Pics : ડી ડેમાં પડકારજનક ભૂમિકા : શ્રુતિ હસન
મુંબઈ, 10 જૂન : દક્ષિણ ભારતીય ફિલ્મોના મહાનાયક કમલ હસનના પુત્રી શ્રુતિ હસન કહે છે કે તેઓ ડી ડેમાં કામ કરવાની તક હાથમાં સરી જવા દેવા નહોતા માંગતા, કારણ કે આ તેમની અત્યાર સુધીની સૌથી પડકારજનક ભૂમિકા છે.
રમૈયા વસ્તાવૈયા ફિલ્મ બાદ ડી ડે ફિલ્મ પામનાર 27 વર્ષીય શ્રુતિ આ વાતથી ખુશ છે કે તેમને નિખિલ અડવાણી દિગ્દર્શિત ફિલ્મમાં કામ કરવાની તક મળી. તેઓ કહેછે - જ્યારે મારી પાસે આ ઑફર આવી, ત્યારે હું ઇનકાર ન કરી શકી. મારા માટે અત્યાર સુધીની સૌથી પડકારજનક ભૂમિકા હતી. હું ખુશ ચું કે હું પણ ડી ડે ફિલ્મનો ભાગ છું.
શ્રુતિ હસને 2009માં લક ફિલ્મ સાથે બૉલીવુડ કૅરિયરની શરુઆત કરી હતી. ડી ડેમાં તેઓ અર્જુન રામપાલના નાયિકા તરીકે દેખાશે. તેમણે જણાવ્યું - ફિલ્મમાં મારૂં પાત્ર ખૂબ જ સંવેદનશીલ છે. અર્જુને પણ મદદ કરી. અર્જુન રામપાલ બહુ જ સારા કલાકાર અને સારા માણસ છે. ડી ડે ફિલ્મમાં ઇરફાન ખાન, હુમા કુરૈશી તથા ઋષિ કપૂર પણ મહત્વની ભૂમિકામાં છે. ફિલ્મ 19મી જુલાઈએ રિલીઝ થશે.

બે રૉ એજંટોની વાર્તા
નિખિલ અડવાણીની ડી ડે ફિલ્મમાં બે ભારતીય રૉ એજંટોની વાર્તા છે. આ એવા બે રૉ એજંટો છે કે જેમને ભારત સરકાર દ્વારા એક અંડરવર્લ્ડ ડૉનને લાવવા માટે પાકિસ્તાન મોકલવામાં આવે છે.

શ્રુતિ હસન સેક્સ વર્કર
ફિલ્મમાં શ્રુતિ હસન સેક્સ વર્કરના રોલમાં છે.

બે ફિલ્મો એક જ દિવસે
શ્રુતિની બે બૉલીવુડ ફિલ્મો રમૈયા વસ્તાવૈયા તથા ડી ડે એક જ દિવસે 19મી જુલાઈના રોજ રિલીઝ થવાની છે.

ઋષિ દાઉદના રોલમાં
ફિલ્મમાં રૉ એજંટની ભૂમિકામાં અર્જુન રામપાલ દેખાશે તથા ઇરફાન ખાન દેખાશે. ઋષિ કપૂરે ફિલ્મમાં દાઉદ ઇબ્રાહીમ સાથે મળતો આવતો રોલ કર્યો છે.

કમલના પુત્રી
શ્રુતિ હસન દક્ષિણ ભારતીય ફિલ્મોના સુપર સ્ટાર કમલ હસનના પુત્રી છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
