આટલા માટે મહિલાઓને હોય છે બ્રેસ્ટઃ ટ્રોલ કરાતા અભિનેત્રી એવલિન શર્માએ આપ્યો જડબાતોડ જવાબ
એવલિને હાલમાં જ પોતાની દીકરી એવાને બ્રેસ્ટ ફીડિંગ કરાવતો એક ફોટો શેર કર્યો જેને લઈને હવે તેને ટ્રોલિંગનો સામનો કરવો પડી રહ્યો છે.
સિડનીઃ 'યે જવાની હે દિવાની' ફેમ એવલિન શર્મા મા બન્યા બાદ હાલમાં પોતાનો પૂરો સમય બાળકની દેખરેખમાં પસાર કરી રહી છે. 2 મહિના પહેલા તેણે પોતાના પહેલા બાળકને જન્મ આપ્યો જેની સાથે તે પોતાનો ફોટો ઈન્સ્ટાગ્રામ પર શેર કરતી રહે છે. એવલિને હાલમાં જ પોતાની દીકરી એવાને બ્રેસ્ટ ફીડિંગ કરાવતો એક ફોટો શેર કર્યો જેને લઈને હવે તેને ટ્રોલિંગનો સામનો કરવો પડી રહ્યો છે. જો કે અભિનેત્રીએ પણ ટ્રોલર્સને જડબાતોડ જવાબ આપ્યો.

નવેમ્બર, 2021માં બની મા
તુષાન ભિંડી સાથે લગ્ન બાદ બૉલિવુડ અભિનેત્રી એવલિન શર્માએ 12 નવેમ્બરે પોતાની દીકરી એવાને જન્મ આપ્યો હતો. સોશિયલ મીડિયા પર ઘણી સક્રિય રહેતી એવલિન ઘણીવાર પોતાની દીકરી સાથે ફોટો પોસ્ટ કરે છે. મધરહુડને એન્જૉય કરી રહેલી એવલિનને ક્યાં ખબર હતી કે તેણે પોતાના જ ફોટા માટે ટ્રોલ થવુ પડશે. હવે અભિનેત્રીએ ટ્રોલર્સ વિશે ખુલીને વાત કરી છે અને એક વાર ફરીથીલ બ્રેસ્ટફીડિંગનો ફોટો શેર કરીને જડબાતોડ જવાબ આપ્યો છે.

ફોટો માટે થઈ ટ્રોલ
અભિનેત્રી એવલિને ખુદને ટ્રોલ કરવા પર પોતાની પ્રતિક્રિયા આપી છે. પોતાના લેટેસ્ટ ઈન્ટરવ્યુમાં અભિનેત્રીએ સ્તનપાન કરાવતી અન્ય મહિલાઓના ફોટો ટ્રોલ કરવા પર પણ વાત કરી. એવલિને કહ્યુ, આવા ફોટો એક જ સમયે સંવેદનશીલતા અને સ્ટ્રેન્થને દર્શાવે છે, મને આ સારુ લાગે છે. સ્તનપાન સૌથી નેચરલ અને સ્વસ્થ વસ્તુઓમાંની એક છે. આ જ કારણ છે કે મહિલાઓના સ્તન સૌથી ઉપર હોય છે, તો આના માટે શરમાવવાનુ કેમ?

ટ્રોલર્સને આપ્યો જોરદાર જવાબ
ટ્રોલિંગથી નિરાશ થવાના બદલે એવલિન દરેક વસ્તુમાં પૉઝિટિવીટી શોધે છે. અભિનેત્રીએ આગળ કહ્યુ કે હું પહેલી વાર મા બની છુ અને આ સફને પોતાના ફ્રેન્ડસ અને ફેન્સ સાથે શેર કરવા માંગુ છુ. એ જરુરી છે કે હું સોશિયલ મીડિયા પર પોતાની છબીને અંગત બનાવી રાખવી જોઈએ અને ના કામ વિશે જણાવવુ જોઈએ. તમને જણાવી દઈએ કે એવલિને વર્ષ 2019માં પોતાના બૉયફ્રેન્ડ તુષાન ભિંડી સાથે સગાઈ કરી હતી.

ક્યાં રહે છે એવલિન શર્મા
તેના બે વર્ષ બાદ 2021માં બંનેએ લગ્ન કરી લીધા. લગ્નમાં માત્ર તેમના પરિવારવાળા અને ખાસ દોસ્તોને જ શામેલ કરવામાં આવ્યા હતા. યે જવાની હે દિવાનીની અભિનેત્રી અવલિન 15 મેના રોજ ઑસ્ટ્રેલિયામાં બ્રિસ્બેન પાસે ડૉ. તુશાન ભિંડી સાથે લગ્નના બંધનમાં બંધાઈ હતી. બંને હાલમાં ઑસ્ટ્રેલિયામાં રહે છે. સોશિયલ મીડિયા પર એવલિન ઘણી સક્રિય રહે છે. હાલમાં તે બૉલિવુડથી દૂર છે. એવલિન ઘણી ફિલ્મોમાં જોવા મળી ચૂકી છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
