે રિશ્તે હૈ પ્યાર કે' અને 'કુછ રંગ પ્યાર કે ઐસે ભી' જેવા શોમાં અભિનય માટે જાણીતો છે. વર્ક ફ્રન્ટની વાત કરીએ તો શાહીર હાલમાં 'પવિત્ર રિશ્તા'ની સીઝન 2માં જોવા મળશે. બીજી સિઝનમાં શાહીર માનવનું પાત્ર ભજવશે. નંદિતા મહેરા દ્વારા નિર્દેશિત, 'પવિત્ર રિશ્તા...ઇટ્સ નેવર ટૂ લેટ' સિઝન 2નું પ્રીમિયર 28 જાન્યુઆરીએ ZEE5 પર થશે.
My dad is on a ventilator, suffering from a severe covid infection… pls keep him in your prayers ..🙏🏻🙏🏻🙏🏻 pic.twitter.com/z83Y6tigMs
— Shaheer Sheikh (@Shaheer_S) January 18, 2022
Inna Lillahi wa inna ilayhi raji'un 🙏🏼 May Allah rest uncle’s soul in peace bhai @Shaheer_S stay strong bhai ❤️
— Aly Goni (@AlyGoni) January 19, 2022
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
