Pics : દીપિકાના ઓરતાં પૂરા, બનશે સલમાનની પ્રેમિકા!
મુંબઈ, 2 જાન્યુઆરી : વર્ષ 2013ના બેસ્ટ અભિનેત્રી દીપિકા પાદુકોણેએ તાજેતરમાં જ ઇચ્છા વ્યક્ત કરી હતી કે તેઓ મોટા પડદે સલમાન ખાન, આમિર ખાન અને હૃતિક રોશન જેવા હીરોના પ્રેમિકા બનવા માંગે છે. હવે લાગે છે કે દીપિકાની આ ઇચ્છા પૂરી થવાની તૈયારીમાં છે. જાણવા મળે છે કે સૂરજ બરજાત્યાની આગામી ફિલ્મ બડે ભૈયામાં દીપિકા પાદુકોણે સલમાન ખાનના હીરોઇન બની શકે છે. માત્ર દીપિકા જ નહીં, સલમાન ખાન પોતે પણ દીપિકા પાદુકોણે સાથે કામ કરવા ઇચ્છે છે અને તેથી દીપિકા પાદુકોણે ખુશખુશાલ છે.
દીપિકાએ જણાવ્યુ હતું - નિર્વિવાદપણે સલમાનના અ શબ્દોથી ખુશી થઈ છે કે તેઓ મારી સાથે કામ કરવા માંગે છે, કારણ કે સૌ જાણે છે કે સૌપ્રથમ સલમાન ખાને જ મારી પ્રતિભાને ઓળખી હતી. હું તેમના મિત્ર સાથે રાજસ્થાનમાં એક જાહેરખબરનું શૂટિંગ કરતી હતી. તેમણે મને પહેલી ફિલ્મનો પ્રસ્તાવ આપ્યો હતો.
નોંધનીય છે કે દીપિકા પાદુકોણેના મૉડેલિંગ કૅરિયર દરમિયાન સલમાને તેમને ફિલ્મની ઑફર કરી હતી, પરંતુ તે વખતે દીપિકા પોતાના અભિનય અંગે આશ્વસ્ત નહોતા અને તેથી તેમણે સલમાનની ઑફર ઠુકરાવી દીધી હતી. પાછળથી દીપિકાએ શાહરુખ ખાન સાથે ઓમ શાંતિ ઓમ ફિલ્મ દ્વારા બૉલીવુડમાં પ્રવેશ કર્યો હતો.
હવે દીપિકા પાદુકોણે અને સલમાન ખાનની આ બહુપ્રતીક્ષિત જોડી રૂપેરી પડદે સાકાર થવા જઈ રહી છે. લાંબા સમય બાદ સલમાન ખાન રાજશ્રી પ્રોડક્શન માટે કામ કરવા જઈ રહ્યાં છે. સૂરજ બરજાત્યા સાથે કામ કરવા માટે સલમાને બોની કપૂરને આપેલી ડેટ્સ પોસ્ટપોન્ડ કરી નાંખી હતી. સૂરજ બરજાત્યાની આ ફિલ્મનું નામ બડે ભૈયા છે કે જે એક પારિવારિક ડ્રામા હશે. સલમાન ખાન 14 વરસ બાદ રાજશ્રી પ્રોડક્શન અને સૂરજ બરજાત્યા સાથે કામ કરવા જઈ રહ્યાં છે. અગાઉ સલમાન ખાને રાજશ્રી પ્રોડક્શનની મૈંને પ્યાર કિયા, હમ આપકે હૈં કૌન અને હમ સાથ સાથ હૈં જેવી સુપરહિટ ફિલ્મોમાં કામ કર્યું છે.
ચાલો તસવીરો સાથે જોઇએ દીપિકા પાદુકોણેના અત્યાર સુધીના જોડીદારો :

શાહરુખ-દીપિકા
દીપિકા પાદુકોણે બૉલીવુડમાં શરુઆત ઓમ શાંતિ ઓમ ફિલ્મ સાથે કરી હતી અને પ્રથમ જોડી શાહરુખ ખાન સાથે બનાવી હતી. આ ફિલ્મ હિટ રહી અને આ જોડી પણ હિટ રહી હતી.

રણબીર-દીપિકા
દીપિકા પાદુકોણે અને રણબીર કપૂર વચ્ચે અફૅર એક સમયે હૉટ મુદ્દો હતો અને આ જોડીની પ્રથમ ફિલ્મ બચના ઐ હસીનોં હતી. પહેલી જ ફિલ્મમાં આ જોડી લોકોના મનમાં વસી ગઈ હતી.

