ફિર સે પ્યાર હો જાયેગા... રણબીર અને દીપિકા વચ્ચે!
મુંબઈ, 8 જૂન : રણબીર કપૂર તથા દીપિકા પાદુકોણે લાગે છે કે એક-બીજા વગર રહી નથી શકતાં. તાજેતરમાં જ બંનેની રિલીઝ થયેલી ફિલ્મ યે જવાની હૈ દીવાનીએ અનેક રેકૉર્ડ બનાવ્યાં અને તોડ્યાં પણ છે. ફિલ્મની સફળતાથી સૌ ખુશ છે, પણ સૌથી વધુ ખુશી છે રણબીર અને દીપિકાને, કારણ કે અંતે બ્રેક-અપ થયા બાદ કોઈ જોડી બૉક્સ ઑફિસે હિટ થશે, એવું કોણે વિચાર્યું હશે.

પરંતુ એમ થયું છે અને રણબીર-દીપિકાની જોડીએ જણાવી દીધું છે કે જુદા થયા છતાં તેમની વચ્ચેની કૅમેસ્ટ્રી કેટલી લાજવાબ છે. આ ફિલ્મને રિલીઝ થયે એક સપ્તાહ થઈ ગયું છે, પણ અત્યાર સુધી જવાની-દીવાની ફીવર લોકો ઉપરથી ઉતર્યો નથી. રણબીર કપૂર તો પોતાની ફિલ્મની સફળતા કંઇક જુદી જ રીતે ઉજવી રહ્યાં છે, પરંતુ દીપિકાએ કંઈક એવું કહ્યું છે કે જેનાથી પુનઃ એક વાર બંનેના સંબંધો ચર્ચામાં આવવા લાગ્યાં છે. બૉલીવુડ એમેય આ બંનેની ચર્ચાઓથી સતત ગરમ રહેતું આવ્યું છે.
દીપિકા પાદુકોણેએ જણાવ્યું કે રણબીર કપૂર હંમેશાથી તેમના માટે ખાસ રહ્યાં છે એટલે કે આજે પણ દીપિકા પાદુકોણે માટે તેમના અને રણબીરની મૈત્રી ખૂબ જ ખાસ અને મહત્વની છે, પરંતુ માત્ર દોસ્તી, પ્રેમ નહિં.
પરંતુ કહે છે ને કે દોસ્તીજ દરેક સંબંધની શરુઆત હોય છો, તે ક્યાંક આ દોસ્તી રણબીર કપૂર તથા દીપિકા પાદુકોણેના પ્રેમની શરુઆત તો નથી? એમ પણ યે જવાની હૈ દીવાની ફિલ્મના પ્રમોશન દરમિયાન બંનેએ મીડિયા સામે કહ્યું હતું કે આજે પણ તેઓ એક-બીજાને ખૂબ જ સારી રીતે જાણી છે અને એક-બીજાના મિત્ર છે. દીપિકાએ તો રણબીરની અનેક એવી વાતો શૅર કરી કે જે માત્ર રણબીરની કોઈ નજીકની વ્યક્તિ જ જાણી શકે. તો સરવાળે એમ પણ કહી શકાય કે દીપિકા પાદુકોણે ક્યાંક એવું તો નથી દાખવતાં કે રણબીર કપૂર અને તેમની વચ્ચે હજીય કંઇક છે અને કંઇક થઈ શકે છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
