જુઓ તસવીરો : પ્રાણની પ્રાર્થના સભામાં છળી પડ્યાં અશ્રુ!
મુંબઈ, 16 જુલાઈ : બૉલીવુડના મહાન ખલનાયક તેમજ સફળ ચરિત્ર અભિનેતા પ્રાણ સાહેબ શુક્રવારે ફાની દુનિયા છોડી ચાલ્યા ગયાં. પ્રાણે એક બાજુ પોતાના શાનદાર અભિનય વડે લોકોના દિલ જીત્યાં, તો બીજી બાજુ પોતાની પાછળ એક હર્યો-ભર્યો પરિવાર તેમજ મહાન અભિનયનો મહાન યુગ છોડી ગયાં છે.
સોમવારે પ્રાણનું બેસણું યોજાયું કે જેમાં જાણીતી બૉલીવુડ હસ્તીઓ હાજર રહી. તેમાંની કેટલીક હસ્તીઓ તો એવી હતી કે જેમની આંખોમાંથી અશ્રુ છળી પડ્યાં પ્રાણ સાહેબને યાદ કરી. પ્રાર્થના સભામાં હાજર રહેનારાઓમાં યુસુફ સાહેબથી લઈ બિગ બી સુધીનો સમાવેશ થતો હતો. દિલીપ કુમાર તથા અમિતાભ બચ્ચન સાથે પ્રાણે અનેક યાદગાર ફિલ્મો કરી છે. તેમાં રામ ઔર શ્યામ તથા ઝંજીરનો ખાસ સમાવેશ થાય છે.
આવો તસવીરો સાથે જાણીએ કોણ-કોણ પહોંચ્યું પ્રાણની શોકસભામાં :

અકબર-સંજય
પ્રાણનું ગત ગુરુવારે રાત્રે નિધન થયુ હતું. તેઓ 93 વર્ષના હતાં. તેમની શોકસભામાં અકબર ખાન તેમજ સંજય ખાન હાજર રહ્યા હતાં.

અમિતાભ-જયા
પ્રાણની શોકસભામાં અમિતાભ બચ્ચન પોતાના પત્ની જયા બચ્ચન સાથે પહોંચ્યાં. અમિતાભને પ્રથમ હિટ ફિલ્મ ઝંજીર પ્રાણે જ અપાવી હતી અને અમિતાભના કહેવા પર જ પ્રાણ ફિલ્મમાં શેરખાનની ભૂમિકા કરવા તૈયાર થયા હતાં.

કોંગ્રેસ ધારાસભ્ય
પ્રાણની શોકસભામાં કોંગ્રેસના ધારાસભ્ય બાબા સિદ્દીકી પણ હાજર રહ્યા હતાં.

ધીરજ કુમાર
અભિનેતા ધીરજ કુમારે પણ પ્રાણને યાદ કર્યા હતાં.

દિલીપ તાહિલ
બૉલીવુડ કલાકાર દિલીપ તાહિલે પણ પ્રાણની શોકસભામાં હાજરી આપી હતી.

દિલીપ-સાયરા
પ્રાણની શોકસભામાં પહોંચ્યા ટ્રેજેડી કિંગ દિલીપ કુમાર તથા ગ્લૅમર અભિનેત્રી સાયરા બાનુ. દિલીપ કુમારે પ્રાણ સાથે રામ ઔર શ્યામ જેવી સુપર હિટ ફિલ્મ કરી હતી. દિલીપની બહુ નજીક હતાં પ્રાણ.

ફારુખ શેખ
બૉલીવુડના જાણીતા અભિનેતા ફારુખ શેખે પણ શોકસભામાં હાજર રહી પ્રાણને શ્રદ્ધાંજલિ અર્પી અને જણાવ્યું કે પ્રાણની ખોટ કોઈ નહિં પુરી શકે.

ગુલશન ગ્રોવર
બૉલીવુડના બૅડ મૅન ગુલશન ગ્રોવરે પ્રાણની શોકસભામાં પહોંચી જણાવ્યું કે પ્રાણ બૉલીવુડના મસીહા હતાં અને તેમના જતાં એક યુગ સમાપ્ત થઈ ગયો છે.

કામિની કૌશલ
વીતેલા જમાના જાણીતા અભિનેત્રી કામિની કૌશલ પણ પ્રાણને ભુલ્યાં નહીં અને શોકસભામાં હાજર રહ્યા હતાં.

કુમાર એસ તૌરાની
પ્રાણની શોકસભામાં હાજર ફિલ્મમેકર કુમાર એસ તૌરાની.

મુકેશ ઋષિ
બૉલીવુડ ફિલ્મોમાં વિલન તેમજ હકારાત્મક ભૂમિકાઓ ભજવનાર મુકેશ ઋષિએ પણ પ્રાણને શ્રદ્ધાંજલિ અર્પી હતી.

તસવીરમાં સમાયા પ્રાણ
એક સમયે રૂપેરી પડદે અને સામાન્ય જીવનમાં જીવંત પ્રાણ આજે તસવીરમાં સમાઈ ચુક્યાં છે.

પ્રેમ ચોપરા
પ્રાણને પોતાના આદર્શ ગણતાં પ્રેમ ચોપરાએ પણ પ્રાણના નિધન અંગે દુઃખ પ્રકટ કર્યો. પ્રેમ ચોપરાએ પ્રાણ સાથે ઉપકાર, નસીબ, અમર અકબર એંથૉની જેવી અનેક ફિલ્મોમાં કામ કર્યુ હતું.

રણધીર કપૂર
પ્રાણ સાથે ઘણી ફિલ્મોમાં કામ કરનાર રણધીર કપૂરે પણ શોકસભામાં હાજરી આપી હતી.

રઝા મુરાદ
બૉલીવુડના વધુ એક વિલન અને ચરિત્ર અભિનેતા રઝા મુરાદે પણ પ્રાણની શોકસભામાં હાજરી આપી હતી.

શબાના આઝમી
જાણીતા અભિનેત્રી શબાના આઝમી પ્રાણને યાદ કરી લાગણીશીલ બની ગયા હતાં.

સુભાષ ઘઈ
ગ્રેટ શોમેન સુભાષ ઘઈએ પણ પ્રાણની શોકસભામાં હાજરી આપી હતી.

સુરેશ ઓબેરૉય
બૉલીવુડમાં વિલન સહિત અનેક પ્રકારની ભૂમિકાઓ ભજવનાર સુરેશ ઓબેરૉયે પણ પ્રાણ સાથે અનેક ફિલ્મોમાં કામ કર્યુ હતું. સુરેશે પણ પ્રાણને યાદ કર્યાં.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
