Box Office: આલિયા-શાહરૂખનો મેઝિક ચાલ્યો, જાણો ફસ્ટ ડેની કમાણી
ડિયર જિંદગીની ફસ્ટ ડે બોક્સ ઓફિસ કમાણી જાણો અહીં. સાથે જ જાણો આ ફિલ્મે ઓવરસીઝમાં કેટલી કમાણી કરી. અને કેમ આ ફિલ્મ હિટ જઇ શકે છે!
આલિયા ભટ્ટ અને શાહરૂખ ખાનની ફિલ્મ ડિયર જિંદગી, રૂપેરી પડદે પોતાનો જાદુ ચલાવવામાં સફળ સાબિત થઇ છે. ક્રિટીક અને દર્શકોએ આ ફિલ્મને સારા રિવ્યૂ આપ્યા છે. અને પ્રથમ દિવસે જ મોટી સંખ્યામાં લોકો આ ફિલ્મ જોવા માટે થિયેરટ પણ પહોંચ્યા હતા. ત્યારે શુક્રવારે રિલિઝ થયેલી આ ફિલ્મે તેના પહેલા દિવસે 8.7 કરોડની કમાણી કરી છે.
નોંધનીય છે કે આ ફિલ્મ લગભગ 1200 સ્ક્રીન પર લગાવવામાં આવી હતી. અને તે પ્રમાણે તેની પહેલા દિવસની આટલી સારી કમાણી એક સારો સંકેત છે. વળી આવનારા શનિવાર અને રવિવારે પણ અન્ય કોઇ મોટી ફિલ્મની ગેરહાજરી અને આ ફિલ્મની સારી સ્ટોરી મોટી સંખ્યામાં લોકોને થિયેટરમાં લાવશે તેવું માનવામાં આવી રહ્યું છે. ત્યારે આ ફિલ્મનું ઓવરસીઝ કલેક્શન અંગે વધુ વાંચો અહીં...

ઓવરસીઝ કલેક્શન
નોર્થ અમેરિકામાં ડિયર જિંદગીએ કુલ મળીને 2.87 કરોડની કમાણી કરી છે. તે પણ ત્યારે જ્યારે આ ફિલ્મ અહીં વીક ડેઝમાં રિલિઝ કરવામાં આવી હતી.

યુએસએ અને કેનેડા ક્લેક્શન
અમેરિકામાં ડિયર જિંદગી કુલ મળીને 2.89 કરોડની કમાણી કરી છે. તે પણ તેના પહેલા દિવસે તો બીજી તરફ કેનેડામાં આ ફિલ્મે 17.82 કરોડની કમાણી કરી છે.

હિટ થઇ શકે છે ડિયર જિંદગી!
ફિલ્મમાં શાહરૂખ ખાનનું દમદાર ફેક્ટર તો છે જ વળી આલિયા ભટ્ટની અદાકારી અને ચુલબુલાપણું પણ લોકોને ખૂબ જ પસંદ આવી રહ્યું છે. વળી ખૂબ જ લાંબા સમય પછી એક તેવી ફિલ્મ આવી છે જે પરિવારની સાથે મળીને માણી શકાય. ત્યારે આ ફિલ્મના હિટ થવાના પૂરે પૂરા આસાર છે.

આલિયા-શાહરૂખ
નોંધનીય છે કે આ ફિલ્મમાં પહેલી વાર આલિયા ભટ્ટ અને શાહરૂખ ખાન એક સાથે રૂપેરી પડદે જોવા મળ્યા છે. અને ધણાં લાંબા સમય પછી શાહરૂખ ખાન ફરી પાછા કોચ અને મેન્ટોરના રૂપમાં જોવા મળ્યા છે. જેમાં તે ખૂબ જ સારા લાગી રહ્યા છે.

ઓછું બજેટ
વળી આ ફિલ્મની સૌથી સારી વાત છે કે આ ફિલ્મનું બજેટ ખૂબ જ ઓછું છે. શાહરૂખ ખાને આ ફિલ્મ માટે કોઇ ફિસ નથી લીધી કારણ કે તેમની પત્ની આ ફિલ્મ પ્રોડ્યૂસર છે એટલે તેના પ્રોફિટમાં એક રીતે તેમનો ભાગ છે જ.

વીકેન્ડ બાકી છે!
ત્યારે શુક્રવારે આ ફિલ્મને સારો રિસપોન્સ મળ્યો છે. અને આવનારા શનિ અને રવિવારે પણ આ ફિલ્મ થિયેટર પર સારી ચાલે તેવી આશા જાણકારો વ્યક્ત કરી રહ્યા છે. ત્યારે સોમવાર સુધીમાં આ ફિલ્મ સારી કમાણી કરે તેવું મનાઇ રહ્યું છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
