ઈમરાન હાશમીનો ખુલાસો, ઘર ચલાવવા માટે મે કર્યુ છે આ કામ, ઘણા કલાકારો ખોટા છે
વીતેલા અમુક વર્ષોમાં ઈમરાન પડદા પર બહુ નથી આવી રહ્યા. પોતાના વીતેલા સફર અને છેલ્લા અમુક વર્ષોના સંઘર્ષ વિશે ઈમરાને પીટીઆઈ સાથે વાતચીત કરી.
નેટફ્લિક્સની અપકમિંગ વેબ સીરિઝ 'બાર્ડ ઑફ બ્લડ'થી જોરદાર કમબેક કરવા માટે તૈયાર છે ઈમરાન હાશમી. એક સમય એવો હતો જ્યારે બોલિવુડમાં પોતાનુ સ્ટારડમ અને બેક ટુ બેક ઘણી હિટ ફિલ્મો દ્વારા ઈમરનની લોકપ્રિયતા ઝડપથી વધી રહી હતી. પરંતુ વીતેલા અમુક વર્ષોમાં ઈમરાન પડદા પર બહુ નથી આવી રહ્યા. પોતાના વીતેલા સફર અને છેલ્લા અમુક વર્ષોના સંઘર્ષ વિશે ઈમરાને પીટીઆઈ સાથે વાતચીત કરી.

બેબાક અંદાજ
એક વાર ફરીથી ઈમરાને સાબિત કરી દીધુ કે બેબાક અંદાજથી આજે પણ તે પોતાની વાત રજૂ કરવામાં માહિર છે. ચાલો જાણીએ કે ઈમરાને શું ખુલાસો કર્યો છે.

આનો કોઈ અંત નથી
ઈમરાન ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ઘણો લાંબો સમય વીતાવી ચૂક્યા છે. આજે ભલે ઈમરાન પોતાની ઓળખ બોલિવુડમાં બનાવી ચૂક્યા હોય પરંતુ તેમનુ માનવુ છે કે આનો ક્યારેય અંત નથી થવાનો. તે કહે છે કે ફિલ્મની દુનિયામાં સંઘર્ષનો કોઈ અંત નથી હોતો.

તો તે ખોટુ બોલી રહ્યા છે
ઈમરાને આગળ કહ્યુ કે મારા ખ્યાલથી એક અભિનેતા સૌથી વધુ અસુરક્ષિત વ્યક્તિ હોય છે. જો તમને કોઈ એક્ટર એમ કહે છે કે તે અસુરક્ષિત નથી તો તે ખોટુ બોલી રહ્યો છે. અહીં આ હરિફાઈમાં પોતાને જાળવી રાખવા સરળ નથી હોતુ.

બધાનો સંઘર્ષ ચાલતો રહે છે
પોતાની વાતને આગળ વધારતા ઈમરાન કહે છે કે બધાનો સંઘર્ષ ચાલતો રહે છે. એ જ આ કારોબારની પ્રકૃતિ છે. કોઈ એક વસ્તુના કારણે બીજી વસ્તુનો રસ્તો બનતો રહે છે. મારી પાસે કોઈ પ્લાનિંગ નથી. મોકો શોધો અને આગળ વધો.

ભૂતકાળમાં ઘર ચલાવવા માટે
હાશમીએ આજે વેબ સીરિઝ, ફિલ્મ અને ટીવીની વધતી લોકપ્રિયતાને જોતા કહ્યુ કે આ સારો સમય છે. ભૂતકાળમાં ઘર ચલાવવા માટે મે અમુક ફિલ્મો મન વગર પણ કરી હતી. મારા વિચારો મુજબની એ ફિલ્મો નહોતી. ખુશ છુ કે હવે સારો સમય છે. વેબ સીરિઝ દ્વારા સારી કહાનીઓ આવી રહી છે.

આ રીતે શરૂ થઈ સફર
ઉલ્લેખનીય છે કે ઈમરાન હાશમીએ વર્ષ 2001માં યે જિંદગી કા સફપ નામની ફિલ્મથી ડેબ્યુ કર્યુ હતુ. પરંતુ બાદમાં તેમને ફિલ્મમાંથી કાઢી મૂકવામાં આવ્યા. ત્યારબાદ વર્ષ 2003માં રિલીઝ થયેલી ફિલ્મ ફૂટપાથથી ઈમરાને પોતાનુ ડેબ્યુ કર્યુ. કલાકાર તરીકે તેમના ખાતામાં મર્ડર, ઝહર, આશિક બનાયા આપને, આવારાપન જેવી ફિલ્મો છે. તેમની ફિલ્મોના ગીતો દરેક વખતે લોકપ્રિય હોય છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા







Click it and Unblock the Notifications
