'હીરો શર્ટલેસ હોય તો કહો છો - વાહ શું બૉડી છે, પછી મારા ટૉપ ઉતારવા પર ગાળો કેમ?'
ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર ટૉપલેસ ફોટો શેર કર્યો હતો. જેને લઈને તેને ઘણી અસહજ કમેન્ટ્સનો સામનો કરવા પડ્યો હતો. આ ફોટા માટે ટ્રોલ થવા પર ઈશા ગુપ્તાએ જવાબ આપ્યો છે.
મુંબઈઃ ફિલ્મ અભિનેત્રી ઈશા ગુપ્તા હાલમાં મલ્લિકા શેરવાત સાથે પોતાની વેબ સીરિઝ 'નકાબ'ને લઈને ચર્ચામાં છે. વળી, ઈશા ગુપ્તા સોશિયલ મીડિયા પર પણ સતત સનસની મચાવી રહી છે. ઈશા ગુપ્તા પોતાના બોલ્ડ ફોટાને લઈને ઘણી વાર સોશિયલ મીડિયા પર છવાયેલી રહે છે. હાલમાં જ ઈશા ગુપ્તાએ પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર ટૉપલેસ ફોટો શેર કર્યો હતો. જેને લઈને તેને ઘણી અસહજ કમેન્ટ્સનો સામનો કરવા પડ્યો હતો. આ ફોટા માટે ટ્રોલ થવા પર ઈશા ગુપ્તાએ જવાબ આપ્યો છે.

મહિલાઓને ટ્રોલ કરવી એક ભેદભાવ
ઈશાએ પોતાના બે ફોટા સોશિયલ મીડિયા પર શેર કર્યા હતા. આમાં તે બાલકનીમાં ઉભેલી જોવા મળે છે. ઈશા બહારની તરફ જોઈ રહી છે અને ફોટામાં તેની બેક દેખાઈ રહી છે. ઈશાએ જીન્સ પહેર્યુ છે પરંતુ ઉપર તેણે કંઈ પહેર્યુ નથી. આ ફોટાને લઈને ટ્રોલિંગ પર ઈશાએ એક ઈન્ટરવ્યુમાં કહ્યુ છે કે આ બધુ જેન્ડર માટેનો ભેદભાવ છે. કોઈ હીરો જ્યારે શર્ટ ઉતારે તો તેની પ્રશંસા થાય છે પરંતુ આ વાત માટે અભિનેત્રીને ગાળો ખાવી પડે છે અને ટ્રોલ કરવામાં આવે છે.

લોકોની માનસિકતામાં છે મુશ્કેલી
ઈશાએ કહ્યુ, 'મેલ એક્ટર પોતાનો શર્ટલેસ ફોટો શેર કરે છે, ત્યારે તેમને કોઈ આવુ નથી કહેતુ કે કપડા પહેરો. લોકો ઉલટાનુ તેની બૉડીની પ્રશંસા કરે છે. આ લોકોની માનસિકતા છે જેને બ્લેમ કરવી જોઈએ નહિ કે કોઈ છોકરીને ટોકવી જોઈએ. જો મહિલાના કપડા જોઈને કોઈ ખોટા વિચારો આવતા હોય તો તે તેની મુશ્કેલી છે.'

હવે મને ફરક નથી પડતો
ઈશાએ સતત ટ્રોલિંગનો સામનો કરવા પર કહ્યુ, 'હું આ બધાને લઈને હવે મેચ્યોર થઈ ગઈ છુ અને રિએક્ટ નથી કરતી. સાચુ એ છે કે તમે કંઈ પણ કરો લોકો તમારા પર આંગળી ઉઠાવે જ છે. અહીં સુધી કે લોકોએ ત્યારે પણ ઉલટી-સીધી કમેન્ટ કરી હતી જ્યારે મે સાડીમાં ફોટો શેર કર્યો હતો. એક વાર મે મેકઅપ વિના ફોટો મૂક્યોતો લોકોએ બદસુરત કહી અને મેકઅપને લઈને પણ ઘણી વાર ટ્રોલ કરી ચૂક્યા છે.'

ફિલ્મોમાં થઈ ગયો છે ઈશાને લાંબો સમય
ઈશા ગુપ્તાએ પોતાનુ ડેબ્યુ જન્નત 2 સાથે કર્યુ હતુ. જન્નત 2માં ઈમરાન હાશમી સાથે ડેબ્યુ કરનાર ઈશા ગુપ્તાને બેસ્ટ ડેબ્યુનુ નૉમિનેશન મળ્યુ હતુ. ત્યારબાદ રાઝ 3ડી અને બાદશાહોમાં ઈશા ગુપ્તા જોવા મળી. તે એક સફળ મૉડલ રહી ચૂકી છે. 2007માં તેણે મિસ ઈન્ડિયા ઈન્ટરનેશનલ ખિતાબ જીત્યો હતો. 2010માં તે કિંગફિશર કેલેન્ડરનો પણ હિસ્સો રહી. તેને મિસ ઈન્ડિયામાં મિસ ફોટોજેનિકનો પણ ખિતાબ આપવામાં આવ્યો હતો.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
