ડર્ટી ઇમેજથી ત્રાસી ગયાં છે ઇમરાન હાશમી
મુંબઈ, 22 જાન્યુઆરી : બૉલીવુડમાં લોકોને સૂર બદલતા સમય નથી લાગતો. ક્યારેક શરીફાઈનો સૂર અલાપે, તો ક્યારેક બેશરમી ઉપર ઉતરી આવે. એવાં જ એક કલાકાર છે અભિનેતા ઇમરાન હાશમી કે જેમણે થોડાંક વખત અગાઉ રાઝ 3ડી ફિલ્મની સફળતા અંગે જણાવ્યુ હતું કે તેઓ પોતાની સીરિયલ કિસર ઇમેજમાંથી બહાર નથી આવવા માંગતાં, કારણ કે જો લોકો તેમને એવાં જ રોલમાં જોવું પસંદ કરતાં હોય, તો ખોટું શું છે?

હવે તે જ ઇમરાન હાશમીએ જણાવ્યું છે કે તેઓ ફૅમિલી હીરો બનવા માંગે છે. તેથી હવે તેઓ એવી ફિલ્મો કરવા માંગે છે કે જેને પરિવારના લોકો સાથે બેસીને જોઈ-પસંદ કરી શકે. શરત એ છે કે તેમને સારાં રોલ મળે. તેથી ઇમરાન આ વર્ષે જે ફિલ્મોમાં દેખા દેનાર છે, તે ઘણી લાઇટ અને સ્વિટ ફિલ્મો છે જેમ કે ઘનચક્કર અને એક થી ડાયન.
ઇમરાને જણાવ્યું કે હવે હું એવી સ્થિતિમાં આવી ગયો છે કે હું પોતે પોતાની ફિલ્મોની પસંદગી કરી શકુ છું. તેથી હવે હું એવા રોલ કરવા માંગુ છું કે જેની એક મર્યાદા હોય. તેનો મતલબ એ નથી કે છેલ્લે જે પણ ફિલ્મો મેં કરી છે, તેને લઈને મને અફસોસ છે. અરે તે ફિલ્મોના કારણે જ તો હું આજે આ મુકામે છું કે જ્યાંથી હું પોતે રોલની પસંદગી કરી શકુ છું.
નોંધનીય છે કે ઇમરાન હાશમી રાજકુમાર ગુપ્તાના દિગ્દર્શન હેઠળ બનેલ હાસ્ય ફિલ્મ ઘનચક્કરમાં ખૂબ વ્યસ્ત છે. ફિલ્મમાં તેમના કો-સ્ટાર વિદ્યા બાલન છે, તો ઇમરાન એક થી ડાયન ફિલ્મમાં પણ આવી રહ્યાં છે.
માનવું પડશે કે આ એક સારું વલણ છે ભારતીય સિનેમાનું કે જ્યારે હૉટ એન્ડ બોલ્ડ ફિલ્મો રિલીઝ થનાર હોય, તો કલાકારો પોતાની સેક્સી તેમજ ડર્ટી ઇમેજ સાથે પ્રેમ કરવા લાગે છે અને જ્યારે સ્વિટ ફિલ્મ રિલીઝ થનાર હોય, તો તેમને સતિ-સાવિત્રી લુક સારું લાગવાં લાગે છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
