Jholuraam Song : ‘ઇમરાનના સ્પર્શે ગીત થાય છે હિટ’
મુંબઈ, 27 મે : ઘનચક્કર ફિલ્મના ઝોલૂરામ ગીત સાથે કમબૅક કરી રહેલાં ગાયક અલ્તાફ રાજા ફિલ્મના હીરો ઇમરાન હાશમીના જાદુઈ ટચથી પ્રભાવિત છે. તેઓ કહે છેકે ઇમરાનમાં વસ્તુઓને સફળ બનાવવની કાબેલિયત છે. અલ્તાફ રાજા પોતે પણ આ ગીતમાં ઇમરાન હાશમી સાથે નજરે પડે છે.
ઇમરાનના વખાણ કરતાં અલ્તાફ રજા કહે છે - ઇમરાન જે વસ્તુને સ્પર્શ કરે છે, તો સોનું થઈ જાય છે. સોનિયો..., પી લૂં..., તુમ મિલે..., આશિક બનાયા આપને... અને ઇશ્ક સૂફિયાના... જેવા બૉલીવુડ ગીતોની સફળતા પાછળ ઇમરાનનો સ્પર્શ જ છે. અલ્તાફ રાજાએ જણાવ્યું - તેમની પાસે ઘણાં હિટ ગીતો છે કે જેના ક્રેડિટ તેઓને જાય છે. તેઓ એક એવા સ્ટાર છે કે જેમની ઉપર છેલ્લા પાંચ વરસમાં અનેક હિટ સૉંગ્સ ફિલ્માવાયાં છે.
અલ્તાફે જણાવ્યું - મને આશા છે કે ઘનચક્કર ફિલ્મનું ઝોલૂરામ... ગીતના ફની મોમેંટ્સ પણ લોકોને ગમશે અને ગીત હિટ બનશે. ઝોલૂરામ ગીત ઇમરાન હાશમીના કૅરેક્ટરનું વર્ણ કરે છે. ફિલ્મ આગામી 28મી જૂનના રોજ રિલીઝ થવાની છે.
ઇમરાન હાશમી પણ આ ગીતને લઈને ખૂબ જ ઉત્સાહિત છે. તેમણે જણાવ્યું કે અલ્તાફ રાજા સાથે કામ કરતાં મજા પડી. અલ્તાફનો અવાજ લોકોનો અવાજ છે. જ્યારે અલ્તાફે પરદેસી ગીત ગાયુ હતું, ત્યારે આખા દેશે તે ગીત ગાયુ હતું. ઘનચક્કરનું આ ગીત પણ હિટ થશે.
યૂટીવી મોશન પિક્ચર્સ નિર્મિત ઘનચક્કર ફિલ્મમાં ઇમરાન હાશમી અને વિદ્યા બાલન લીડ રોલમાં છે. હાલ તો જુઓ ઝોલૂરામનું વીડિયો.
<center><iframe width="650" height="417" src="http://www.youtube.com/embed/HxlVEVYcNa4" frameborder="0" allowfullscreen></iframe></center>
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત










Click it and Unblock the Notifications
