Preview : દાવત એ ઇશ્કના ‘રસથાળ’માં છે આ 5 વાનગીઓ!
મુંબઈ, 18 સપ્ટેમ્બર : ફરી એક વાર હબીબ ફૈઝલ તથા યશ રાજ પ્રોડક્શન સાથે મળી એક જોરદાર ફિલ્મ લઈને આવ્યા છે કે જેનું નામ છે દાવત એ ઇશ્ક. આ ફિલ્મનું પ્રમોશન પુરજોશમાં કરવામાં આવ્યું છે અને તેથી લોકોને લાગે છે કે આ દાવતમાં જવા જેવું છે. દાવત એ ઇશ્ક ફિલ્મનું એમ કહી પ્રચાર કરવામાં આવી રહ્યું છે કે જો તમે ઇશ્ક પર ભરોસો કરતા હોવ અને દાવતના શોખીન હોવ, તો જરૂર જોડાઓ દાવત એ ઇશ્કમાં. ફિલ્મમાં પરિણીતી ચોપરા અને આદિત્ય રૉય કપૂર લીડ રોલમાં છે.
હબીબ અને પરિણીતીની જોડીએ અગાઉ ઇશકઝાદે શાનદાર ફિલ્મ આપી છે. તેથી લોકોમાં દાવત એ ઇશ્ક પ્રત્યે રસ જાગ્યો છે. ફિલ્મના ગીતો અને સ્ટોરીલાઇન પણ રસપ્રદ લાગે છે. ફિલ્મમાં પરિણીતી-આદિત્ય ઉપરાંત અનુપમ ખેર પણ લીડ રોલમાં છે. દાવત એ ઇશ્કમાં વધુ એક વસ્તુ આપને જોવા મળશે અને તે એ કે ફિલ્મમાં હૈદરાબાદનો અંદાજ તથા લખનઉની અદાઓ પણ છે. સરવાળે યશ રાજ ફિલ્મ્સે આ વખતે દર્શકોના મનોરંજન માટે ખૂબ જ ચટપટા ઇશ્કની વ્યવસ્થા કરી છે.
ચાલો જોઇએ દાવત એ ઇશ્કની તસવીરી ઝલક :

ઇશ્ક પર ભરોસો છે...
જો આપ ઇશ્ક પર ભરોસો ધરાવતા હોવ, તો જરૂર જુઓ દાવત એ ઇશ્ક.

દાવતના શોખીન છો...
જો આપ દાવતના શોખીન હોવ, તો જરૂર જુઓ દાવત એ ઇશ્ક.

મસ્તીનો મૂડ
જો આપને લાગે છે કે જીવનમાં મસ્તી હોવી જોઇએ, તો પણ આપે દાવત એ ઇશ્ક ચોક્કસ જોવી જોઇએ.

ગીત
લાંબા સમય બાદ કોઇક રોમાંટિક ટ્રૅક પર સોનૂ નિગમનું કમબૅક થયું છે. તેથી ગીતો માટે પણ દાવત એ ઇશ્ક જોવા જેવી છે.

ઇશ્કબાજી
પરિણીતી-આદિત્યના ઇશ્કમાં મસાલેદાર તડકો છે, તો સ્વિટ ડિશ વાળી લજ્જત પણ છે. તેથી જો ઇશ્કની દાવતનો આનંદ માણવા માંગતા હોવ, તો દાવત એ ઇશ્ક જોઈ શકાય છે.

Khoobsurat Preview
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?










Click it and Unblock the Notifications
