જ્હાનવી-ઈશાનની ક્યુટ જોડીનો આ વીડિયો થઈ રહ્યો છે વાયરલ, જુઓ સુપરહીટ ફિલ્મી જોડીઓ
શ્રીદેવીની દીકરી જ્હાનવી કપૂર અને શાહિદ કપૂરનો ભાઈ ઈશાન ખટ્ટર, નાગરાજ મંજૂલેની પહેલી મરાઠી 100 કરોડી ફિલ્મ સૈરાટની હિંદી રિમેક ધડક સાથે બોલિવુડમાં એન્ટ્રી લેવા જઈ રહ્યા છે.
શ્રીદેવીની દીકરી જ્હાનવી કપૂર અને શાહિદ કપૂરનો ભાઈ ઈશાન ખટ્ટર, નાગરાજ મંજૂલેની પહેલી મરાઠી 100 કરોડી ફિલ્મ સૈરાટની હિંદી રિમેક ધડક સાથે બોલિવુડમાં એન્ટ્રી લેવા જઈ રહ્યા છે. ફિલ્મ 20 જુલાઈના રોજ રિલીઝ થવાની છે અને ફિલ્મનું પ્રમોશન શાનદાર રીતે ચાલી રહ્યુ છે. યુવાઓમાં ફિલ્મ માટે ખાસો ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને આનુ કારણ છે ફિલ્મના ક્યુટ કપલ જ્હાનવી અને ઈશાન.

ઓફ સ્ક્રીન કેમેસ્ટ્રી પણ એટલી જ શાનદાર
એક તરફ જ્યાં બંનેની કેમેસ્ટ્રી ફિલ્મના ગીતો અને ટ્રેલરમાં સારી દેખાઈ રહી છે ત્યાં ઓફ સ્ક્રીન કેમેસ્ટ્રી પણ એટલી જ શાનદાર છે. હાલમાં જ બંને લખનઉથી ફિલ્મનું પ્રમોશન કરીને પાછા આવી રહ્યા હતા અને તેમની ફ્લાઈટ મોડી હતી.
|
ક્યુટ વીડિયો
બંનેએ પિત્ઝા ઓર્ડર કરવા માટે નક્કી કર્યુ અને જ્હાનવીનો ચિકન પ્રેમ અને ઈશાનનું તેને હેરાન કરવાનું લોકોને ઘણુ પસંદ પડ્યુ. જુઓ આ ખૂબ જ ક્યુટ વીડિયો.

મેને પ્યાર કિયા
મળો એવી જોડીઓને જેમણે એકસાથે ડેબ્યુ કર્યુ. સલમાન ખાન અને ભાગ્યશ્રીની આ ફિલ્મ... એક મિનિટ... કંઈ પણ કહેવાની જરૂર છે!!!

હિરોપંતી
ટાઈગર શ્રોફ અને કૃતિ સેનનની આ જોડીને દર્શકોએ ખૂબ પસંદ કરી હતી અને ફિલ્મે સારી એવી કમાણી પણ કરી હતી.

કહો ના પ્યાર હે
ઋત્વિક રોશન અને અમીષા પટેલે આવતા વેંત જ બોલિવુડને હલાવી દીધુ હતુ અને સૌથી વધુ એવોર્ડ પણ મેળવ્યા હતા.

સ્ટુડન્ટ ઓફ ધ યર
કરણ જોહરે ઈન્ડસ્ટ્રીને ત્રણ સુપરસ્ટાર આપ્યા છે અને એના માટે બોલિવુડ હંમેશા તેને સેલ્યુટ કરશે.

કયામત સે કયામત તક
આમિર ખાન અને જૂહી ચાવલાની આ ફિલ્મે માત્ર તેમને સ્ટારડમ જ નહોતુ આપ્યુ પરંતુ તે ઈન્ડસ્ટ્રીની હીટ પેર હતા.

ફૂલ ઓર કાંટે
અજય દેવગણ અને મધુએ આ ફિલ્મથી બોલિવુડને નવા પ્રકારની ફિલ્મોનો ટ્રેન્ડ આપ્યો. વળી, અજય દેવગણ સીરિયસ ફિલ્મોની જાન બની ગયા.

બોબી
ઋષિ કપૂર અને ડિમ્પલ કાપડિયાના સુપરહીટ ડેબ્યુને તો કોઈ ભૂલી ના શકે.

લવ સ્ટોરી
કુમાર ગૌરવ અને વિજેયતા પંડિત ઈન્ડસ્ટ્રીમાં પોતાનો સિક્કો ન જમાવી શક્યા પરંતુ તેમછતાં આ સુપરહીટ ફિલ્મ દર્શકોને જોવા મળી હતી.

સાંવરિયા
સાંવરિયા એક ફ્લોપ ફિલ્મ હતી પરંતુ સંજય લીલા ભણસાળીએ ઈન્ડસ્ટ્રીને બે સ્ટાર આપ્યા હતા.

રેફ્યુજી
અભિષેક બચ્ચન અને કરીના કપૂર બંનેની ડેબ્યુ ફિલ્મ ફ્લોપ હતી. પરંતુ ધીમે ધીમે તેમણે ઈન્ડસ્ટ્રીમાં પોતાની જગ્યા બનાવી લીધી હતી.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
