બોલ રાધા બોલ, લાડલા જેવી સુપરહીટ ફિલ્મોના નિર્માતા નીતિન મનમોહનનુ નિધન, થોડા દિવસ પહેલા આવ્યો હતો હાર્ટ એટેક
બૉલિવુડ ઈન્ડસ્ટ્રીને સુપરહીટ ફિલ્મો આપનારા નિર્માતા નીતિન મનમોહનનુ નિધન થઈ ગયુ.
Nitin Manmohan Passed Away: બૉલિવુડમાંથી એક માઠા સમાચાર મળી રહ્યા છે. ફિલ્મ ઈન્ડસ્ટ્રીને 90ના દશકમાં સુપરહીટ ફિલ્મો આપનારા પ્રોડ્યુસર નીતિન મનમોહનનુ આજે નિધન થઈ ગયુ. થોડા દિવસો પહેલા જ તેમને હાર્ટ એટેક આવ્યો હતો ત્યારબાદ તેમને હૉસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા હતા. અત્યાર સુધી તેમનો ઈલાજ ચાલી રહ્યો હતો અને આજે સવારે તેમણે દુનિયાને અલવિદા કહી દીધી.

મીડિયા રિપોર્ટ મુજબ નીતિન મનમોહનને 4 ડિસેમ્બરે હાર્ટ એટેક આવ્યો હતો. તે સમયે તે મુંબઈમાં પોતાના ઘરે હતા. હાર્ટ એટેકના કારણે તેઓ બેભાન થઈ જતાં તેમને તાત્કાલિક મુંબઈની કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તબીબોના જણાવ્યા મુજબ તેમની હાલત ખૂબ જ ગંભીર હતી. તેમને વેન્ટિલેટર સપોર્ટ પર રાખવામાં આવ્યા હતા.
તમને જણાવી દઈએ કે નિર્માતા નીતિન મનમોહને દર્શકોને 'બોલ રાધા બોલ', 'લાડલા' અને 'દસ' જેવી ઘણી સુપરહિટ ફિલ્મો આપી છે. હાર્ટ એટેક બાદ નીતિન મનમોહન હૉસ્પિટલમાં ડૉક્ટરોની દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા હતા. ડૉકટરોના જણાવ્યા મુજબ દવાઓની અસર તેમના પર થઈ રહી હતી પરંતુ તેંમની સ્થિતિમાં કોઈ ફેરફાર જોવા મળ્યો ન હતો. નીતિનની હાલત દિવસેને દિવસે ચિંતાજનક બની રહી હતી.
તેમને આઈસીયુમાં રાખવામાં આવ્યા હતા અને વેન્ટિલેટર સપોર્ટ પર પણ હતા. નિર્માતા નીતિન મનમોહન બૉલિવુડના પ્રખ્યાત અભિનેતા મનમોહનના પુત્ર હતા. અભિનેતા મનમોહને 'બ્રહ્મચારી', 'ગુમનામ' અને 'નયા જમાના' જેવી હિન્દી ફિલ્મોમાં કામ કર્યુ છે. ઈન્ડસ્ટ્રીના લોકો નીતિનને તેના પિતાનો પડછાયો કહેતા હતા. નિર્માતા હોવા ઉપરાંત નીતિન એક સારા અભિનેતા પણ હતા. નીતિન મનમોહન છેલ્લે દૂરદર્શનની ટીવી સિરિયલ 'ભારત કે શહીદ'માં ચંદ્રશેખર આઝાદનું પાત્ર ભજવતા જોવા મળ્યા હતા.
નીતિનને હાર્ટ એટેક આવ્યા બાદ તેમનો પરિવાર ઘણો પરેશાન હતો. નીતિનના મિત્રો અને સંબંધીઓ પણ તેમના ઝડપી સ્વસ્થ થવાની પ્રાર્થના કરી રહ્યા હતા. નીતિનની ફિલ્મોના ચાહકો પણ નિર્માતાના ઝડપથી સ્વસ્થ થવાની કામના કરી રહ્યા હતા. તમને જણાવી દઈએ કે નિર્માતા નીતિન મનમોહનને હાર્ટ એટેકની ખબર મળતા જ અભિનેતા અક્ષય ખન્ના તેમને મળવા હૉસ્પિટલ પહોંચ્યા હતા. અક્ષય ખન્નાએ નીતિનની ફિલ્મ 'સબ કુશલ મંગલ'માં કામ કર્યુ છે. આ સિવાય તે નીતિનના ફેમિલી ફ્રેન્ડ પણ છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
