Diwali 2017: આ રીતે શરૂ થઇ બોલિવૂડ સિતારાઓની દિવાળી
એક્તા કપૂરની પ્રિ-દિવાળી પાર્ટીમાં ઉમટી પડ્યું હતું બોલિવૂડ, તમામ તસવીરો જુઓ અહીં...
દિવાળીમાં બોલિવૂડના સિતારાઓ શું પહેરે છે, શું કરે છે, ક્યાં જાય છે એ જાણવાની ઉત્સુકતા સૌને હોય છે. દિવાળી ફેમિલિ સાથે ઉજવવાનો તહેવાર છે, આથી જ કદાચ બોલિવૂડમાં હમણાંનો પ્રિ-દિવાળી સેલિબ્રેશનનો ટ્રેન્ડ ચાલ્યો છે. બે દિવસ પહેલાં જ એક્તા કપૂરે પ્રિ-દિવાળી પાર્ટીનું આયોજન કર્યું હતું, જેમાં બોલિવૂડ ઉપરાંત ટેલિવિઝનના પણ અનેક જાણીતા ચહેરાઓ જોવા મળ્યા હતા.

આલિયા ભટ્ટ અને સિદ્ધાર્થ મલ્હોત્રા
બ્રેકઅપ-પેચ અપની અનેક ખબરો વચ્ચે આલિયા અને સિદ્ધાર્થે એક્તા કપૂરની પાર્ટીમાં એક સાથે એન્ટ્રી મારી હતી. છેલ્લા ઘણા સમયથી આ બંને અલગ થઇ ગયા હોવાની વાતોએ જોર પકડ્યું હતું, પરંતુ આ તસવીરથી તમામ અફવાઓ પર પૂર્ણવિરામ મુકાઇ જાય છે.

અક્ષય કુમાર અને ટ્વીંકલ ખન્ના
બોલિવૂડનું સુપરહિટ અને આઇકોનિક કપલ એટલે મિ. એન્ડ મિસિસ ખિલાડી. એક્તા કપૂરની દિવાળી પાર્ટીમાં ટ્વીંકલ અને અક્ષયે રોયલ એન્ટ્રી મારી હતી. ગોલ્ડન અનારકલી ડ્રેસ અને ગ્રીન જ્વેલરીમાં ટ્વીંકલ ખૂબ સુંદર લાગી રહી હતો, તો સામે અક્ષયે બ્લેક આઉટફિટ પર પસંદગી ઉતારી હતી.

વીરે દી વેડિંગ
સોનમ કપૂર, રેહા કપૂર અને એક્તા કપૂર સાથે અહીં આગામી ફિલ્મ 'વીરે દી વેડિંગ'ની સંપૂર્ણ સ્ટારકાસ્ટ જોવા મળે છે. આમાંથી માત્ર કરીના કપૂર ખાન બાકાત છે. સોનમ હંમેશની માફક ખૂબ સ્ટાયલિશ અને એલિગન્ટ લાગી રહી છે. ગ્રૂપ ફોટોમાં પણ તેની હેવી વર્કવાળી વ્હાઇટ સાડી પર તુરંત નજર જાય છે.

જયા બચ્ચન
પાર્ટીમાં ઓછું જોવા મળતા જયા બચ્ચન પણ એક્તા કપૂરની પાર્ટીમાં પહોંચ્યા હતા. સાથે જ સંજય દત્ત, માન્યતા દત્ત અને અનિલ કપૂર પણ અહીં જોવા મળ્યા હતા. એક્તા કપૂરની હેપનિંગ દિવાળી પાર્ટીને ના કહેવાની ભૂલ આખરે કોણ કરી શકે?

ઇલિયાના અને બિપાશા
ઇલિયાના ડિક્રૂઝ અહીં પોતાના બોયફ્રેન્ડ સાથે પહોંચી હતી. મરૂન કલરના ટ્રેડિશનલ આઉટફિટમાં તે સુંદર લાગી રહી હતી. બિપાશા બાસુ અહીં કરણ સિંહ ગ્રોવર સાથે જોવા મળી હતી. બિપાશાએ ફ્લોરલ વર્કથી સજ્જ નેવી બ્લૂ ડ્રેસ પર પસંદગી ઉતારી હતી.

એક્તા કપૂર અને સુશાંત સિંહ રાજપૂત
એક્તા કપૂર અને સુશાંત સિંહ રાજપૂતનો આ ફોટો અત્યંત ક્યૂટ છે. ઉલ્લેખનીય છે કે, સુશાંતે એક્તા કપૂરની ટેલિવિઝન સિરિયલથી જ એન્ટરટેઇન્મેન્ટ ક્ષેત્રે એન્ટ્રી મારી હતી અને ત્યાર બાદ બોલિવૂડમાં આવ્યો હતો. આથી એક્તા અને સુશાંત ઘણા જૂના અને સારા મિત્રો છે.

ટેલિવૂડ વિ. બોલિવૂડ
આ ફોટોમાં એક તરફ 'જસ્સી જેસી કોઇ નહીં' ફેમ એક્ટ્રેસ મોના સિંહ જોવા મળે છે અને એક્તાની બાજી બાજુ છે સિદ્ધાર્થ મલ્હોત્રા. મોના સિંહ એક્તાની ખૂબ નજીક છે અને તેની સારી મિત્ર છે. બોલવિૂડ અને ટેલિવૂડને આ રીતે ભેગા કરવાનું કામ તો એક એક્તા જ કરી શકે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
