ડબ્બુ રતનાનીનું સેલિબ્રિટી કૅલેન્ડર : ઐશ ઇન, સલ્લુ આઉટ
મુંબઈ, 9 જાન્યુઆરી : દર વરસની જેમ વર્ષ 2013માં પણ ડબ્બુ રતનાનીનું સેલિબ્રિટી કૅલેન્ડર ધામધૂમપૂર્વક લૉન્ચ થયું છે. લોકો પણ આ કૅલેન્ડરની આતુરતાપૂર્વક રાહ જોતાં હોય છે. આ વખતે યુવાન દિલોના ધબકાર બૉલીવુડના 24 સ્ટાર્સને ડબ્બુએ પોતાના કૅલેન્ડરે કેદ કર્યાં છે.
આ કૅલેન્ડરમાં મમ્મી ઐશ્વર્યા રાય નજરે પડે છે, તો સલમાન ખાન ગાયબ છે. લૉન્ચિંગ પ્રસંગે ઐશ તો ન પહોંચ્યાં, પરંતુ બૉલીવુડના લગભગ તેવા સ્ટાર્સ પહોંચ્યાં કે જેઓ આ કૅલેન્ડરનો ભાગ હતાં. તેમાં શાહરુખ ખાન, દીપિકા પાદુકોણે, અજય દેવગણ, અભિષેક બચ્ચન, અક્ષય કુમાર, આલિયા ભટ્ટ, અમિતાભ બચ્ચન, વિદ્યા બાલનનો સમાવેશ થાય છે.
આપને જણાવી દઇએ કે ડબ્બુ રતનાનીના કૅલેન્ડરમાં વિદ્યા બાલન પણ મુખ્યત્વે શામેલ હોય છે. વર્ષ 2011માં તો તેમણે ડબ્બુ માટે ટૉપલેસ તથા બૅકલેસ ફોટોશુટ કરાવ્યુ હતું, પરંતુ આ વખતે તેઓ કૅલેન્ડરમાં સ્મૉક કરતાં નજરે પડે છે.
આવો આપને બતાવીએ લૉન્ચિંગ પ્રસંગની તસવીરો.

શાહરુખ ખાન
ડબ્બુ રતનાનીના સેલિબ્રિટી કૅલેન્ડરમાં કિંગ ખાન ઘણાં હૅન્ડસમ લુકમાં છે. બ્લૅક એન્ડ વ્હાઇટ લુકમાં ઉપર તરફ જોતાં કિંગ ખાન સાથે તો કોઈને પણ પ્રેમ થઈ જાય. ગત વર્ષે રોમાન્ટિક હીરો તરીકે સક્સેસફુલ કમબૅક કરનાર શાહરુખ આ તસવીરમાં ખૂબ સુંદર લાગે છે.

કાજોલ
શાહરુખ પછી કાજોલનો ઉલ્લેખ સ્વાભાવિક છે. ફિલ્મોથી કાજોલ ભલે દૂર હોય, પરંતુ કૅલેન્ડર અને જાહેરોતાની દુનિયામાંથી તેઓ દૂર નથી. ડબ્બુના કૅલેન્ડરમાં પીળા રંગની ડ્રેસ તેમની જૂના ફિલ્મી દિવસોની યાદ અપાવે છે.

બિપાશા બાસુ
હંમેશ મુજબ બિપાશા બાસુ આ વખતે પણ હૉટ અંદાજમાં છે. હાલ તેમનો આ લુક કાતિલાના છે, પરંતુ ઇમ્પ્રેસિવ નથી. જોકે બિપાશા આવા જ લુક માટે પસંદ કરાય છે.

વિદ્યા બાલન
ડબ્બુ રતનાનીના કૅલેન્ડરમાં વિદ્યા બાલન તો હોય જ છે.

ઐશ્વર્યા રાય
આ કૅલેન્ડરમાં મમ્મી ઐશ્વર્યા રાય પણ દેખાય છે. જોકે આ વખતે સલમાન ખાન ગાયબ છે. લૉન્ચિંગ પ્રસંગે ઐશ તો ન પહોંચ્યાં, પરંતુ મમ્મી બન્યા બાદ ઐશનું આ પ્રથમ કૅલેન્ડર શુટ છે.

ડબ્બુ અને તેમની પુત્રી સાથે ઐશ
ડબ્બુ અને તેમની પુત્રી સાથે ઐશ્વર્યા રાય. ફોટો જણાવે છે કે ત્રણે એક સાથ ખૂબ ખુશ ચે. ત્રણેની તસવીર મસ્તી ભરેલી છે.

ડબ્બુ અને તેમની પુત્રી સાથે અનુષ્કા
ડબ્બુ અને તેમની પુત્રી સાથે અનુષ્કા શર્મા. એમ કહેવું ખોટું નહિં હોય કે ત્રણે ખૂબ પ્યારા અને સ્વિટ લાગે છે. ડબ્બુની પુત્રી પણ કોઈ સેલિબ્રિટીથી ઓછી નથી.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
