સલમાન ખાનની ફિલ્મ સાઈન કરતા પહેલા દિશા પટાનીએ કહી આ ખાસ વાત
સલમાન ખાનની ફિલ્મ સાઈન કરતા પહેલા દિશા પટાનીએ કહી આ ખાસ વાત
સલમાન ખાન સ્ટારર ફિલ્મ ભારતમાં કેટરીના કેફ અને તબૂ સાથે એક્ટ્રસ તરીકે દિશા પટાની પણ મહત્વની ભૂમિકા નિભાવશે. દિશા સર્કસમાં ખતરનાક કરતબ કરતી જોવા મળશે, જેના માટે તે સતત ટ્રેનિંગ પણ લઈ રહી છે. ફિલ્મની વાર્તાને લઈને અલી અબ્બાસ જફરે કહ્યું કે, "ભારતની વાર્તા 65 વર્ષના એક માણસને લઈને છે જેને એક રાષ્ટ્રની યાત્રાને લઈને દેખાડવામાં આવશે. ફિલ્મમાં દરેક કેરેક્ટર ખાસ છે."

જાણો શુ્ં કહ્યું દિશા પટાનીએ
અલી અબ્બાસ ઝફરે હાલમાં જ એક ઈન્ટર્વ્યૂ દરમિયાન કહ્યું કે ફિલ્મમાં દિશા પટાનીને સાઈન કરતા પહેલા મેં એમને આખી વાર્તા સંભળાવી હતી. જે બાદ દિશાએ કહ્યું કે ફિલ્મમાં મારો રોલ ભલે નાનો હોય પણ હું આ ફિલ્મ કરીશ કેમ કે ફિલ્મની વાર્તા મસ્ત છે. દિશાએ કહ્યું કે કોઈપણ કેરેક્ટર કરતા ફિલ્મ વધુ મહત્વની હોય છે.

પડકાર મોટો છે
ડાયરેક્ટરે કહ્યું કે આ ફિલ્મને લઈને પૂરી ટીમ ઉત્સાહિત છે. હું પણ દરેક એક્ટરનું ધ્યાન રાખી રહ્યો છું, અતિ સાવધાની સાથે આ ફિલ્મ બનાવી રહ્યો છું. ફિલ્મ મોટી હોવાથી પડકાર પણ મોટા જ હશે એ સ્વાભાવિક છે.

લકી છું હું
દિશા પટણીએ આ વાતને લઈને કહ્યું કે તે બહુ કિસ્મતવાલી છે કે એને ભારત ફિલ્મ કરવાનો મોકો મળ્યો અને સલમાન ખાન સાથે સ્ક્રીન શેર કરવાનો મોકો મળ્યો.

સર્કસ આર્ટિસ્ટ
ફિલ્મમાં દિશા પટણી એક સર્કસ આર્ટિસ્ટ બની છે. તે શરૂઆતના દિવસોમાં સલમાન ખાનની અપોઝિટ જોવા મળશે. દિશા અને સલમાન બંને સર્કસમાં કરતબો કરતાં જોવા મળશે.

સ્ટારકાસ્ટ
ફિલ્મમાં સલમાન ખાન, કેટરીના કેફ, દિશા પટણી, તબૂ, જેકી શ્રોફ, સુનીલ ગ્રોવર અને નોરા ફતેહ મહત્વના રોલમાં જોવા મળશે.

હિન્દી રીમેક
જણાવી દઈએ કે ફિલ્મ ભારત કોરિયન ફિલ્મ 'ode to my father'ની હિન્દી રીમેક છે. પરંતુ ડાયરેક્ટર અલી અબ્બાસ ઝફરે વાર્તામાં ઘણા બદલાવ કર્યા છે. અમુક બદલાવ સ્ટાર્સને ધ્યાનમાં રાખીને તો અમુક બદલાવ ઑડિયન્સને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યા છે.

ફિલ્મની વાર્તા
ફિલ્મની વાર્તા 1947થી શરૂ થાય છે, જ્યારે ભારત અને પાકિસ્તાનના ભાગલા પડતા હોય છે અને હજારો પરિવાર છૂટાં પડી જતાં હોય છે. ફિલ્મની સફર 'ભારત(દેશ)' અને ભારત (સલમાન ખાન)ની છે. ફિલ્મની વાર્તા વર્ષ 2000 સુધી ચાલે છે. કેટરીના એક નર્સના રોલમાં જોવા મળશે, જેને ભારત સાથે પ્રેમ થઈ જાય છે.

ફિલ્મના કેરેક્ટર
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
