Excl Pics : ‘તલાશ’ ખતમ, હવે ‘ધૂમ’ મચાવશે આમિર ખાન
મુંબઈ, 5 નવેમ્બર : આમિર ખાનનો કામ કરવાનો અંદાજ સૌથી જુદો જ હોય છે. તાજેતરમાં ફિલ્મ તલાશ અંગે ખૂબ જ ચર્ચામાં રહેલા આમિર ખાનની તલાશ હવે ખતમ થઈ ગઈ છે અને તેઓ હવે ધૂમ 3 ફિલ્મની વાતો કરતાં થયાં છે.
ફિલ્મ તલાશ એટલી સફળ નથી રહી કે જેટલી આમિર આશા સેવી રહ્યા હતાં. તેમને સમજાતું નથી કે લોકો તલાશ જોવા કેમ ન આવ્યાં? જોકે ફિલ્મની એડવાંસ બુકિંગ જોઈ તો એમ જ લાગતુ હતું કે આમિર ખાન તલાશ દ્વારા મોટો કમાલ કરવાના છે, પરંતુ આવું થયું નહીં.
ખેર, આમિર હવે તલાશ ખતમ કરી ધૂમ મચાવવાની તૈયારી કરી રહ્યાં છે. આવો આપને તસવીરો દ્વારા બતાવીએ કેવી છે આમિરની ફિલ્મ ધૂમ 3 માટેની તૈયારીઓ.

ધૂમ 3
ફિલ્મના શુટિંગ દરમિયાન કિંગ ઑફ રોમાંસ યશ ચોપરાનું અવસાન થયુ હતું અને ઉદય ચોપરાએ ભારત પરત ફરવુ પડ્યુ હતું.

ધૂમ 3
તલાશ બાદ આમિર ખાન ધૂમ 3 ફિલ્મના પ્રમોશન માટે તૈયારીઓ કરી રહ્યાં છે.

ધૂમ 3
ધૂમ 3 ફિલ્મમાં એક સરપ્રાઇઝ પૅકેજ તરીકે ઑસ્ટ્રેલિયાની એક સુંદર મૉડેલ ટૅબ્રેટ બેથેલ નજરે પડશે.

ધૂમ 3
જોકે આમિરનો ઇતિહાસ સારો નથી. તેમણે જ્યારેય યશ રાજ સાથે કામ કર્યું છે, તે ફિલ્મ ફ્લૉપ જ રહી છે.

ધૂમ 3
જોઇએ હવે તલાશ પછી ધૂમ 3 ફિલ્મ દ્વારા આમિર કયો કમાલ કરે છે.

ધૂમ 3
ધૂમ 3 ફિલ્મ ધૂમની સિક્વલ ફિલ્મ છે. ધૂમ પછી ધૂમ 2 અને હવે ધૂમ 3 બની રહી છે.

ધૂમ 3
ધૂમ 3 ફિલ્મના દિગ્દર્શક છે વિજય કૃષ્ણ આચાર્ય.

ધૂમ 3
ધૂમ 3 ફિલ્મ જો હિટ થાય, તો કૅટરીના કૈફ માટે તે હૅટ્રિક થઈ જશે. કારણ કે તેઓ ત્રણે ખાનો સાથે સિલ્વર જ્યુબિલી ફિલ્મ આપનાર અભિનેત્રી બની જશે.

ધૂમ 3
યશ રાજ બૅનર હેઠળ બનતી આ ફિલ્મ પાસેથી ખૂબ આશાઓ છે.

ધૂમ 3
ફિલ્મ ધૂમ 3માં આમિર ખાન ઉપરાંત અભિષેક બચ્ચન, કૅટરીના કૈફ, ઉદય ચોપરા અને જૅકી શ્રૉફ મુખ્ય રોલમાં છે.

ધૂમ 3
ફિલ્મનું શુટિંગ અમેરિકાના શિકાગો ખાતે થયું છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
