Pics : મિત્રો-તબીબો સાથે જન્મ દિવસ ઉજવતાં દિલીપ
મુંબઈ, 12 ડિસેમ્બર : બૉલીવુડના ટ્રેજેડી કિંગ દિલીપ કુમારે બુધવારે પોતાનો 91મો જન્મ દિવસ પોતાના નજીકના મિત્રો અને તબીબો સાથે ઉજવ્યો. તાજેતરમાં જ દિલીપ કુમાર સાથે ક્યારેય કામ ન કરી શકવા અંગે અફસોસ વ્યક્ત કરનાર આશા પારેખ, સલીમ ખાન અને હેલન પણ દિલીપના ઘરે હાજર રહ્યા હતાં, તો યુવા અભિનેત્રીઓમાં રાણી મુખર્જી પાર્ટીમાં પહોંચ્યા હતાં.
દેવદાસ, મધુમતી તથા મુઘલ-એ-આઝમ જેવી ફિલ્મો માટે જાણીતા દિલીપ કુમાર તાજેતરમાં જ બીમાર પડી ગયા હતાં. ત્યારથી જ તેમની સેવા-સશ્રુષામાં 30થી 40 તબીબોની ટીમ લાગેલી છે અને આ તમામ તબીબો દિલીપના જન્મ દિવસની પાર્ટીમાં હાજર હતાં. દિલીપે પોતાના છ દાયકાના કૅરિયરમાં જ્વાર ભાટા, મેલા, નયા દૌર, તરાના, દેવદાસ, ગંગા જમુના, લીડર, મુઘલ-એ-આઝમ, શક્તિ, કર્મા, સૌદાગર જેવી ફિલ્મો આપી હતી. તેમની છેલ્લી ફિલ્મ કિલા 1998માં રિલીઝ થઈ હતી. દિલીપ કુમારે 1966માં તેમના કરતા વીસ વરસ નાના સહ-કલાકાર સાયરાબાનુ સાથે લગ્ન કર્યા હતાં.
ચાલો તસવીરોમાં જોઇએ કોણ-કોણ પહોંચ્યું દિલીપ કુમારના જન્મ દિવસની પાર્ટીમાં :

રાણી મુખર્જી
દિલીપ સાહેબની બર્થ ડે પાર્ટીમાં ખૂબસૂરત રાણી મુખર્જી પહોંચ્યાં.

આશા પારેખ
દિલીપ કુમાર સાથે ક્યારેય કામ ન કરી શકવા અંગે અફસોસ વ્યક્ત કરનાર આશા પારેખ પણ દિલીપના ઘરે પહોંચ્યા અને સાયરાબાનુ સાથે સુખદ ક્ષણો માણી.

હેલન
આ પાર્ટીમાં લેખક સલીમ ખાન અને તેમના પત્ની હેલન પણ હાજર રહ્યા હતાં.

દિલીપ કુમાર
દિલીપ કુમારે બુધવારે પોતાનો 91મો જન્મ દિવસ પોતાના નજીકના મિત્રો અને તબીબો સાથે મળી ઉજવ્યો.

સાયરાની ગિફ્ટ
સાયરાબાનુએ દિલીપ સાહેબને તેમના જન્મ દિવસે એક પોર્ટ્રેટ ગિફ્ટ કર્યુ.

ધર્મેન્દ્ર
બૉલીવુડના હી મૅન ધર્મેન્દ્ર પણ દિલીપના ઘરે હાજર રહ્યા હતાં.

તબીબો પણ બન્યા ભાગ
દિલીપના જન્મ દિવસ પ્રસંગે પરિવાર ઉપરાંત તબીબો પણ હાજર રહ્યા હતાં.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત











Click it and Unblock the Notifications
