Excl Pics : ચહેરા નથી બદલાતા... પઇચાન કોન?
મુંબઈ, 28 ડિસેમ્બર : કહે છે કે ઈશ્વરે આ જગતમાં અબજો માણસો બનાવ્યાં છે. દરરોજ કરોડો માણસો પેદા થાય છે, પરંતુ આટલી મોટી ભીડમાં પણ ઈશ્વર બે વ્યક્તિઓને આબેહૂબ નથી બનાવતાં અને ચહેરો તો માણસનો એવો પીછો કરે છે કે આખા જીવન સુધી તેની સાથે પડછાયાની જેમ જ રહે છે.
કોઈ પણ વ્યક્તિની ઓળખ તેના ચહેરા વડે જ કરી શકાય છે. ચહેરા લગભગ ક્યારેય બદલાતાં નથી. બાળપણમાં ચહેરાની જે છાપ તૈયાર છે, તે મૃત્યુ પર્યંત જળવાઈ રહે. જોકે તેમાં ફેરફાર આવે, પરંતુ તે સમૂળગૂ તો ન જ બદલાય. એટલે જ તો કોઈ પણ વ્યક્તિની બાળપણની તસવીર તેના હાલના ચહેરા સાથે મળતી આવે છે.
આજે આપણે જોઇશું બૉલીવુડના હાલના સ્ટાર્સની બાળપણની રૅર તસવીરો. જરા ઓળખી બતાવો કે આ બાળકો આજે કયા સ્ટાર્સ તરીકે ઓળખાય છે.

પઇચાન કોન?
ઓળખ્યા કે? પ્રથમ બે તસવીરો આપણાં મિસ્ટર પરફેક્શનિસ્ટ આમિર ખાનની છે જ્યારે બીજી તસવીરમાં આમિર ખાન પોતાના ભત્રીજા ઇમરાન ખાન સાથે દેખાય છે.

પઇચાન કોન?
ઐશ્વર્યા રાયનો ચહેરો સામે આવતાં જ બધા ઓળખી જાય. તેમની કઈ-કઈ ઓળખ આપવી. હાલ તો તેઓ બિગ બી ખાનદાનના વહુ છે, તો આરાધ્યા જેવી દીકરીના માતા પણ છે. એવું નથી લાગતું કે તેઓ પોતે બાળપણમાં પણ કંઇક આરાધ્યા જેવાં જ દેખાતા હતાં?

પઇચાન કોન?
પહેલી તસવીર કોની છે? ન ઓળખી શક્યાને? આ ભાઈ છે અક્ષય ખન્ના. તો બીજી તસવીરમાં અમીષા પટેલ પોતાના ભાઈ સાથે જણાય છે.

પઇચાન કોન?
બૉલીવુડના મહાનાયક બિગ બી અમિતાભ બચ્ચન બાળપણમાં કેવા દેખાતા હતાં. ઉપરની તસવીર દ્વારા આપ જ જોઈ લ્યો. નીચેની તસવીર પિતા અમિતાભ બચ્ચનની છે કે જેઓ પુત્ર અભિષેકને સ્નેહ કરી રહ્યાં છે. અભિષેક પણ બાળપણમાં પોતાના પિતા જેવા જ નહોતા લાગતાં?

પઇચાન કોન?
બૉલીવુડના બિલ્લી બિપાશા બાસુ બાળપણમાં બિલાડી જેવા જ દેખાતાં લાગે છે. પોતાની હૉટ અદાઓથી યુવાનોના દિલ પર રાજ કરનાર બિપાશા કેટલા બધા ક્યૂટ લાગતા હતાં.

પઇચાન કોન?
પ્રથમ તસવીર ગુલ પનાગની છે, તો બીજી તસવીરમાં દીપિકા પાદુકોણેનું બાળપણનું નિર્દોષ-નિષ્કામ સ્મિત જણાય છે.

પઇચાન કોન?
કોઈ મિલ ગયા. કૃષ હૃતિક રોશનની બાળપણની બોલતી તસવીરો ઘણું બધું કહી જાય છે. ભોળા હૃતિક આજે તો એક્શન દ્વારા ભલભલા વિલેનના છક્કા છોડાવી દે છે.

પઇચાન કોન?
આ ભાઈ કોણ છે? ઓળખ્યા કે નહીં? હૉટ હૉટ જ્હૉન અબ્રાહમ છે. મસ્તીખોર લાગે છે જ્હૉન.

પઇચાન કોન?
શાહરુખ સાથે ફિલ્મી પડદે ધૂમ મચાવનાર અને અજય દેવગણના પત્ની કાજોલ આ બંને સંબંધો પહેલાં વીતેલા જમાનાના અભિનેત્રી તનુજાના પુત્રી પણ છે. કેટલા ક્યૂટ લાગે છે કાજોલ.

પઇચાન કોન?
માસૂમ ચહેરો ધરાવતાં કરિશ્મા કપૂર અને હલકટ જવાની તથા ફેવીકૉલ જેવા આયટમ સૉંગ કરનાર કરીના કપૂર બાળપણમાં બહેન કરતાં બહેનપણી વધારે લાગતા હતાં.

પઇચાન કોન?
કરિશ્મા અને કરીના બાળપણમાં.

પઇચાન કોન?
ચિકની ચમેલી અને શીલા કી જવાની ફેમ કૅટરીના કૈફ બે ચોટલીમાં કેટલા બધાં માસૂમ લાગે છે?

