Pics : ‘કાર્ટર રોડ સાથે રાજેશ ખન્નાનું નામ જોડવામાં આવે!’
મુંબઈ, 12 ઑગસ્ટ : બૉલીવુડના પ્રથમ સુપર સ્ટાર રાજેશ ખન્નાની પ્રતિમાનું અનાવરણ તાજેતરમાં જ મુંબઈમાં કરાયું. આ પ્રસંગે રાજેશના પરિવારજનો ઉપરાંત બૉલીવુડના અનેક સ્ટાર્સ મોજૂદ હતાં. સૌએ મળી રાજેશ ખન્નાને યાદ કર્યાં અને જણાવ્યું કે રાજેશ ખન્ના કાયમ આપણા દિલોમાં રહેશે, કારણ કે જતી વખતે પણ રાજેશ ખન્નાના આ જ શબ્દો હતાં કે તેમના ફૅન્સને તેમનાથી કોઈ છિનવી નથી શકતું.
રાજેશ ખન્નાના પત્ની અને બૉલીવુડ અભિનેત્રી ડિમ્પલ કાપડિયાએ આ પ્રસંગે જણાવ્યું કે તેઓ ઇચ્છે છે કે કાકાના ગયા બાદ હવે કાર્ટર રોડનું નામ પણ રાજેશ ખન્ના નામ ઉપર પાડવું જોઇએ. રાજેશ ખન્નાની પ્રતિમાનું અનાવરણ તાજેતરમાં જ કાર્ટર રોડ ખાતે આવેલ વૉક ઑફ ધ સ્ટાર્સ રોડ ઉપર કરવામાં આવ્યું.
પ્રતિમા અનાવરણ પ્રસંગે રાજેશ ખન્નાને યાદ કરી પરિવારજનો અને લોકો લાગણીશીલ બની ગયાં. ડિમ્પલ કાપડિયાએ જણાવ્યું - કાકાજી (રાજેશ ખન્ના) ખૂબ જ ઊર્જાવાન હતાં અને તેઓ આખી જિંદગી પોતાની શરતોએ જીવ્યાં અને મર્યાં. સિનેમા માટે તેમણે અતુલનીય ફાળો આપ્યો છે. તેઓ પ્રથમ બૉલીવુડ સુપર સ્ટાર હતાં. તેમનો સાહસ, બહાદુરી અને નિર્ભીકતા તેમના નિધન વખતે પણ હાજર હતાં. તેઓ અસલ જિંદગીમાં પણ આનંદ હતાં અને તેઓ આનંદની જેમ જ જીવ્યાં.
નોંધનીય છે કે ડિમ્પલ કાપડિયાએ માત્ર 19 વર્ષની વયે જ રાજેશ ખન્ના સાથે લગ્ન કર્યા હતાં. રાજેશ-ડિમ્પલના બે પુત્રીઓ ટ્વિંકલ ખન્ના તથા રિંકી ખન્ના છે. ટ્વિંકલના લગ્ન બૉલીવુડ અભિનેતા અક્ષય કુમાર સાથે થયાં અને રિંકીના લગ્ન કોઇક બિઝનેસ મૅન સાથે.
આવો જોઇએ પ્રતિમા અનાવરણની તસવીરી ઝલક અને જાણીએ રાજેશ ખન્ના વિશે વધુ વિગતો :

હાથોમાં બલૂન સાથે
કાર્ટર રોડ પર આવેલ વૉક ઑફ ધ સ્ટાર્સમાં રાજેશ ખન્નાની પ્રતિમાનો લુક તેમની હિટ ફિલ્મ આનંદમાંથી લેવાયો છે. આ પ્રતિમાના હથોમાં બલૂન દર્શાવાયાં છે કે જેમ આનંદમાં રાજેશ ખન્ના પાસે હતાં. રાજેશને લોકો આનંદના નામથી પણ જાણતા હતાં.

રાજેશ સાથે જીવન રોલર કોસ્ટર જેવું
ડિમ્પલનું કહેવું છે કે રાજેશ સાથે તેમનું જીવન રોલર કોસ્ટરની સવારી જેમ હતું. તેમને આ બાબતનો ગર્વ છે કે તેઓ રાજેશના પત્ની છે અને તેમના વડે તેમને બે પુત્રીઓ છે.

આનંદ મર્યો નથી
ડિમ્પલે જણાવ્યું કે રાજેશ ખન્ના કાયમ આપણા દિલોમાં રહેશે, કારણ કે જતી વખતે પણ રાજેશ ખન્નાના આ જ શબ્દો હતાં કે તેમના ફૅન્સને તેમનાથી કોઈ છિનવી નથી શકતું. તેઓ આખું જીવન આનંદની જેમ જ જીવ્યાં. આનંદ ક્યારેય મરી ન શકે.

રાજેશના નામે રોડ
ડિમ્પલે જણાવ્યું કે તેઓ ઇચ્છે છે કે કાર્ટર રોડનું નામ રાજેશ ખન્નાના નામે થાય, કારણ કે રાજેશે બૉલીવુડને ઘણું બધું આપ્યું છે.

કાકા હતાં પ્રથમ સુપર સ્ટાર
રાજેશ ખન્ના બૉલીવુડના પ્રથમ સુપર સ્ટાર હતાં. ડિમ્પલે જણાવ્યું કે રાજેશે બૉલીવુડને ઘણું આપ્યું છે. મૂર્તિ અનાવરણ પ્રસંગે રાજેશના પરિજનો લાગણીશીલ બની ગયાં.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
