Birthday Special : વાંચો દિલીપ-સાયરાની લવ-સ્ટોરી
મુંબઈ, 11 ડિસેમ્બર : આજે ભારતીય સિનેમાના અભિનય સમ્રાટ અને ટ્રેજેડી કિંગ દિલીપ કુમારનો જન્મ દિવસ છે. ફિલ્મી સિતારાઓના આઇકૉન દિલીપ કુમાર આજે 91 વર્ષના થઈ ગયાં છે અને તેમની સાથે છેલ્લા 46 વર્ષોથી અર્ધાંગિનીનું સફળ જીવન વિતાવનાર સાયરાબાનુએ એક વખત પોતાના જીવન સાથે જોડાયેલ કેટલાંક રહસ્યોનો ખુલાસો કર્યો હતો.
સાયરાએ જણાવ્યું હતુ કે તેઓ જ્યારે માત્ર 12 વરસના હતાં, ત્યારે જ તેમને દિલીપ કુમાર સાથે પ્રેમ થઈ ગયો હતો. બેહિસાબ પ્રેમના દૃષ્ટાંત સાયરા-દિલીપને સામાન્ય રીતે દરેક ઇવેન્ટમાં સાથે-સાથે જોવામાં આવે છે. એટલુ જ નહીં, તાજેતરમાં જ્યારે દિલીપ કુમાર બીમાર પડ્યા હતાં, ત્યારે સાયરાબાનુ સતત 24 કલાક ખડેપગે તેમની સાથે રહ્યા હતાં. બૉલીવુડની આદર્શ જોડી ગણાતી દિલીપ-સાયરા આજે પણ એક દૃષ્ટાંત સમાન છે. દિલીપ કુમાર આઈસીયૂમાં દાખલ થયા હતાં અને આખા દેશે તેમના માટે દુઆઓ કરી હતી.
વીતેલા જમાનાના સુંદર તેમજ કામણગારી અભિનેત્રીઓમાંના એક સાયરાબાનુ કે જેઓ હાલ 69 વરસના છે તેમણે જ્યારે દિલીપ સાથે લગ્ન કર્યા હતાં, તો લોકોએ એલાન કર્યુ હતું કે ઉંમરના આ ભારે તફાવત ધરાવતાં લગ્ન લાંબા ટકી નહીં શકે, પરંતુ સાયરાએ તમામ ભવિષ્યવાણીઓ ખોટી પાડી દીધી. સાયરાની નજરે દિલીપ રીયલ હીરો છે કે જેઓ ખૂબ લવિંગ અને કૅરિંગ છે.
આવો આપને તસવીરોમાં બતાવીએ સાયરા-દિલીપની કેટલીક યાદગાર ફિલ્મો અને પળો.

બારની વયે પ્રેમ
સાયરાબનુને માત્ર 12 વરસની ઉંમરે દિલીપ કુમાર સાથે પ્રેમ થઈ ગયો હતો.

91ના થયાં દિલીપ
ફિલ્મી સિતારાઓના આઇકૉન દિલીપ કુમાર આજે 91 વર્ષના થઈ ગયાં છે.

હમ સાથ-સાથ
સાયરા-દિલીપને સામાન્ય રીતે કોઈ પણ ઇવેન્ટમાં સાથે જ જોવામાં આવે છે.

બે વર્ષ અગાઉ ઉજવણી
દિલીપનો 89મો જન્મ દિવસ ધામધૂમપૂર્વક ઉજવાયો હતો. આ વખતે એક નાનકડી પાર્ટી રાખવામાં આવી છે.

ગત વર્ષે શોક
જોકે ગત વર્ષ 90મો જન્મ દિવસ દિલીપ કુમારે નહોતો ઉજવ્યો, કારણ કે તેમના ખાસ સાથીઓ રાજેશ ખન્ના, યશ ચોપરા અને દારા સિંહનું નિધન થઈ ગયુ હતું.

બેસ્ટ કપલ
બૉલીવુડના બેસ્ટ કપલ છે દિલીપ-સાયરા. સાયરા-દિલીપે અનેક યાદગાર ફિલ્મો કરી છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
