Pics : અહાના નહીં, ધરમની પસંદગી છે વૈભવ
મુંબઈ, 26 જૂન : બહુ જલ્દી અહાના પરણી જશે. હી મૅન ધર્મેન્દ્ર અને ડ્રીમ ગર્લ હેમા માલિનીના પુત્રી અહાના દેઓલનું તાજેતરમાં જ બિઝનેસ મૅન વૈભવ વોહરા સાથે સગપણ થયું છે. સગપણ સમારંભ હેમા માલિનીના ઘરે જ યોજાયુ હતું કે જેમાં ધર્મેન્દ્ર ઉપરાંત અહાનાના મોટા બહેન એશા દેઓલ અને બનેવી ભરત તખ્તાણી પણ હાજર હતાં.
દરમિયાન મોટાભાગના લોકો એમ જ વિચારતાં હશે કે અહાનાએ પોતે જ પોતાના જીવનસાથીની પસંદગી કરી હશે, પરંતુ હકીકત તો એ છે કે ધર્મેન્દ્રે જ પોતાના પુત્રી માટે જીવનસાથીની પસંદગી કરી છે. વૈભવ ધર્મેન્દ્રની પસંદગી છે.
કહે છે કે ધર્મેન્દ્રના મનમાં વૈભવ એશા દેઓલના લગ્ન દરમિયાન જ વશી ગયા હતાં. ધર્મેન્દ્રે એશાના લગ્ન દરમિયાન વૈભવની નોંધ લીધી હતી અને અહાનાને વૈભવને મળવાની સલાહ આપી હતી. પપ્પાની સલાહ પર આહના વૈભવને મળ્યાં અને પછી આ મુલાકાત પ્રેમમાં પરિણમી. સગપણ બાદ હેમા માલિની અને ધર્મેન્દ્રે અહાના-વૈભવને આશીર્વાદ આપ્યાહતાં.
આવો જોઇએ અહાના-વૈભવના સગપણની તસવીરી ઝલક :

અહાના-વૈભવને આશીર્વાદ
સગપણ સમારંભમાં પુત્રી અહાના અને જમાઈ વૈભવને આશીર્વાદ પાઠવતાં હેમા માલિની અને ધર્મેન્દ્ર.

ધરમ-હેમાનો સમ્પૂર્ણ સંસાર
ધરમ-હેમાનો આ સમ્પૂર્ણ સંસાર છે. ધર્મેન્દ્રના પ્રથમ પત્નીથી બે પુત્રો સન્ની અને બૉબી છે, તો બીજા પત્ની હેમાથી બે પુત્રીઓ છે. આમ જોઇએ તો ધરમ-હેમાનો આ આખો પરિવાર છે કે જેમાં મોટા જમાઈ ભરત તખ્તાણી, મોટા પુત્રી એશા, હેમા, ધર્મેન્દ્ર, નાના પુત્રી અહાના અને નાના જમાઈ વૈભવ દેખાય છે.

જમાઇઓ સાથે હેમા
અહાનાના સગપણ સમારંભમાં બંને જમાઇઓ ભરત અને વૈભવ વચ્ચે સાસુ હેમા માલિની.

વૈભવ-અહાના
સગપણ બાદ ખુશખુશાલ જણાતાં વૈભવ-અહાના.

બહેનોનો પ્રેમ
એશા અને અહાના બંને બહેનો વચ્ચે ખૂબ પ્રેમ છે. સગપણ સમારંભમાં બંને બહેનોએ પોતાના પતિઓ સાથે પોઝ આપ્યો.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
