રાજેશના પત્ની પણ સન્નીના માશૂકા હતા ડિમ્પલ
આજકાલ કાકા એટલે કે રાજશ ખન્નાની સંપત્તિ માટે મોટો વિવાદ ચાલી રહ્યો છે. રાજેશ ખન્ના પોતાની પાછળ અંદાજે રૂપિયા 600 કરોડની સંપત્તિ છોડી ગયા છે. જેના પર તેમની કથિત લિવ ઇન રિલેશન પાર્ટનર અને પ્રેમિકા અનીતા આડવાણી હક જમાવી રહી છે. આ કેસ હવે મુંબઇ હાઇકોર્ટમાં પહોંચ્યો છે. ડિમ્પલે અનીતા સામે જણાવ્યું છે કે કોઇ બૂમો પાડીને કહે તો સંપત્તિના હકદાર બની જવાતું નથી.

આ અંગે ડિમ્પલે જણાવ્યું છે કે લોકો મારા અને રાજેશ ખન્નાના સબંધો વિશે ભલે ગમે તેવી વાતો કરે પણ હકીકત એ જ છે કે તેમના જીવતાજીવ અને મૃત્યુ બાદ પણ હું જ તેમની પત્ની છું. તેમના બાળકોની માતા છું. મારા અને રાજેશ ખન્ના વચ્ચે પતિ-પત્ની તરીકેનો જે સંબંધ હતો તે મેં તેમના છેલ્લા શ્વાસ સુધી નિભાવ્યો છે. આથી તેમના અવસાન બાદ તેમની દરેક વસ્તુઓ પર માત્ર મારો જ હક છે. કોઇ અન્ય આવીને તેના પર હક કરે તો તે ગેરકાયદેસર છે.
કેસ હાઇકોર્ટમાં ગયો છે અને કોર્ટ તેનો ચૂકાદો સંભળાવશે પણ સાથે ડિમ્પલ પોતાના ભૂતકાળને ભૂંસી શકશે નહીં. ડિમ્પલે લગભગ 11 વર્ષ પહેલા પોતાના લગ્નજીવનને નર્ક કરતાં પણ બદતર ગણાવ્યું હતું. ડિમ્પલે એપ્રિલ 1984માં રાજેશ ખન્નાથી અલગ રહેવાનો નિર્ણય કર્યો હતો. પોતાના યુવાનીકાળમાં સેક્સ સિમ્બોલ કહેવાતી ડિમ્પલ બે દીકરીઓના જન્મ બાદ પણ અભિનેતા સન્ની દેઓલને પ્રેમ કરતી હતી.
વર્ષ 1985માં ફિલ્મોમાં કમબેક કરનારી ડિમ્પલ અને સન્ની દેઓલના પ્રેમની ચર્ચાઓ અનેક મેગેઝિન અને અખબારોમાં પ્રકાશિત થઇ હતી. સન્ની દેઓલ તે સમયે પરણિત હતા. તેઓ પોતાની પત્નીને છૂટાછેડા આપવા માંગતા ન હતા. આ કારણે જો તેમનો સંબંધ ચાલુ રહે તો ડિમ્પલ તેમની બીજી પત્ની બની હોત. બીજી પત્નીને લોકો કેવી નજરે જોવે છે તે ડિમ્પલ સારી રીતે જાણે છે. આ કારણે તેમણે પોતાના પ્રેમને એક તબક્કા સુધી મર્યાદામાં રાખ્યો અને રાજેશ ખન્નાને છૂટાછેડા આપ્યા ન હતા. જો કે ડિમ્પલ કાપડિયા અને સન્ની દેઓલે અનેક ફિલ્મોમાં સાથે કામ કર્યું હતું.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
