જેકલીન ફર્નાન્ડિસ પર EDનો મોટો આરોપ, કોર્ટમાં કહ્યું-તપાસમાં સહયોગ નથી આપી રહી અને દેશ છોડવાની ફિરાકમાં!
સુકેશ ચંદ્રશેખર મની લોન્ડ્રીંગ કેસમા જેકલીન ફર્નાન્ડિસની મુશ્કેલીઓ સતત વધી રહી છે. હવે ઈડીએ જેકલીન પર કોર્ટમાં મોટો આરોપ લગાવ્યો છે.
મુંબઈ : સુકેશ ચંદ્રશેખર મની લોન્ડ્રીંગ કેસમા જેકલીન ફર્નાન્ડિસની મુશ્કેલીઓ સતત વધી રહી છે. હવે ઈડીએ જેકલીન પર કોર્ટમાં મોટો આરોપ લગાવ્યો છે.
200 કરોડના મની લોન્ડ્રીંગ કેસમાં જેકલીને પટીયાલા કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી. આ અરજી પર સૂનાવણી દરમિયાન ઈડીએ જામીનનો વિરોધ કર્યો હતો. ઈડીએ કોર્ટમાં જણાવ્યુ કે, જેકલીન દેશ છોડીને ભાગી જવાની કોશિશ કરી છે.

EDએ અભિનેત્રીની નિયમિત જામીન અરજીનો વિરોધ કરતા કોર્ટને જણાવ્યુ કે,જેકલીન તપાસ દરમિયાન તેના મોબાઈલ ફોનમાંથી ડેટા ડિલીટ કરીને પુરાવા સાથે છેડછાડ કરી હતી.ઈડીએ એ પણ આરોપ લગાવ્યો હતો કે અભિનેત્રી તપાસમાં સહયોગ નથી કરી રહી. EDએ કોર્ટમાં દસ્તાવેજમાં જણાવ્યું કે, તે ભારત છોડવા માંગતી હતી, પરંતુ તેનું નામ લુકઆઉટ સર્ક્યુલરમાં હોવાથી તેમ કરી શકી નથી.
પટીયાલા કોર્ટ રેગ્યુલર જામીન અરજી પર સૂનાવણી કરી રહી છે ત્યારે જેકલીન તરફથી કોર્ટમાં કહેવાયુ કે, ઈડી તરફથી કોઈ દસ્તાવેજ મળ્યા નથી. કોર્ટે પણ આ બાબતે તમામ પક્ષોને ચાર્જશીટ સહિતના તમામ જરૂરી દસ્તાવેજ આપવા આદેશ કર્યો છે.
અહીં તમને એ પણ જણાવી દઈએ કે, કોર્ટે મની લોન્ડરિંગ કેસમાં જેકલીન ફર્નાન્ડીઝને આપવામાં આવેલા વચગાળાના જામીનની મુદત 10 નવેમ્બર સુધી લંબાવી છે. આ સ્થિતિમાં હવે કેસની આગામી સુનાવણી 10 નવેમ્બરે થશે. ગઈ સુનાવણીમાં કોર્ટે જેકલીન ફર્નાન્ડિસને વચગાળાના જામીન આપ્યા હતા.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત






Click it and Unblock the Notifications
