Ambani Party Video: દિલજિત દોસાંજે શેર કર્યો અંબાણીની પાર્ટીનો ફની વીડિયો, સ્ટાર્સ કરી રહ્યા છે આવી હરકતો
Ambani Party Video: અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટનું પ્રી-વેડિંગ ફંક્શન સમાપ્ત થઇ ગયું છે. તેમ છતા સોશિયલ મીડિયા પર અંબાણીની પાર્ટીની ચર્ચા હજૂ પણ ચાલી રહી છે. હવે પંજાબી સિંગર દિલજિત દોસાંજે રાધિકા અને અનંતના પ્રી-વેડિંગનો એક મજેદાર વીડિયો શેર કર્યો છે. જેમાં સ્ટાર્સના ફની મોમેન્ટ કેમેરામાં કેદ થયા છે.
અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી-વેડિંગ ફંક્શન્સ 1 થી 3 માર્ચ સુધી ચાલ્યું હતું. બીજા દિવસે દિલજિત દોસાંજ પાર્ટીમાં જોડાયો હતો. તેણે સ્ટેજ પર પરફોર્મ પણ કર્યું હતું.

ફેસબુકથી લઈને માઈક્રોસોફ્ટ સુધી - અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી-વેડિંગ ફંક્શન દરમિયાન દિલજિત દોસાંજના પરફોર્મન્સને સ્ટાર્સે ખૂબ એન્જોય કર્યું હતું. તેના ઘણા વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે.
હવે સિંગરે તેનો વીડિયો શેર કર્યો છે, જેમાં તેણે શાહરૂખ ખાન, કેટરિના કૈફ, કિયારા અડવાણીથી લઈને ફેસબુક અને માઈક્રોસોફ્ટ સુધી તમામ આવી ગયા છે.
દિલજિતનો વીડિયો વાયરલ થયો - અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી-વેડિંગ ફંક્શનના આ વીડિયોને દિલજિત દોસાંજે અવાજ આપ્યો છે. સિંગરે પંજાબીમાં લગભગ તમામ સેલેબ્સ પર ફની કોમેન્ટ્સ કરી છે. દિલજીતના ફેન્સ પણ તેનો આ વીડિયો પસંદ કરી રહ્યા છે.
ગાયકના વીડિયો પર ટિપ્પણી કરતા એક યુઝરે જણાવ્યું હતું કે, હવે દરેક વ્યક્તિ વ્લોગ બનાવવાનું બંધ કરી શકે છે, કારણ કે દિલજિત દોસાંજ જેવું કામ કોઈ કરી શકે નહીં. અન્ય એક યુઝરે કમેન્ટ કરી કે, દુનિયામાં મોટા રોક સ્ટાર્સ હશે, અમારા માટે તો માત્ર દિલજિત દોસાંજ છે.
કરીના અને દિલજીતની બોન્ડિંગ - અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી-વેડિંગનો દિલજીત દોસાંજ અને કરીના કપૂરનો એક વીડિયો વાયરલ થયો હતો. વીડિયોમાં કરીના કપૂર ગાયક સાથે સ્ટેજ પર તેના પરફોર્મન્સ દરમિયાન જોવા મળી રહી છે.
અભિનેત્રીના વખાણ કરતા દિલજિતે પંજાબીમાં જણાવ્યું હતું કે, રિહાન્ના અને બેયોન્સ હશે, પરંતુ અમારા માટે તે બધી કરીના કપૂર છે. આ પછી ગાયકે કરીના માટે પ્રોપર પટોલા ગીત પણ ગાયું અને અભિનેત્રીએ તેના ડાન્સ મૂવ્સ બતાવ્યા હતા.
Diljit Dosanjh for Kareena : hoyegi Rihanna, hoyegi Beyonce, saddi toh yeh hi hae ✨ pic.twitter.com/TKgGusUHNS
— Satyam (@iamsatypandey2) March 3, 2024
ઉલ્લેખનીય છે કે, જામનગરના રિલાયન્સ ગ્રીન કેમ્પસમાં અનંત અંબાણી - રાધિકા મર્ચન્ટના પ્રી-વેડિંગમાં હાજરી આપવા માટે બોલીવુડ, રમતગમત અને મનોરંજન જગતની દિગ્ગજ હસ્તીઓ આવી હતી. મુકેશ અંબાણીએ પ્રથમ દિવસે તેમના સ્વાગત પ્રવચનમાં જણાવ્યું હતું કે, ફંક્શનના હોસ્ટ તરીકે દરેક મહેમાનો તેમના માટે VIP છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
