દિયા મિર્ઝાનો પીછો કરતો હતો એક યુવક, જાણો તેણે કેવી રીતે ભણાવ્યો પાઠ

હાલમાં જ દીયા મિર્ઝા પોતાના જૂના દિવસોને યાદ કર્યા અને જણાવ્યુ કે કેવી રીતે એક યુવક તેનો પીછો કરતો હતો.

બોલિવુડ અભિનેત્રી દીયા મિર્ઝા ફિલ્મી દુનિયાથી આમ તો દૂર છે પરંતુ સોશિયલ મીડિયાથી જોડાયેલી રહે છે. હાલમાં જ તેણે પોતાના જૂના દિવસોને યાદ કર્યા અને જણાવ્યુ કે કેવી રીતે એક યુવક તેનો પીછો કરતો હતો. દીયાએ આ વાત બાળકની એક એનજીઓ સેવ ધ ચિલ્ડ્રના કાર્યક્રમમાં કહી. જેની તે બ્રાંડ એમ્બેસેડર પણ છે. તેણે કહ્યુ કે આપણે લોકોથી ડરવાની જરૂર નથી.

‘મે પણ એક સ્ટૉકરનો સામનો કર્યો હતો'

‘મે પણ એક સ્ટૉકરનો સામનો કર્યો હતો'

દીયા મિર્ઝાએ કહ્યુ, ‘હું જ્યારે નાની હતી અને હૈદરાબાદમાં પોતાના ઘરમાં રહેતી હતી, ત્યારે મે પણ એક સ્ટૉકરનો સામનો કર્યો હતો. મે તેનો સામનો કરીને તેનુ નામ પૂછ્યુ. એ વખતે તે યુવક પાસે કોઈ જવાબ નહોતો. કોઈએ પણ આવા લોકોથી ગભરાવવુ કે તેના વિશે કોઈને કહેવાથી ડરવુ ન જોઈએ. આમાં શરમની કોઈ વાત નથી.'

‘સુરક્ષા માત્ર કાનૂની મુદ્દો નથી'

‘સુરક્ષા માત્ર કાનૂની મુદ્દો નથી'

દીયાએ આગળ કહ્યુ કે આ એ મુશ્કેલીને ખતમ કરવાની ક્ષમતા સાથે આપણને સશક્ત બનાવે છે અને આનાથી એક મોટો બદલાવ પણ આવે છે. આ પ્રકારની વસ્તુઓ બંધ થવી જોઈએ. દીયાનુ માનવુ છે કે સુરક્ષા માત્ર એક કાનૂની મુદ્દો નથી. સુરક્ષા વિશે તેમણે કહ્યુ કે આના મૂળ ઘણા ઉંડે સુધી છે અને આ પિતૃસત્તાત્મકતા સાથે પણ જોડાયેલ છે. હિંસાની અભિવ્યક્તિ પણ રેપની જેમ ભયાનક રૂપ આપી શકે છે.

નવુ પ્રોડક્શન હાઉસ શરૂ કરી રહી છે દીયા

નવુ પ્રોડક્શન હાઉસ શરૂ કરી રહી છે દીયા

વર્કફ્રંટની વાત કરીએ તો દીયા પોતાનુ નવુ પ્રોડક્શન હાઉસ શરૂ કરી રહી છે. જેમાં તે ફિલ્મ ઉદ્યોગો સાથે જોડાયેલા અમુક વ્યક્તિઓ સાથે કામ કરવાની યોજના બનાવી રહી છે. આ કંપનીને હેતુ અર્થપૂર્ણ કહાનીઓને લાવવાની રહેશે. આમાં મુખ્ય રીતે મહિલા પ્રધાન કહાનીઓ લાવવાની યોજના પણ છે. તેમણે કહ્યુ કે તે ઘણા લેખકો અને ફિલ્મ નિર્માતાઓ સાથે વાતચીત કરી રહી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X