પહેલા જેવા રોલ હવે નહીં કરી શકું : એશા દેઓલ
ભોપાલ, 20 એપ્રિલ : ફિલ્મોમાં કોઈ ખાસ મુકામ હાસલ ન કરી શકનાર અભિનેત્રી એશા દેઓલનું કહેવું છે કે હવે તેઓ માત્ર શાસ્ત્રીય નૃત્ય ઉપર જ ધ્યાન આપી રહ્યાં છે. ફિલ્મો તેમની પ્રાથમિકતા યાદીમાં નથી અને જો તેમને ફિલ્મોમા ઑફર મળે, તો પણ તેઓ સમજી-વિચારીને ભૂમિકાઓની પસંદગી કરશે.

ભરત તખ્તાણી સાથે લગ્ન કરનાર એશા દેઓલે જણાવ્યું - હવે હું તેવા રોલ નહીં કરી શકું કે જે લગ્ન પહેલા કરતી હતી. મધ્ય પ્રદેશના મગરાના ગામે નૃત્ય પ્રસ્તુતિ આપવા પહોંચેલા એશાએ જણાવ્યું - તેઓ અત્યાર સુધી ઓડિશીના લગભગ એક હજાર સ્ટેજ શો કરી ચુક્યાં છે.
ભલે ફિલ્મોમાં અત્યાર સુધી કોઈ મોટી સફળતા ન પામી શકનાર એશા દેઓલ પોતાના કૅરિયરથી સંતુષ્ટ છે. તેમણે યશ રાજ બૅનરના વખાણ કરતાં જણાવ્યું કે તે બૉલીવુડનું સૌથી મોટું બૅનર છે. પોતાના જીવનના ભાવિ કાર્યક્રમો વિશે એશાએ જણાવ્યું - હું હવે પોતાના પરિવાર ઉપર ધ્યાન આપવા માંગુ છું. તેમણે સુચન કરતા જણાવ્યું કે મહિલાઓ પોતાના બાળકોને વેસ્ટર્ન ડાન્સની જગ્યાએ શાસ્ત્રીય નૃત્ય જરૂર શિખવાડે.
ફિલ્મી કૅરિયર અંગે એશા દેઓલનું કહેવું છે કે આગામી સમયમાં તેઓ પોતાના પ્રોડક્શન હાઉસમાં ટેલીવિઝન સીરિયલોનું નિર્માણ કરવા અંગે વિચારી રહ્યાં છે.
તેમણે પોતાના માતા-પિતા અંગે જણાવ્યું કે દિલ્લગી ફિલ્મ દરમિયાન તેમના પિતા ધર્મેન્દ્ર અને માતા હેમા માલિની નજીક આવ્યાં. પિતા ધર્મેન્દ્ર મારા મિત્ર પણ છે. અમે બંનેએ ફિલ્મ ટેલ મી ઓ ખુદામાં એક સાથે કામ કર્યું છે. એશા પોતાના વ્યક્તિગત જીવનમાં શુદ્ધ શાકાહારી છે. તેઓ પેટા માટે પણ કામ કરે છે. મધ્ય પ્રદેશના વખાણ કરતાં તેમણે જણાવ્યું કે અહીંના માર્ગો સાચે જ ખૂબ સારા છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે









Click it and Unblock the Notifications