અક્ષય-દીપિકા
બૉલીવુડના ખેલાડી અક્ષય કુમાર સાથે દીપિકાએ પ્રથમ ફિલ્મ ચાંદની ચૌક ટૂ ચાઇના કરી. ફિલ્મ બહુ સારી નહોતી ચાલી અને કદાચ આ જોડી પણ લોકોને આટલી ગમી નહીં.

સૈફ-દીપિકા
જ્યાં સુધી ખાન્સની વાત છે, તો શાહરુખ ખાન સાથે શરુઆત કરનાર દીપિકાએ છોટે નવાબ સૈફ અલી ખાન સાથે પહેલી વાર લવ આજ કલ ફિલ્મમાં સ્ક્રીન શૅર કરી અને આ ફિલ્મ તથા જોડી સફળ રહી હતી.

નીલ-દીપિકા
બૉલીવુડમાં સંઘર્ષ કરતાં નીલ નિતિન મુકેશે પહેલી વાર દીપિકા સાથે લફંગે પરિંદે ફિલ્મમાં જોડી બનાવી, પણ આ ફિલ્મ દ્વારા દીપિકાની લોકપ્રિયતાનો ફાયદો નીલ ન ઉઠાવી શક્યાં.

હાઉસફુલ
કૉમેડી ફિલ્મ હાઉસફુલ સુપર હિટ રહી હતી અને દીપિકા-અક્ષયની આ બીજી ફિલ્મ હતી. બંનેની જોડી વખણાઈ હતી.

અભિષેક-દીપિકા
દીપિકાએ પહેલી વાર અભિષેક બચ્ચન સાથે જોડી બનાવી ખેલેં હમ જી જાન સે ફિલ્મમાં, પણ આ ફિલ્મ ખાસ નોંધનીય ન રહી.

ફરહાન-દીપિકા
દીપિકાએ પહેલી વાર ફરહાન અખ્તર સાથે ફિલ્મ કાર્તિક કૉલિંગ કાર્તિકમાં કામ કર્યું. આ ફિલ્મ સરેરાશ રહી, પરંતુ બંનેની જોડી પસંદ કરવામાં આવી.

ઇમરાન-દીપિકા
બ્રેક કે બાદ ફિલ્મમાં દીપિકાના જોડીદાર હતાં ઇમરાન ખાન. આ ફિલ્મ પણ સરેરાશ રહી હતી.

જ્હૉન-દીપિકા
દેસી બૉય્ઝ ફિલ્મમાં દીપિકા અને જ્હૉન અબ્રાહમની જોડી હતી. આ ફિલ્મ અને આ જોડી બંને પસંદ કરવામાં આવી હતી.

સૈફ-દીપિકા
સૈફ અને દીપિકાની આ બીજી ફિલ્મ હતી આરક્ષણ. ફિલ્મ જોકે રોમાંસ પ્રધાન નહોતી, પરંતુ સૈફ-દીપિકાની જોડી પસંદ કરવામાં આવી હતી.

સૈફ-દીપિકા
સૈફ-દીપિકાની ફિલ્મ કૉકટેલ સુપર હિટ રહી હતી. આ સાથે જ દીપિકા અને સૈફની જોડી બૉલીવુડમાં જમાવટ કરી ગઈ.

સૈફ-દીપિકા
કૉકટેલ જેવી સફળ ફિલ્મ બાદ સૈફ-દીપિકા પુનઃ રેસ 2 ફિલ્મમાં દેખાયાં. દીપિકા પાદુકોણેની સૈફ સાથે આ ફિલ્મ સુપર હિટ રહી અને બંનેની જોડી વધુ મજબૂત બની ગઈ.

રણબીર-દીપિકા
બચના ઐ હસીનોં બાદ અફૅરની ચર્ચાના પગલે રણબીર-દીપિકા સ્ક્રીન બીજી વાર સાથે નહીં દેખાયાં, પરંતુ અયાન મુખર્જી યે જવાની હૈ દીવાની દ્વારા બંનેને એક સાથે લાવ્યાં અને આ ફિલ્મ સુપરહિટ રહી. રેસ 2 બાદ દીપિકાની આ બીજી હિટ ફિલ્મ હતી, તો રણબીર-દીપિકાની જોડી પણ ખૂબ વખણાઈ.

શાહરુખ-દીપિકા
શાહરુખ ખાન સાથે ઓમ શાંતિ ઓમ ફિલ્મ દ્વારા બૉલીવુડ કૅરિયર શરૂ કરનાર દીપિકાએ પુનઃ એક વાર ચેન્નઈ એક્સપ્રેસમાં તેમની સાથે જોડી બનાવી અને ફિલ્મે અગાઉના તમામ રેકૉર્ડ્સ તોડી નાંખ્યાં.

રણવીર-દીપિકા
છેલ્લે દીપિકા પાદુકોણે આવ્યાં રણવીર સિંહ સાથે ફિલ્મ રામલીલામાં.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
