Pics : બ્રશ કરવામાં ચોર છે રણબીર : દીપિકા પાદુકોણે
મુંબઈ, 18 મે : દીપિકા પાદુકોણે તથા રણબીર કપૂરની જોડી અને તેમની મૈત્રી આજકાલ ખૂબ ચર્ચામાં છે. બ્રેકઅપમાંથી પુનઃ ફિલ્મ દ્વારા જોડાયેલા રણબીર-દીપિકા અંગે લોકો ન ચાહીને પણ ચર્ચા કરવા મજબૂર થયાં છે.
રણબીર કપૂર અને દીપિકા પાદુકોણેની યે જવાની હૈ દીવાની ફિલ્મના પ્રમોશન અંગે આજકાલ ખૂબ ઈવેંટ્સ થઈ રહ્યાં છે. દરેક ઈવેંટ દરમિયાન રણબીર-દીપિકાને જ ફિલ્મની યૂએસપી બનાવી લોકો સમક્ષ રજૂ કરાઈ રહ્યું છે અને બંનેને એક જ સવાલ વારંવાર કરવામાં આવે છે અને તે સવાલ હોય છે તેમના સંબંધ અંગે.
તાજેતરમાં જ વાયજેએચડી ફિલ્મ સાથે જોડાયેલ બ્રાન્ડ ક્લોઝ અપ ટૂથપેસ્ટે એક ઈવેંટ યોજી કે જેમાં રણબીર અને દીપિકા ભાગ લીધો. આ ઈવેંટ દરમિયાન ક્લોઝઅપ દ્વારા લૉન્ચ કરવામાં આવેલ નવા સ્પેશિયલ પૅક સાથે રણબીર કપૂર તથા દીપિકા પાદુકોણેએ ઑટોગ્રાફ કરેલ એક ફ્રેંડશિપ બૅન્ડ પણ લોકોને મળશે.
મુંબઈની તાજ હોટેલમાં યોજાયેલ આ કાર્યક્રમ દરમિયાન બૉલીવુડની આ ચર્ચિત જોડી રણબીર કપૂર અને દીપિકા પાદુકોણેએ મીડિયાના સવાલોના જવાબ સાથે અનેક એવી વાતો પણ શૅર કરી કે જેથી સ્પષ્ટ થઈ ગયું કે રણબીર-દીપિકા એક-બીજાના કેટલા નજકી છે. દીપિકાએ જણાવ્યું કે રણબીર બ્રશ કરવામાં ચોર છે. તેમને બ્રશ કરવું બિલ્કુલ નથી ગમતું.
આવો તસવીરો સાથે જાણીએ રણબીર-દીપિકાએ બીજું શું-શું કહ્યું.

રણબીર-દીપિકાએ એક-બીજાને પહેરાવ્યાં ફ્રેંડશિપ બૅન્ડ
ક્લોઝ અપ ઈવેંટ દરમિયાન રણબીર અને દીપિકાએ એક-બીજાને ફ્રેંડશિપ બૅન્ડ પહેરાવ્યાં. બંનેએ પછી એક-બીજાના હાથોમાં હાથ નાંખી અનેક પોઝ પણ આપ્યાં.

રણબીરે કહ્યું - દોસ્તી તો પહેલાથી જ છે
રણબીરને પૂછવામાં આવ્યું કે હવે એક-બીજાને આપે ફ્રેન્ડશિપ બૅન્ડ પહેરાવ્યો છે, તો શું આ બંનેના સંબંધોમાં વધુ નિકટતાઓની શરુઆત છે? રણબીરે જવાબમાં જણાવ્યું - દીપિકા અને હું પહેલાથી જ એક-બીજાની નિકટ છીએ. આ ફ્રેન્ડશિપ બૅન્ડ પહેરાવવાથી કોઈ ફરક નથી પડતો. અમે તો પહેલાથી જ દોસ્ત છીએ.

દીપિકાએ કહ્યું - રણબીર બ્રશનો ચોર છે
દીપિકા પાદુકોણેએ આ ઈવેન્ટ દરમિયાન મજાનીવાત જણાવી કે રણબીર કપૂરને બ્રશ કરવું નથી ગમતું. દીપિકાની આ વાત સાંભળી ત્યાં હાજર તમામ લોકો હસવા લાગ્યાં. દીપિકાની આ વાત સાંભળી એટલું તો સ્પષ્ટ થઈ ગયું છે કે રણબીર-દીપિકા ક્યારેક કેટલા નજીક રહ્યાં છે.

રિલેશનશિપ કારણે મુશ્કેલી નહીં
રણબીરે જણાવ્યું - મારી ને દીપિકાની રિલેશનશિપ રહી છે, પરંતુ તેનાથી કોઈ ફરક નથી પડતો. અમે બંનેએ ફિલ્મમાં એક્ટિંગ કરી છે અને શૂટિંગ દરમિયાન અમે કોઈ પણ જાતની મુશ્કેલી ન થઈ.

મિત્રો સાથે ફરવા માંગે છે રણબીર
રણબીરને પૂછવામાં આવ્યું કે જો તેઓ રીયલ લાઇફમાં આ રીતે ક્યાંક ફરવા જાય, તો કોની સાથે જશે? રણબીરે જણાવ્યું - હું પોતાના મિત્રો સાથે ફરવા માંગીશ કે જેઓ થોડાક મજાના હોય અને વાતો કરવામાં હોંશિયાર હોય.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
