દબંગ 2 ટ્રેલર : હમ અહિંસાવાદી થાનેદાર હૈં...
મુંબઈ, 12 નવેમ્બર : સલમાન ખાનની એક થા ટાઇગર ફિલ્મ બાદ તેમની અત્યાર સુધીની મોસ્ટ અવેટેડ ફિલ્મ દબંગ 2નું ઑફિશિયલ ટ્રેલર શનિવારે રાત્રે જ સલમાન ખાને પોતાના ઑફિશિયલ ફેસબુક આઈડી પર પોસ્ટ કર્યું. આ વખતે આ ફિલ્મની ટૅગલાઇન છે ફેટ લવ્સ ફિયરલેસ. એટલે કે કિસ્મત તેમને જ પસંદ કરે છે કે જેઓ કોઈનાથી ડરતાં નથી. ફિલ્મમાં સલમાન ખાન ફરી એક વાર ચુલબુલ પાન્ડે સ્વરૂપે નજરે પડે છે.

આ ટ્રેલરમાં સ્પષ્ટ રીતે દર્શાવાયું છે કે દબંગની સિક્વલ દબંગ 2 ફિલ્મમાં અગાઉ કરતાં વધુ એક્શન છે, રોમાંસ છે અને સલમાન ખાનની સ્ટાઇલ છે. ફિલ્મમાં સલમાન ખાનના અનેક બહેતરીન ડાયલૉગ છે કે જેમાનાં કેટલાંક આમ છે - હમ એક અહિંસાવાદી થાનેદાર હૈં. ગોલી તો ક્યા, હમ કિસી કો ગાલી તક નહીં બકતે. માઁ કી ઝૂઠી કસમ નહીં ખાતે, ઝૂઠિયા સાલા.
દબંગ 2નું ટ્રેલર થિયેટરોમાં સન ઑફ સરદાર ફિલ્મ સાથે 13મી નવેમ્બરે રિલીઝ કરાશે. સલમાન અને સોનાક્ષી સિન્હા એક સાથે ખૂબ જામે છે. આ વખતે પણ દબંગની જેમ જ સલમાન ખાને ખૂબ દબંગાઈ દેખાડી છે. સાથે જ સોનાક્ષી સિન્હા પણ બહેતર લાગે છે. અરબાઝ ખાન તેમજ મલાઇકા અરોરા ખાન દ્વારા નિર્મિત દબંગ 2 વર્ષ 2010માં રિલીઝ થયેલ દબંગની સફળતાનો ઇતિહાસ દોહરાવવા પૂર્ણત્વે તૈયાર છે.
આ સિક્વલની ખાસ વાત એ છે કે ફિલ્મમાં કરીના કપૂરે એક મસ્ત ફેવીકૉલ આયટમ સૉંગ કર્યું છે. ગઈ વખતે મલાઇકાના ગીત મુન્ની બદનામે દબંગને ખૂબ લોકપ્રિયતા બખ્શી હતી અને આ વખતે ફેવીકૉલ સૉંગથી કરીના બૉક્સ ઑફિસે દબંગ 2ની સફળતાને મજબૂત કરશે. હવે જોઇએ કે શું દબંગ 2 સલમાનની અત્યાર સુધીની સૌથી હિટ ફિલ્મ એક થા ટાઇગરની સફળતાને આંબી શકશે કે નહિં?
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
