Unseen Pics : ફિલ્મો ન મળતા ડિપ્રેશનમાં હતાં ઉદય કિરણ
હૈદરાબાદ, 6 જાન્યુઆરી : તેલુગુ અભિનેતા ઉદય કિરણે આત્મહત્યા કરતા સમગ્ર દક્ષિણ ભારતીય સિનેમા જગતમાં શોકની લાગણી છવાઈ ગઈ છે. મળતી માહિતી મુજબ ઉદયે ડિપ્રેશનમાં આવી આ પગલુ ભર્યું. તેમને લગભગ એક વર્ષથી કોઈ ફિલ્મ નહોતી મળતી અને રવિવારે રાત્રે તેમણે આત્મહત્યા કરી લીધી. આ માહિતી પોલીસે આપી.
લગભગ 19 ફિલ્મોમાં અભિનય કરી ચુકેલા 33 વર્ષીય ઉદય કિરણે હૈદરાબાદ ખાતે શ્રીનગર કૉલોનીમાં પોતાના ફ્લૅટની અંદર રવિવારે અડધી રાત્રે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી. બનાવના વખતે ઘરમાં તેઓ એકલા હતાં. તેમના પત્ની વિશિતા એક પાર્ટીમાં ગયા હતાં. વારંવાર ફોન કરવા છતાં જ્યારે પતિએ ફોન નહીં ઉઠાવ્યો, તો વિશિતા ઘરે પહોંચ્યાં. ઘરે પહોંચતા તેમના પગ નીચેથી જમીન ખસકી ગઈ. વિશિતા જ પતિ ઉદય કિરણને ઍપોલો હૉસ્પિટલ લઈ ગયાં કે જ્યાં તેમને મૃત જાહેર કરી દેવાયાં.
જુઓ ઉદય કિરણની વણજોયેલી તસવીરો અને જાણો વધુ વિગતો :

ઘેરા ડિપ્રેશનમાં હતાં
એક પોલીસ અધિકારીએ અભિનેતાના પત્ની અને પરિવારના અન્ય સભ્યોના હવાલાથી જણાવ્યું કે ઉદય કિરણ છેલ્લા કેટલાંક દિવસોથી ઘેરા ડિપ્રેશનમાં હતાં.

પાર્ટીમાં જવાનો ઇનકાર
ઉદયે રવિવારે રાત્રે શહેરમાં રહેતાં એક સંબંધીના જન્મ દિવસની પાર્ટીમાં જવાનો ઇનકાર કર્યો હતો.

પત્નીને જ મોકલી
ઉદયે પત્ની વિશિતાને આ પાર્ટીમાં મોકલી હતી.

ફોન ન ઉપાડ્યો
વિશિતાએ પાર્ટીમાંથી ઘરે ઉદયને ફોન કર્યો, પરંતુ ઘરમાં કોઈએ ફોન નહીં ઉપાડ્યો.

સ્તબ્ધ વિશિતા
પતિએ ફોન ન ઉપાડતા વિશિતા ઘરે પહોંચ્યાં અને તેમણે પતિને ફાંસીના માંચડે લટકતા જોયાં. તેઓ સ્તબ્ધ રહી ગયાં.

ફેબ્રુઆરીથી બેકાર
ઉદય કિરણ ગત વર્ષ ફેબ્રુઆરીથી બેકાર હતાં. તેમને કોઈ ફિલ્મ નહોતી મળી રહી.

જય શ્રી રામ છેલ્લી ફિલ્મ
ઉદય કિરણે છેલ્લે જય શ્રીરામ ફિલ્મમાં કામ કર્યુ હતું કે જે એપ્રિલ, 2013માં રિલીઝ થઈ હતી.

સુસાઇડ નોટ નહીં
સહાયક પોલીસ કમિશ્નર અશોક કુમારે મીડિયાને જણાવ્યું કે બનાવના સ્થળેથી કોઈ સુસાઇડ નોટ નથી મળી.

તપાસ ચાલુ
અશોક કુમારે જણાવ્યું કે ઉદય કિરણના આપઘાત અંગે તપાસ ચાલુ છે.

ચિત્રમ્ ફિલ્મથી શરુઆત
26મી જાન્યુઆરી, 1980ના રોજ જન્મેલ ઉદય કિરણે તેલુગુ ફિલ્મ ચિત્રમ્ સાથે વર્ષ 2000માં પોતાના ફિલ્મી કૅરિયરની શરુઆત કરી હતી.

સફળ ફિલ્મો
ઉદયે નુવ્વુ નેનુ તથા માનસાંથા નુવ્વે જેવી સફળ ફિલ્મો કરી. તેમમે પોઈ અને પેન સિંગમ જેવી તામિળ ફિલ્મો પણ કરી હતી.

ત્રણ માસ પહેલા જ લગ્ન
ઉદય કિરણે ત્રણ માસ પહેલા જ એટલે કે ઑક્ટોબર-2013માં પોતાના મહિલા મિત્ર વિશિતા સાથે લગ્ન કર્યા હતાં.

તો ચિરંજીવીના જમાઈ હોત
ઉદય કિરણે ચિરંજીવીના પુત્રી સાથે સગપણ કર્યુ હતું, પરંતુ આ લગ્ન ન થઈ શક્યાં.

દિલ કબડ્ડી
ઉદય કિરણ છેલ્લે જય શ્રી રામ ફિલ્મમાં દેખાયા હતાં. તેમણે તાજેતરમાં જ દિલ કબડ્ડી ફિલ્મ પણ સાઇન કરી હતી.

ઉદયની વણજોયેલી તસવીરો
ઉદયની વણજોયેલી તસવીરો

ઉદયની વણજોયેલી તસવીરો
ઉદયની વણજોયેલી તસવીરો

ઉદયની વણજોયેલી તસવીરો
ઉદયની વણજોયેલી તસવીરો

ઉદયની વણજોયેલી તસવીરો
ઉદયની વણજોયેલી તસવીરો

ઉદયની વણજોયેલી તસવીરો
ઉદયની વણજોયેલી તસવીરો
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
