આ સ્ટાર અભિનેત્રીઓની દીકરીઓ બોલિવૂડમાં પર જમાવી શકી નહીં, ક્યાં ખોવાઈ ગઈ કોઈને ખબર નથી
એક જમાનાની જાણીતી અને સફળ અભિનેત્રી તનુજાની પુત્રી અને કાજોલની બહેન તનીષા પણ બોલિવૂડમાં પોતાને સાબિત કરી શકી નથી. તનીષા કેટલીક ફિલ્મોમાં જોવા મળ્યા બાદ ગાયબ થઈ ગઈ.
બોલિવૂડમાં સ્ટારકિટ્સ મોટાભાગે માતા કે પિતાના પેશનને ફોલો કરતા બોલિવૂડમાં કરિયર બનાવે છે. આ લિસ્ટમાં ઘણા જ્હાન્વી કપૂરથી લઈને સારા અલી ખાન સુધીના નામ સામેલ છે. જો કે કેટલાક નામ એવા પણ છે જે તેના પેરેન્ટ્સના પેશનને ફોલો કરતા ફ્લોપ સાબિત થયા છે. આજે આપણે કેટલીક એવી અભિનેત્રીઓની વાત કરવાના છીએ જે એખ જમાનાની સફળ અભિનેત્રીઓની પુત્રીઓ છે પરંતુ બોલિવૂડમાં પગ જમાવી શકી નથી.

સોહા અલી ખાન
સૈફ અલી ખાનની બહેન અને જાણીતી અભિનેત્રી શર્મિલા ટાગોરની પુત્રી સોહા અલી ખાન શરૂઆતમાં કેટલીક ફિલ્મોમાં જોવા મળી હતી. જો કે તેનું કરિયર કંઈ ખાસ ચાલી શક્યુ નથી. રંગ દે બસંતી જેવી ફિલ્મમાં કામ કર્યા બાદ પણ તનું કરિયર આગળ વધી શક્યુ નહીં.

તનીષા
એક જમાનાની જાણીતી અને સફળ અભિનેત્રી તનુજાની પુત્રી અને કાજોલની બહેન તનીષા પણ બોલિવૂડમાં પોતાને સાબિત કરી શકી નથી. તનીષા કેટલીક ફિલ્મોમાં જોવા મળ્યા બાદ ગાયબ થઈ ગઈ. જો કે તે બિગ બોસમાં ચર્ચામાં આવી હતી. આ સિવાય તે સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે.

રિયા અને રાઈમા સેન
બોલિવૂડની સફળ અભિનેત્રીઓમાં સામેલ મુનમુન સેનની દિકરીઓ રિયા અને રાઈમા સેન બોલિવૂડમાં પગ જમાવી શકી નથી. રાયમા સેન સાઉથની ફિલ્મોમાં સક્રિય છે. રિયા હવે સોશિયલ મીડિયા પર જોવા મળે છે. બન્નેનું ફિલ્મી કરિયર કઈં ખાસ ચાલી શક્યુ નથી.

પ્રતિભા સિન્હા
પ્રતિભા સિન્હા એક જમાનાની જાણીતી અભિનેત્રી માલા સિન્હાની પુત્રી છે. માલા સિન્હા બોલિવૂડની સફળ અને ચર્ચિત અભિનેત્રી રહી છે. જો કે તેની પુત્રી પ્રતિભા સિન્હા માતાના રસ્તે ચાલીને સફળ થઈ શકી નથી. કેટલીક ફિલ્મોમાં દેખાયા બાદ પ્રતિભા ગાયબ થઈ ગઈ.

ઈશા દેઓલ
બોલિવૂડના સૌથી સફળ પરિવારમાંથી આવવા છત્તા પણ ઈશા દેઓલ તેના ફિલ્મી કરિયરને પાટા પર ચડાવી શકી નથી. ધર્મેન્દ્ર અને હેમા માલિનીની પુત્રી ઈશા દેઓલ આ દિવસોમાં ફિલ્મોથી દુર છે.

ટ્વિંકલ ખન્ના અને રિંકી ખન્ના
ટ્વિંકલ ખન્ના અને રિંકી ખન્નાની માતા ડિંપલ કાપડિયાનો બોલિવૂડમાં દબદબો હતો. જો કે તેની બન્ને દિકરીઓ ટ્વિંકલ ખન્ના અને રિંકી ખન્ના એ સ્ટારડમ મેળવી શકી નથી. ટ્વિંકલ ખન્નાનું કરિયર ભલે થોડુ સારૂ રહ્યું હોય પરંતુ બહેન રિંકી ફ્લોપ સાહિત થઈ છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે









Click it and Unblock the Notifications