પઇચાન કોન?
આ ભાઈ છે આપણાં લીજેન્ડ સિંગર મુકેશના પૌત્ર અને નિતિન મુકેશના પુત્ર નીલ નિતિન મુકેશ. પોતાના માતા સાથે આંખો બંધ કરી આરામથી ઉંઘી રહ્યાં છે નીલ.

પઇચાન કોન?
સાવરિયાથી શરુઆત કરના અને બર્ફી જેવી હિટ ફિલ્મના નાયક રણબીર કપૂર અને બહેન રિદ્ધિમા કપૂર પોતાના પરિવાર સાથે.

પઇચાન કોન?
પ્રથમ તસવીર છે મસ્ત મસ્ત ગર્લ રવીના ટંડનની, તો બીજી તસવીરમાં છોટે નવાબ સૈફ અલી ખાન પોતાના બહેનો સોહા અને સબા સાથે જણાય છે.

પઇચાન કોન?
આ ભાઈને ઓળખ્યા કે નહીં? ગઈકાલે જ તેમણે 47મો જન્મ દિવસ ઉજવ્યો છે. ન સમજ્યાં? ચાલો અમે જ બતાવી દઇએ. આ ભાઈ છે બૉલીવુડના દબંગ સલમાન ખાન.

પઇચાન કોન?
પ્રસિદ્ધ અભિનેતા સુનીલ દત્ત અને અભિનેત્રી નરગિસના પુત્રને કોણ ન ઓળખે. બૉલીવુડના મુન્નાભાઈ બાળપણમાં કંઇક આવા દેખાતા હતાં.

પહિચાન કૌન?
ઐય્યા....! અરે ભાઈ ઊપરની તસવીરો આપણાં રાણી મુખર્જીની છે, તો નીચેની તસવીરોમાં જણાય છે શાહિદ કપૂર.

પઇચાન કોન?
આમને કોણ ન ઓળખે? બૉલીવુડના કિંગ ખાન છે. શાહરુખ ખાન સગીરાવસ્થામાં ખૂબ જ મસ્તીખોર જણાય છે.

પઇચાન કોન?
ચહેરો ક્યાં પીછો છોડે છે? પ્રથમ તસવીરમાં ન પકડી શકાય, તો બીજી તસવીર તો સીધેસીધી ચાડી ખાય જ છે કે આ ભાઈ આપણાં બાદશાહ શાહરુખ ખાન છે.

પઇચાન કોન?
આંખો ચાડી ખાય છે ભાઈ. બરાબર ઓળખ્યા આપ. શશિ કપૂર જ છે. બાળપણમાં જેવી આંખો હતી, તેવી જ આંખો ફિલ્મી પડદે પણ ખૂબ કમાલ કરતી રહી હતી.

પઇચાન કોન?
બાઝીગરના ક્યૂટ ગર્લ શિલ્પા શેટ્ટી પછી તો ફિલ્મો કરતાં પોતાની વિવિધ ગેરફિલ્મી પ્રવૃત્તિઓના કારણે વધુ જાણીતા થયાં. બાળપણમાં તેઓ કંઇક આવા દેખાતા હતાં.

પઇચાન કોન?
અનિલ કપૂરને તો ઓળખી જ ગયા હશોને? ભાઈ તેમની સાથે કોણ છે? એમ તો અનિલને ત્રણ સંતાનો છે, પણ તસવીરમાં તેમની સાથે તેમના બે પુત્રીઓ સોનમ અને રેહા છે. હવે આપ જ ઓળખવાનો પ્રયત્ન કરો કે આ બેમાંથી સોનમ કોણ છે અને રેહા કોણ છે?

પઇચાન કોન?
તસવીરમાં એક બાળકી છે અને સ્વાભાવિક છે કે તેની આજુબાજુ તેના માતા-પિતા જ હશે. કોણ છે આ બાળકી? આ બાળકી છે શ્રીદેવી. જો જો આ બાળકી બહુ સારૂ ઇંગ્લિશ જાણે છે હો.

પઇચાન કોન?
આ બાળક બહુ ઘાતક અને ઘાયલ કરી દે તેવો છે. સમજી ગયા ને? બૉલીવુડના હી મૅન સાથે તો આવો જ બાળક હોય ને. હા જી. આ તસવીરમાં દેખાય છે સની દેઓલ.

પઇચાન કોન?
બૉલીવુડના જમ્પિંગ બૉયને કોણ ભુલી શકે? જિતેન્દ્રના પુત્ર તુષાર કપૂર જોકે બૉલીવુડમાં કંઇક ખાસ સફળતા હાસલ નથી કરી શક્યા, પરંતુ ગોલમામ જેવી ફિલ્મોમાં તુષારે ગૂંગા રહી ઘણું બધું કરી નાંખ્યું. જુઓ કેવા લાગે છે તુષાર કપૂર બાળપણની તસવીરમાં.

પઇચાન કોન?
રાઉડી રાઠોડ અને ખિલાડી 786 સાથે આ બાળકીને તે વખતે કોઈ સંબંધ નહોતો, પરંતુ આજે તો આ બાળકી અક્ષય કુમારના પત્ની છે. ઓળખ્યા કે નહીં? આ તસવીર ટ્વિંકલ ખન્નાની બાળપણની છે. એ તો સૌ જાણે જ છે કે ટ્વિંકલ ખન્ના સુપરસ્ટાર રાજેશ ખન્ના અને બૉબી ગર્લ ડિમ્પલ કાપડિયાનાં પુત્રી છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા -
Gujarat Weather: રાજયમાં કાળઝાળ ગરમી વચ્ચે બે દિવસ વરસાદી સંકટ, જાણો હવામાન વિભાગની આગાહી








Click it and Unblock the Notifications
