OMG: પોતાના લૂકથી નારાજ એક્ટ્રેસિસે અપનાવ્યો આ રસ્તો
બોલિવૂડની એ એક્ટ્રેસિસ જેમણે ગોરા થવા માટે સ્કિન લાઇટનિંગની ટ્રીટમેન્ટ લીધી છે.
છેલ્લા કેટલાક દિવસથી બોલિવૂડમાં રંગભેદ નો મુદ્દો ચર્ચાઇ રહ્યો છે. એક્ટર અભય દેઓલે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર ફેરનેસ ક્રીમની એડ કરતાં તમામ એક્ટર્સને નિશાન બનાવ્યા હતા. આ લિસ્ટમાં શાહરૂખ ખાન, સોનમ કપૂર, દીપિકા, જ્હોન જેવા તમામ સ્ટાર્સનો સમાવેશ થાય છે. અભયનું કહેવું હતું કે, આવી એડ કરી બોલિવૂડના સ્ટાર્સ રંગભેદને પ્રોત્સાહન આપે છે.
જો કે, ભારતમાં અનેક જગ્યાઓએ રંગભેદ હજુ પણ જોવા મળે છે. ખાસ કરીને મહિલાઓમાં ગોરા વાન માટેનો ક્રેઝ જોવા મળે છે, જેમાંથી બોલિવૂડ એક્ટ્રેસિસ પણ બાકાત નથી. બોલિવૂડમાં ઘણી એવી એક્ટ્રેસિસ છે, જેમણે ગોરા થવા માટે સ્કિન લાઇટનિંગ ટ્રીટમેન્ટનો આધાર લીધો છે.

કાજોલ
બોલિવૂડમાં 90ના દાયકામાં રાજ કરનારી આ એક્ટ્રેસના નવા લૂકને જોઇને ઘણાને આશ્ચર્ય થયું હતું. કાજોલની જૂની ફિલ્મો અને તેના કમબેક બાદની ફિલ્મોમાં તેનો લૂક જોઇએ તો સ્પષ્ટ ખબર પડે છે કે તેણે ટ્રીટમેન્ટ કરાવી છે. રિપોર્ટ્સ અનુસાર કાજોલે સ્કિન લાઇટનિંગ ટ્રીટમેન્ટની મદદ લીધી છે.

શિલ્પા શેટ્ટી
આ લિસ્ટમાં શિલ્પા શેટ્ટીનું નામ પણ આવે છે. જો કે, તેણે કાજોલ કરતાં ઘણી પહેલાં આ ટ્રીટમેન્ટ કરાવી લીધી હતી. તેની જૂની અને નવી તસવીર સાથે રાખીને જોતાં આ વાતનો ખ્યાલ આવે છે. આ ઉપરાંત તેણે પોતાનું ફીગર મેઇન્ટેન રાખવા માટેની પણ ટ્રીટમેન્ટ લીધી છે.

રેખા
બોલિવૂડની ટાઇમલેસ બ્યૂટી ગણાતી રેખાએ પણ સ્કિન લાઇટનિંગ ટ્રીટમેન્ટ કરાવી હોવાનું મનાય છે.

દીપિકા પાદુકોણ
બોલિવૂડની સૌથી સુંદર હિરોઇન્સ મનાતી દીપિકા પાદુકોણ કદાચ પોતે પોતાના લૂકથી ખુશ નહોતી. દીપિકાએ પણ ગોરા દેખાવા માટે સ્કિન લાઇટનિંગ ટ્રીટમેન્ટ કરાવી છે.

બિપાશા બાસુ
બંગાળી બ્યૂટી બિપાશા પણ પોતાના નેચરલ સ્કિન ટોનથી નાખુશ હતી. તેણે પણ સ્કિન લાઇટનિંગ ટ્રીટમેન્ટ દ્વારા ગોરો વાન મેળવવાનો પ્રયત્ન કર્યો છે.

પ્રિયંકા ચોપરા
બોલિવૂડ ઉપરાંત હાલ હોલિવૂડમાં પણ પોતાના ટેલેન્ટનો કમાલ દેખાડનાર એક્ટ્રેસ પ્રિયંકા ચોપરા પણ સુંદર દેખાવા માટે અનેક ટ્રીટમેન્ટ અને સર્જરી કરાવી ચૂકી છે. આમાં સ્કિન લાઇટનિંગ ટ્રીટમેન્ટનો પણ સમાવેશ થાય છે.

હેમા માલિની
બોલિવૂડની ડ્રીમ ગ્રલ હેમા માલિની, જેમને સેટ પર રૂબરૂ જોઇને લોકો બેભાન થઇ જતાં, તેમને પણ સ્કિન લાઇટનિંગ ટ્રીટમેન્ટ લેવાની જરૂર લાગી હતી.

અહીં વાંચો
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે










Click it and Unblock the Notifications
