ઈશા દેઓલે ભરત તખ્તાની સાથે ડિવૉર્સ પછી શેર કરેલી પહેલી પોસ્ટ થઈ વાયરલ, કહ્યુ- ફરક નથી પડતો ભલે ગમે એટલો...
Esha Deol Bharat Takhtani Divorce: હેમા માલિની અને ધર્મેન્દ્રની પુત્રી ઈશા દેઓલ હાલમાં ચર્ચામાં છે. તેણે તાજેતરમાં જ ભરત તખ્તાનીથી અલગ થવાની જાહેરાત કરી હતી. તેમના 11 વર્ષના લગ્નજીવનનો અંત લાવ્યા બાદ અભિનેત્રી હવે તેના બે બાળકો સાથે મુંબઈમાં માતા હેમા માલિનીના ઘરે શિફ્ટ થઈ ગઈ છે.
ભરત તખ્તાની સાથે છૂટાછેડાના સમાચાર વચ્ચે ઈશા દેઓલે થોડા સમય માટે સોશિયલ મીડિયાથી અંતર જાળવી લીધુ હતુ. પરંતુ હવે તેણે છૂટાછેડા પછી તેની પહેલી તસવીર શેર કરી છે. જે સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.

ફોટામાં જોઈ શકાય છે કે અભિનેત્રી કારમાં બેસીને સેલ્ફી લેતી જોવા મળી રહી છે. આ દરમિયાન તેણે બ્લેક સ્લીવલેસ ટૉપ પહેર્યું છે. આ સાથે માથા પર કેપ અને આંખો પર સનગ્લાસ લગાવવામાં આવ્યા છે. આ ફોટો કરતાં વધુ ઈશા દેઓલના કેપ્શને ચાહકોનું ધ્યાન ખેંચ્યું.
અભિનેત્રીએ ફોટો શેર કરીને લખ્યું, 'ફરક નથી પડતો, અંધકાર ગમે તેટલો ગાઢ હોય, સૂરજ ચોક્કસ ઉગે છે.' હવે ઈશા દેઓલના ફેન્સ આ પોસ્ટ પર અલગ અલગ રીતે કોમેન્ટ કરી રહ્યા છે. એક યુઝરે કોમેન્ટ કરીને લખ્યું કે, 'જીવન જે આપે છે તે ખુશીથી લો.' એકે લખ્યું, 'ભગવાન કરે તમે હંમેશા ખુશ રહો.'
તમને જણાવી દઈએ કે થોડા દિવસો પહેલા ઈશા દેઓલ અને ભરત તખ્તાનીએ તેમના છૂટાછેડાની જાહેરાત કરી હતી. દિલ્હી ટાઈમ્સનો અહેવાલમુજબ તેણે પોતાના નિવેદનમાં કહ્યું હતું કે, "અમે પરસ્પર સંમતિથી અલગ થવાનો નિર્ણય કર્યો છે. અમે અમારા બંને બાળકો માટે આ નિર્ણય લીધો છે. છૂટાછેડા પછી બંને એકસાથે તેમનું ધ્યાન રાખશુ. અમે પ્રશંસા કરીશું કે અમારી ગોપનીયતાનો આદર કરવામાં આવે."
રિપોર્ટસ અનુસાર, ઈશા અને ભરતના છૂટાછેડાનું કારણ તેમનો પરસ્પર ઝઘડા હોવાનું કહેવામાં આવી રહ્યું છે. કેટલાક રિપોર્ટસ એવો પણ દાવો કરવામાં આવ્યો હતો કે ભરતનું એક્સ્ટ્રા મેરિટલ અફેર હતું જેના કારણે ઈશાએ આવું પગલું ભરવું પડ્યું હતું. જો કે, છૂટાછેડાના વાસ્તવિક કારણ અંગે દંપત્તિ તરફથી કોઈ નિવેદન બહાર આવ્યું નથી. તમને જણાવી દઈએ કે ઈશા અને ભરતના લગ્ન વર્ષ 2012માં થયા હતા. દંપત્તિને બે પુત્રીઓ પણ છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
