Exclusive Pics : ક્યૂટ કહેનાર પ્રત્યે નફરત કરે છે આલિયા ભટ્ટ...
મુંબઈ, 1 જુલાઈ : આલિયા ભટ્ટ ભવિષ્યના મોટા સ્ટાર ભાસવામાં આવી રહ્યાં છે અને તેમની સ્ટાર વૅલ્યુ સતત વધતી જાય છે. તેમની અત્યાર સુધી રિલીઝ થયેલી ત્રણે ત્રણ ફિલ્મો બ્લૉકબસ્ટર રહી છે અને એટલે જ તેઓ બૉલીવુડના ભવિષ્યના બિગ સ્ટાર ગણાય છે. સ્ટુડન્ટ ઑફ ધ ઈયર સાથે કૅરિયર શરૂ કરનાર આલિયાની છેલ્લી બે ફિલ્મો હાઈવે અને 2 સ્ટેટ્સ પણ બ્લૉકબસ્ટર રહી છે.
આલિયાની પ્રગતિનો તાજો દાખલો છે વૉગ મૅગેઝીનના કવર પેજ ઉપર તેમની હાજરી. જુલાઈ 2014ના વૉગ મૅગેઝીનના અંકના કવર પેજ પર આલિયા ભટ્ટને સ્થાન આપવામાં આવ્યું છે. આલિયાએ આ મૅગેઝીન માટે શાનદાર અને હૉટ ફોટોશૂટ પણ કરાવ્યુ હતું.
હાલમાં હમ્પ્ટી શર્મા કી દુલ્હનિયા ફિલ્મના પ્રમોશનમાં વ્યસ્ત આલિયા ભટ્ટે વૉગ મૅગેઝીનને આપેલા ઇંટરવ્યૂમાં જણાવ્યુ હતું - મેં સેક્સી ટૅગ હાસલ નથી કર્યો. લોકો મને ક્યૂટ કહે છે, તો મને ખરાબ લાગે છે.
ચાલો તસવીરોમાં બતાવીએ આલિયા ભટ્ટનું હૉટ ફોટોશૂટ :

વૉગના કવર પેજ પર આલિયા
હમ્પ્ટી શર્મા કી દુલ્હનિયાના પ્રમોશનમાં વ્યસ્ત આલિયા ભટ્ટે ટ્વીટ કરીને માહિતી આપી કે તેઓ વૉગના જુલાઈ 2014ના કવર પેજ પર છે. આલિયાએ તસવીર પોસ્ટ કરી અને ટ્વીટ કર્યું - ઇટ'સ ઍ વૉગ થિંગ.

ક્યૂટ નહીં, હૉટ કહો
આલિયા ભટ્ટને તેમને ક્યૂટ કહેનારાઓ પ્રત્યે નફરત છે અને એટલે જ તેમણે આ હૉટ ફોટોશૂટ કરાવ્યું છે.

આલિયા ઇન બ્લૅક એન્ડ વ્હાઇટ
આ શ્વેત-શ્યામ તસવીરમાં આલિયા ભટ્ટ ખૂબ જ વિંટેજ અનુભવી રહ્યાં છે.

મૅચ્યોર આલિયા
આલિયા ભટ્ટ આ તસવીરમાં વધુ મૅચ્યોર જણાય છે. તેઓ આ તસવીરમાં હાલની ઉંમર કરતા મોટા દેખાય છે.

કવર પર આલિયા
આલિયા ભટ્ટ લુક્સ સ્મૉકિંગ હૉટ.

સપ્ટેમ્બર, 2012માં
આલિયા ભટ્ટ વૉગના કવર પેજ પર સપ્ટેમ્બર, 2012ના અંકમાં પણ સ્થાન પામ્યા હતાં કે જ્યારે તેમણે સ્ટુડન્ટ ઑફ ધ ઈયર દ્વારા ડેબ્યુ કર્યુ હતું.












Click it and Unblock the Notifications
