'એકસ્ટ્રા મેરિટલ અફેર કે કંઈ બીજુ...', ઈશા દેઓલ અને ભરત તખ્તાની વચ્ચે કેમ થયા ડિવૉર્સ? આ કારણે આવી ખટાશ
Esha Deol Bharat Takhtani Divorce: ડ્રીમ ગર્લ હેમા માલિની અને ધર્મેન્દ્રની મોટી દીકરી ઈશા દેઓલના તેના પતિ ભરત તખ્તાની સાથેના 12 વર્ષ જૂના લગ્નજીવનનો અંત આવ્યો. જો કે છેલ્લા કેટલાક સમયથી તેમના અલગ થવાના સમાચાર આવી રહ્યા હતા, પરંતુ કપલે હવે પોતે જ તેની પુષ્ટિ કરી છે.
તમને જણાવી દઈએ કે ભરત તખ્તાની અને ઈશા દેઓલે તેમના છૂટાછેડાના સમાચારની પુષ્ટિ કરતા કહ્યું કે બંનેએ પરસ્પર સહમતિથી અલગ થવાનો નિર્ણય લીધો છે. જોકે, તેમના છૂટાછેડા પાછળનું કારણ ભરતનું એક્સ્ટ્રા મેરિટલ અફેર હોવાનું કહેવાય છે. પરંતુ હવે તેની પાછળનું બીજું કારણ સામે આવ્યું છે.

ભરત અને ઈશાના છૂટાછેડા પછી બધા જાણવા માંગે છે કે એવું શું થયું કે વાત છૂટાછેડા સુધી પહોંચી ગઈ. તમને જણાવી દઈએ કે ઈશા દેઓલે વર્ષ 2020માં તેનું એક પુસ્તક 'અમ્મા મિયા' પ્રકાશિત કર્યું હતું. જેમાં તેણે જણાવ્યું હતું કે તેની બીજી પુત્રીના જન્મ બાદ તેના ભરત સાથેના સંબંધો બગડવા લાગ્યા હતા.
એશાએ પોતાના પુસ્તકમાં લખ્યું છે કે જ્યારે તેની બીજી પુત્રીનો જન્મ થયો ત્યારે ભરત ખૂબ જ ચિડીયો થઈ ગયો હતો. ભરતને લાગવા માંડ્યું હતુ કે એશા તેના પર ધ્યાન નથી આપી રહી. તે તેની બે દીકરીઓની સંભાળ રાખવામાં વ્યસ્ત રહેતી હતી અને આનાથી ભરત એકદમ એકલવાયો અનુભવતો હતો. જેના કારણે તેમના સંબંધોમાં સમસ્યાઓ ઉભી થવા લાગી હતી. આવી સ્થિતિમાં તેમના છૂટાછેડાનું આ એક મોટું કારણ બની શકે છે.
ટાઈમ્સ ઑફ ઈન્ડિયાના અહેવાલ મુજબ ઈશા અને ભરતે જણાવ્યું કે બંને પરસ્પર સહમતિથી અલગ થઈ રહ્યા છે. જોકે, આ નિર્ણયથી તેમના બંને બાળકોના ઉછેરમાં કોઈ ફરક પડશે નહીં. દંપત્તિ તેમના બાળકોની સાથે મળીને કાળજી લેશે. તમને જણાવી દઈએ કે એશા અને ભરતના લગ્ન વર્ષ 2012માં થયા હતા. દંપત્તિની દીકરીઓના નામ રાધ્યા અને મીરાયા છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
