એક્ટર રાજપાલ યાદવ જેલમાંથી બહાર આવશે, દિલ્હી હાઈકોર્ટે જામીન આપ્યા
બોલિવૂડ એક્ટર રાજપાલ યાદવને દિલ્હી હાઈકોર્ટ તરફથી મોટી રાહત મળી છે અને તેમને જામીન મંજૂર કરવામાં આવ્યા છે. તિહાર જેલમાં 11 દિવસ વિતાવ્યા બાદ અભિનેતાની મુક્તિ થઈ છે, જે તેમના ચાહકો માટે ખૂબ જ આનંદના સમાચાર છે. અદાલતે આદેશ આપ્યો હતો કે રાજપાલ યાદવે બપોરે 3 વાગ્યા સુધીમાં ₹1.5 કરોડનો ડિમાન્ડ ડ્રાફ્ટ કોર્ટમાં જમા કરાવવો પડશે.

જો નિર્ધારિત સમયમાં આ રકમ જમા ન થઈ હોત તો 17 ફેબ્રુઆરીના રોજ આ મામલે ફરીથી સુનાવણી હાથ ધરવામાં આવનાર હતી. રાજપાલ યાદવે કોર્ટના આદેશનું પાલન કરતા સમયસર રકમ જમા કરાવી દીધી હતી, જેના કારણે તેમને જેલમુક્તિનો માર્ગ મોકળો બન્યો. અભિનેતાએ પોતાની ભત્રીજીના લગ્નમાં હાજરી આપવા માટે જામીન મેળવવા કોર્ટમાં અરજી કરી હતી, જેનો કાર્યક્રમ 19 ફેબ્રુઆરીએ છે.
આ સમગ્ર વિવાદ વર્ષ 2012માં આવેલી ફિલ્મ 'અતા પતા લાપતા' માટે લેવામાં આવેલી ₹5 કરોડની લોન સાથે જોડાયેલો છે. ફિલ્મ બોક્સ ઓફિસ પર ફ્લોપ રહેતા દેવું વ્યાજ સાથે વધીને ₹9 કરોડ સુધી પહોંચી ગયું હતું, જેને કારણે આ કાનૂની મુશ્કેલી સર્જાઈ. રાજપાલ યાદવની પત્ની રાધા યાદવે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું કે રાજપાલ અત્યારે એકદમ સ્વસ્થ છે અને પરિવાર તેમની સાથે છે.
રાધા યાદવે આ મુશ્કેલ સમયમાં બોલિવૂડ ઈન્ડસ્ટ્રી અને ચાહકો તરફથી મળી રહેલા અપાર પ્રેમ અને સમર્થન બદલ સૌનો આભાર માન્યો હતો. સલમાન ખાન, અજય દેવગન અને અક્ષય કુમાર જેવા દિગ્ગજ કલાકારોએ રાજપાલ યાદવને ટેકો જાહેર કર્યો હોવાની ચર્ચાઓ સોશિયલ મીડિયા પર તેજ છે. જોકે, તેમની પત્નીએ હાલમાં કોઈ ચોક્કસ વ્યક્તિનું નામ લેવાનો ઈનકાર કર્યો હતો, પરંતુ ઉદ્યોગના મિત્રોની મદદની વાત સ્વીકારી હતી.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
